AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાન પાયમાલ! તિજોરી ખાલી અને IMF ના દરવાજા બંધ, શું ભીખ માંગવાનો વારો આવશે?

આર્થિક પાયમાલીના આરે ઉભેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એકતરફ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ઊર્જા સંકટ અને બીજી તરફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) લોનનો હપ્તો રોકીને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે.

Breaking News: પાકિસ્તાન પાયમાલ! તિજોરી ખાલી અને IMF ના દરવાજા બંધ, શું ભીખ માંગવાનો વારો આવશે?
| Updated on: Mar 13, 2026 | 5:59 PM
Share

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF)મોટો ઝટકો આપ્યો છે. વાત એમ છે કે, લાંબી ચર્ચા બાદ પણ પાકિસ્તાન અને IMF વચ્ચે સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ (SLA) થઈ શક્યું નથી. આના પરિણામે, 7 અબજ ડોલરના લોન પ્રોગ્રામનો ત્રીજો રિવ્યુ નિષ્ફળ રહ્યો છે. આ સમજૂતી બાદ પાકિસ્તાનને 1 અબજ ડોલરનો હપ્તો મળવાનો હતો, જે હવે રોકી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રહેશે: IMF

IMF એ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાન સાથે પોલિસી મુદ્દે વાતચીત ચાલુ રહેશે, જેથી હપ્તા માટે સ્ટાફ-લેવલ સમજૂતી પર સર્વસંમતિ (Consensus) સાધી શકાય. IMF એ પાકિસ્તાનના વધતા જતા રાજકોષીય તફાવત (Fiscal Gap) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

વાતચીત નિષ્ફળ રહ્યા બાદ IMFના મિશન ચીફ ઇવા પેટ્રોવાએ જણાવ્યું હતું કે, ચર્ચામાં ઘણી પ્રગતિ થઈ છે પરંતુ તે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. પેટ્રોવાએ વધુમાં ઉમેર્યું હતું કે, IMF તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમોની પાકિસ્તાન અર્થતંત્ર અને એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) સમર્થિત કાર્યક્રમ પર પડનારી અસરોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે.

પાકિસ્તાન સામે આર્થિક સંકટ

IMF એ પાકિસ્તાનનો હપ્તો એવા સમયે રોક્યો છે કે, જ્યારે ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન સામે ઊર્જા સંકટ વિકરાળ બનીને ઊભું છે. વૈશ્વિક સ્તરે ઊર્જાની કિંમતો વધી રહી છે, તો બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાને કારણે તેલ અને ગેસના પુરવઠાને પણ માઠી અસર થઈ છે. EFF હેઠળ 1 અબજ ડોલરના ચોથા હપ્તા અને રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી (RSF) હેઠળ 22 કરોડ ડોલરની મંજૂરી માટે 11 માર્ચ સુધીમાં સ્ટાફ લેવલની સમજૂતી થઈ જવી જોઈતી હતી.

પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારને જો IMF પાસેથી લોન નહીં મળે, તો દેશમાં મોટું આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. શહેબાઝ સરકારની યોજના આર્થિક વિકાસને વેગ આપવાની છે પરંતુ IMF એ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન અત્યારે ઊંચા આર્થિક વિકાસ દરને સહન કરવાની સ્થિતિમાં નથી.

પાકિસ્તાનને ખાવાના પણ ‘ફાંફા’

આ બધું એવા સમયે થઈ રહ્યું છે કે, જ્યારે પાકિસ્તાનને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ આયાત કરવી પડી રહી છે. ગત વર્ષે દેશે 891 મિલિયન ડોલરની દાળ અને 3.7 અબજ ડોલરનું ખાદ્ય તેલ આયાત કર્યું હતું. પાકિસ્તાનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, યુદ્ધની મોંઘવારી પર કોઈ અસર નથી અને હાલમાં તે નક્કી કરેલી મર્યાદામાં છે. જો કે, લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધને કારણે ઇંધણના ભાવમાં થતા વધારાથી મોંઘવારીનું દબાણ વધી શકે છે.

Breaking News: મોંઘવારીનો ડામ… ગાડીઓના શોખીનો માટે ખરાબ સમાચાર, 1 એપ્રિલથી લક્ઝરી કાર થશે ‘મોંઘી’

g clip-path="url(#clip0_868_265)">