AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્કોર્પિયોમાં આવ્યા નકલી Incometax અધિકારી, દરોડો પાડ્યો… 15 મિનિટમાં 50 તોલા સોનું અને રોકડ રકમ લઈ થઈ ગયા ફરાર

મધ્યપ્રદેશના ધારમાં નકલી આવકવેરા અધિકારી બનીને કેટલાક અજાણ્યા લોકોએ કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડ્યો હતો. આરોપીઓ 50 તોલા સોનું, 4 લાખ રોકડા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા.

Breaking News : સ્કોર્પિયોમાં આવ્યા નકલી Incometax અધિકારી, દરોડો પાડ્યો... 15 મિનિટમાં 50 તોલા સોનું અને રોકડ રકમ લઈ થઈ ગયા ફરાર
| Updated on: Mar 13, 2026 | 8:42 PM
Share

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં શુક્રવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા લોકો આવકવેરા વિભાગના અધિકારી બનીને એક કોન્ટ્રાક્ટરના ઘરે પહોંચ્યા અને નકલી દરોડો પાડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આરોપીઓ લગભગ 50 તોલા સોનું, 4 લાખ રૂપિયા રોકડા અને એક મોબાઇલ ફોન લઈને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

બે લોકો ખાખી યુનિફોર્મમાં, ત્રણ લોકો સામાન્ય કપડામાં

માહિતી મુજબ, આ ઘટના ધારના બાગ વિસ્તારના બ્રાહ્મણ મહોલ્લામાં બની હતી. સવારે લગભગ 9:40 વાગ્યે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં પાંચ લોકો કોન્ટ્રાક્ટર રાજકુમાર માલવિયાના ઘરે પહોંચ્યા. તેમાંના બે લોકો ખાખી યુનિફોર્મમાં હતા જ્યારે અન્ય ત્રણ લોકો સામાન્ય કપડામાં હતા.

આરોપીઓએ ઘરના દરવાજા પર ટકોરા મારી પોતાને આવકવેરા વિભાગના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા. તેમણે કાળા નાણાં અંગે ફરિયાદ મળી હોવાનું કહીને ઘરની તપાસ કરવાની વાત કરી. પરિવારને શંકા ન જાય તે માટે તેઓ તરત જ ઘરમાં પ્રવેશી ગયા અને તપાસ શરૂ કરી દીધી.

પરિવારના સભ્યોને એક રૂમમાં રાખ્યા

પીડિત કૃષ્ણ માલવિયાના જણાવ્યા મુજબ, આરોપીઓએ ઘરના કબાટ અને અન્ય જગ્યાઓમાં તપાસ શરૂ કરી. તેમણે કબાટની ચાવીઓ પણ લઈ લીધી અને અલગ-અલગ રૂમમાં તપાસ કરતા રહ્યા. આ દરમિયાન પરિવારના સભ્યોને એક રૂમમાં રાખી તેમના મોબાઇલ ફોન પણ પોતાના કબજામાં લઈ લીધા.

લગભગ 15 મિનિટ સુધી ઘરમાં તપાસના બહાને શોધખોળ કર્યા પછી આરોપીઓ કબાટમાંથી આશરે 50 તોલા સોનાના દાગીના, 4 લાખ રૂપિયા રોકડા અને એક મોબાઇલ ફોન લઈને સ્કોર્પિયો કારમાં બેસી ઝડપથી ફરાર થઈ ગયા.

સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની કામગીરી

ઘટના બાદ પરિવારને શંકા જતા તેમણે તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે. સાથે જ સાયબર ટીમ પણ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસમાં જોડાઈ ગઈ છે.

ભારતનો પહેલો ‘મ્યૂઝિકલ’ રોડ વિવાદમાં,650થી વધુ પરિવારોને ખલેલ પહોંચાડી

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">