AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.

Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી
Rinku & ChahalImage Credit source: X/INSTAGRAM
| Updated on: Mar 13, 2026 | 6:40 PM
Share

ભારતીય ટીમના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હાલ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. કુલદીપ પોતાની ફિયાન્સે વંશિકા ચઢ્ઢા સાથે 14 માર્ચે મસૂરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન સમારોહ માટે પરિવારજનો અને નજીકના મિત્રો સાથે ક્રિકેટ જગતના અનેક જાણીતા ચહેરાઓ પણ હાજરી આપવાના છે.

કુલદીપના લગ્નની તૈયારીઓ તેજ

લગ્ન સમારોહ મસૂરીના ફેમસ સેવોય હોટેલમાં યોજાનાર છે, જ્યાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેહરાદૂન અને મસૂરીમાં લગ્નની ઉજવણીને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાવાની શક્યતા છે.

લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો ચહલ

ભારતીય ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ કુલદીપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે દેહરાદૂન પહોંચી ગયો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ચહલે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “આ મારા ભાઈના લગ્ન છે, અહીં ખૂબ ડાન્સ થવાનો છે.” ચહલ અને કુલદીપ વચ્ચેની મિત્રતા લાંબા સમયથી જાણીતી છે.

“કુલચા” જોડી મચાવશે ધમાલ

એક સમય હતો જ્યારે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટીમમાં સ્પિન જોડી તરીકે ખૂબ સફળ રહ્યા હતા. બંનેની જોડીને ક્રિકેટ ચાહકો “કુલચા” તરીકે ઓળખતા હતા. આ જોડી અનેક મેચોમાં ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી અને તેમની મિત્રતા મેદાનની બહાર પણ એટલી જ મજબૂત રહી છે.

રિંકુ સિંહ ફિયાન્સે સાથે દેહરાદૂન પહોંચ્યો

આ ઉપરાંત ભારતીય ટીમનો યુવા સ્ટાર રિંકુ સિંહ પણ તેની ફિયાન્સે અને સાંસદ પ્રિયા સરોજ સાથે દેહરાદૂન પહોંચ્યો છે. રિંકુ સિંહ તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. ખાસ વાત એ છે કે વર્લ્ડ કપ દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું, છતાં તેણે ટીમ સાથે જોડાઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

લગ્ન બાદ IPL 2026માં રમશે

કુલદીપ યાદવ પણ તાજેતરમાં ભારતીય ટીમ સાથે T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન પાંચ મેચ રમવાની તક મળી હતી. જો કે નોકઆઉટ રાઉન્ડમાં તેણે તક મળી ન હતી. હવે લગ્ન બાદ તે 28 માર્ચથી શરૂ થનારી IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળશે.

Breaking News: 18 વર્ષથી IPL માં પાકિસ્તાની ખેલાડીઓ પર છે પ્રતિબંધ, પહેલી સિઝનમાં રમ્યા હતા કેટલા ખેલાડી?

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">