જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મંદિરના CCTV ફૂટેજમાં પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન મહિપાલસિંહ બસિયાએ આ વીડિયો વાયરલ કરી. આક્ષેપ કર્યો છે કે મંદિર આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી ન લેવાઈ.સીસીટીવી માં દેખાતા કુંદનગીરી અને દુષ્યંત ગીરી નામના પૂજારી હોવાનું ઉલ્લેખ કરાયો છે. અને પ્રાંત અધિકારી અને વહીવટદારને પૂજારી સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે