AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોફા નહીં બારૂદના બોક્સ પર લગ્ન! હાથમાં રાઈફલ્સ અને બાજુમાં મશીનગન, ઈરાની કપલે આખી દુનિયાને ચોંકાવી

હાલના સમયમાં જ્યારે આખી દુનિયા ઈરાન અને ઈઝરાયેલના જંગની ચર્ચા કરી રહી છે, ત્યારે ઈરાનના એક કપલે એવું કામ કર્યું કે, આખી દુનિયા ચોંકી ગઈ. આ કપલે લગ્નમાં સોફાને બદલે બારૂદના બોક્સ પર બેસીને નિકાહ પઢ્યા અને હાથમાં રાઈફલ્સ રાખીને દુનિયાને ચોંકાવી દીધી.

Breaking News: સોફા નહીં બારૂદના બોક્સ પર લગ્ન! હાથમાં રાઈફલ્સ અને બાજુમાં મશીનગન, ઈરાની કપલે આખી દુનિયાને ચોંકાવી
Image Credit source: @RT_com
| Updated on: Mar 13, 2026 | 7:34 PM
Share

ઈઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા જંગની વચ્ચે ઈરાનમાં થયેલા એક લગ્ન અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અહીં એક ઈરાની કપલે દારૂગોળાના બોક્સ પર બેસીને લગ્ન કર્યા અને તેને જ સોફો માની લીધો. લગ્ન સમયે ઈરાની વર અને કન્યા બંનેના હાથમાં રાઈફલ્સ હતી. “RT.com” એ ‘X’ પર આ ક્ષણનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કપલની પાછળ હથિયારધારી સમર્થકો જમા થયા છે. આ લગ્ન ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલના વધતા બોમ્બમારો વચ્ચે રસ્તાની વચ્ચે થઈ રહ્યા છે, જે ઈરાન સરકાર પ્રત્યે સમર્થનનું એક પ્રતિકાત્મક પ્રદર્શન પણ છે. આ લગ્ન શુક્રવારે કરવામાં આવ્યા હતા. યુદ્ધની આગ વચ્ચે ઈરાનના આ કપલે પોતાના લગ્નને યાદગાર બનાવ્યા.

લગ્નમાં “મુર્દાબાદ”ના નારા સંભળાયા

ઈરાની વર-કન્યાએ દારૂગોળાના બોક્સ પર ઊભા રહીને લગ્નની વિધિઓ પૂરી કરી. લગ્ન દરમિયાન બંનેએ પોતાના હાથમાં રાઈફલ્સ પકડી રાખી હતી. તેમની બરાબર બાજુમાં એક માઉન્ટેડ મશીનગન લાગેલી હતી, જ્યારે પાછળ હથિયારધારી સમર્થકો અને પ્રદર્શનકારીઓ જમા હતા, જે “ઈઝરાયેલ મુર્દાબાદ” અને “અમેરિકા મુર્દાબાદ” ના નારા લગાવી રહ્યા હતા.

આ ઘટના એવા સમયે બની છે કે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ તરફથી ઈરાન પર હુમલા તેજ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા આ સંઘર્ષમાં તેહરાન અને બીજા શહેરો પર સેંકડો હુમલા થઈ ચૂક્યા છે, જેમાં ઈરાનના સૈન્ય મથકો, મિસાઈલ સાઈટ્સ અને સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે.

લગ્ન રેલી દરમિયાન થયા

આ લગ્ન કુદ્સ ડે રેલીઓ દરમિયાન થયા હતા. આમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન પણ જનતાની વચ્ચે જોડાયા હતા. આ કપલે અનોખી રીતે સરકાર પ્રત્યે એકતા અને યુદ્ધ સામે મક્કમતા દર્શાવી હતી. સરકારી મીડિયાએ આ તસવીરો અને વીડિયો જાહેર કર્યા છે, જેમાં દંપતી ખુશીથી હસતું જોવા મળે છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં યુદ્ધના નિશાનો સ્પષ્ટ દેખાય છે. હુમલા છતાં હજારો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે. આ ઘટના મધ્ય પૂર્વના વધતા તણાવને ઉજાગર કરે છે.

Breaking News: પાકિસ્તાન પાયમાલ! તિજોરી ખાલી અને IMF ના દરવાજા બંધ, શું ભીખ માંગવાનો વારો આવશે?

g clip-path="url(#clip0_868_265)">