રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હિટવેવની શક્યતા નથી. તો ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 માર્ચએ માવઠું થશે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો 19 માર્ચે, કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે 19 માર્ચે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ. 19 માર્ચે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં પડી શકે છે માવઠું.