AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં મોટો વિવાદ, રનઆઉટને લઈ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન એક રનઆઉટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાનનો બેટ્સમેન સલમાન આગા અજીબ પરિસ્થિતિમાં રનઆઉટ થતા મેદાનમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આઉટ જાહેર થયા પછી સલમાન આગાએ ગુસ્સામાં ગ્લોવ્સ અને હેલ્મેટ ફેંકી દીધા, જેના કારણે મેચ દરમિયાન ભારે હોબાળો મચી ગયો.

Breaking News: પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં મોટો વિવાદ, રનઆઉટને લઈ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી
Pakistan vs BangladeshImage Credit source: X
| Updated on: Mar 13, 2026 | 10:26 PM
Share

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન એક ઘટનાએ ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાનના બેટ્સમેન સલમાન આગા રનઆઉટ થતાં મેદાનમાં વિવાદ ઉભો થયો હતો. આ ઘટના પછી ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં વિવાદ

આ મેચમાં પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. પાકિસ્તાની ઈનિંગની 39મી ઓવરના ચોથા બોલ પર આ ઘટના બની. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાઝ બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે મોહમ્મદ રિઝવાન સ્ટ્રાઈક પર બેટિંગ કરી રહ્યો હતો.

રનઆઉટને લઈ ગરમાયો માહોલ

રિઝવાને બોલને હળવો ધક્કો માર્યો, જેના કારણે બોલ બોલર તરફ પાછો ઉછળ્યો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો સલમાન આગા ક્રીઝની બહાર હતો. બોલ સલમાનના બેટ સાથે અથડાયો અને પછી મેહદી હસનના હાથમાં ગયો, જેના કારણે અચાનક પરિસ્થિતિ સર્જાઈ.

મેહદી હસને ચાલાકીથી કર્યો આઉટ

ઘટના દરમિયાન સલમાન આગા અને મેહદી હસન વચ્ચે થોડી ટક્કર પણ થઈ. સલમાનને લાગ્યું કે બોલ હવે રમતમાં નથી, તેથી તે બોલ ઉપાડવા માટે નીચે ઝૂક્યો. પરંતુ તે આમ કરી શકે તે પહેલાં મેહદી હસને ઝડપથી બોલ ઉઠાવી સ્ટમ્પ પર ફેંકી દીધો અને રનઆઉટ માટે અપીલ કરી.

સલમાન આગા થયો આઉટ

આ મામલો ત્રીજા અમ્પાયર સુધી ગયો, જ્યાં નિયમો અનુસાર સલમાન આગાને આઉટ જાહેર કરવામાં આવ્યો. નિર્ણય સાંભળ્યા પછી સલમાન આગા સ્પષ્ટપણે નિરાશ અને ગુસ્સામાં દેખાયો હતો. તે થોડા સમય સુધી મેદાનમાં ઉભો રહી બાંગ્લાદેશી ખેલાડીઓ તરફ જોઈ રહ્યો હતો.

ગ્લોવ્સ-હેલ્મેટ ફેંકી દીધું

આઉટ જાહેર થયા પછી સલમાન આગાએ પહેલા પોતાના ગ્લોવ્સ ઉતારીને મેદાનમાં ફેંકી દીધા અને પછી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ પણ જમીન પર ફેંકી દીધું. જ્યારે તે ડ્રેસિંગ રૂમ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે પણ તેનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળતો હતો. ત્યારબાદ મોહમ્મદ રિઝવાન પણ બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા ક્રિકેટપ્રેમીઓ આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો નિયમો અનુસાર લેવાયેલા નિર્ણયને યોગ્ય ગણાવી.

Breaking News: હર્ષિત રાણા IPL 2026 માંથી થયો બહાર, છતાં મળશે 4 કરોડ રૂપિયા, આ છે કારણ

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">