13 માર્ચના મહત્વના સમાચાર : ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ફરી હૈયાધારણા, કહ્યું દેશમાં ગેસ અને ઇંધણની અછત નહીં, ભારતમાં પેટ્રોલ-ડીઝલની આયાતની જરૂર નથી, ગ્રાહકોને 24 કલાક મળશે LPG
આજે 13 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 13 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જૂન 2026 સુધી ઘેડમાં પાણી ભરાવાની સમસ્યાથી મળશે મુક્તિ- ઈશ્વર પટેલ
જૂન 2026 સુધી ઘેડમાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે. વિધાનસભામાં જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે આવો દાવો કર્યો છે. ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ કર્યો હતો કે ઘેડ પંથક માટે 1425 કરોડની યોજના બનાવવામાં આવી છે. ત્રણ તબક્કામાં યોજના પુરી થશે. આ મામલે વિપક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે રે રાજ્યના જળસંપત્તિ પ્રધાનને ઘેડની સમસ્યાને લઈ ગૃહમાં અનેક સવાલો કરવામાં આવ્યા.
-
સુરત: 4 માસની બાળકીનું અપહરણ કરનાર દંપતીની ધરપકડ
સુરત: અઠવા અને બારડોલી રેલવે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. 4 માસની બાળકીનું અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરાઈ છે. 24 કલાકમાં 1500 CCTV તપાસીને અપહરણનો ભેદ ઉકેલ્યો છે. નાનપુરામાંથી આરોપીઓએ બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી દંપતી નંદુરબારના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે ફૂલ જેવી બાળકીને તેના પરિવારને પરત કરી છે. કયા કારણોસર અપહરણ કરાયું તે મામલે તપાસ શરૂ કરાઈ છે.
-
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારો હૈદરાબાદથી ઝડપાયો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોશિયલ મીડિયામાં વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા શખ્સની હૈદરાબાદથી ધરપકડ કરાઈ છે. રાજકોટ સાયબર ક્રાઈમે હૈદરાબાદથી આરોપીની ધરપકડ કરી છે. આશિફ કુંઢા નામના આરોપી સામે રાજકોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટિપ્પણી કરવા પાછળના કારણની તપાસ શરુ કરાઈ છે. રાજકોટ પોલીસના સંકજામાં આવ્યા બાદ પોતાને ચમરબંધી સમજતા આશિફની ચરબી ઉતરી ગઈ છે. અને હવે તે હર્ષ સંઘવીની માફી માગી રહ્યો છે.
-
જુનાગઢઃ માંગરોળમાં ગેસ એજન્સી પર લોકોની કતાર લાગી
જુનાગઢઃ માંગરોળમાં ગેસ એજન્સી પર લોકોની કતાર લાગી છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોમાં પડાપડી થઈ રહી છે. ગેસ એજન્સી બહાર પોલીસ બંદોબસ્ત મુકવાની ફરજ પડી છે. ગેસ સિલિન્ડર માટે 25 દિવસની નોંધણીની શરત સામે પણ લોકોમાં રોષ ફેલાયો છે.
-
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ઉઠ્યો ગેસની અછતનો મુદ્દો
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ગેસની અછતનો મુદ્દો ઉઠ્યો છે. ગુજરાતમાં LPG ગેસ, ઈંધણની સ્થિતિ પર સરકારના પૂરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યુ કે રાજ્ય સરકાર LPG બાબતે ચિંતા કરી રહી છે. LPGની સ્થિતિ પર સતત મોનીટરિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં 4.16 લાખ LPG સિલિન્ડર ઉપલબ્ધ છે. ગૃહિણીઓ, સંસ્થા અને હોસ્પિટલમાં ગેસ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
-
-
ગાંધીનગર: રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે રાજ્ય સરકાર હરકતમાં
ગાંધીનગર: રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી રોકવા આગોતરું આયોજન કરાયુ છે. રાજ્યસ્તરીય મોનીટરીંગ કમિટીની રચના કરાઈ છે. પુરવઠા વિભાગના અગ્રસચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે. રાજ્યના દરેક જિલ્લામાં પણ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે. મોનીટરીંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવાયા છે. પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય છે.
-
ગેસની અછત અંગે મંત્રી રમણ સોલંકીએ આપ્યુ નિવેદન
એક તરફ રાજ્યમાં કેટલીક જગ્યાએ એલપીજી ગેસ માટે લાંબી લાઈન લાગી છે. ત્યારે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી રમણ સોલંકીએ Tv9 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે સરકાર પાસે એલપીજીનો પૂરતો જથ્થો છે, જેથી ચિંતા કરવાની જરૂર નથી.
-
રાજ્યસભા સાંસદ મયંક નાયકે બુલેટ ટ્રેનની કામગીરી અંગે પુછ્યો પ્રશ્ન
રાજ્યસભામાં સાંસદ મયંક નાયકે બુલેટ ટ્રેનની કામગીરી અંગે પ્રશ્ન પુછ્યો. જેનો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો. રેલવે મંત્રીએ જણાવ્યુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. વાપીથી સાબરમતી સુધીના 8 સ્ટેશનોનું કામ પણ પૂર્ણતાના આરે છે. ગુજરાતમાં 352 કિમી પિલર અને 331 કિમી ગર્ડર લોન્ચિંગનું કામ પૂર્ણ થયુ છે. મુંબઈમાં દેશની પહેલી ‘અન્ડર-સી ટનલ’નું કામ પણ પૂરઝડપે ચાલુ છે. વધુમાં રેલવે મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અગાઉની ઉદ્ધવ સરકારના કારણે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ થયો હતો.
-
પાટણઃ સિંગર કિંજલ રબારીએ પ્રેમ લગ્નનો વિરોધ કરનારાને ફરી લીધા આડે હાથ
પાટણઃ સિંગર કિંજલ રબારીએ પ્રેમ લગ્નનો વિરોધ કરનારાને ફરી આડે હાથ લીધા છે. કિંજલ રબારીએ વીડિયો વાયરલ કરી સમાજના આગેવાનો સામે સવાલ ઉઠાવ્યા છે. સમાજની દીકરીઓ સાથે જ મતભેદ કેમ કરાય છે. સમાજના નિયમો માત્ર દીકરીઓ પર જ શા માટે લાગુ કરવામાં આવે છે. સમાજના નિયમ દીકરી અને દીકરા માટે સરખા હોવા જોઈએ. ધમકી આપનારા આગેવાનો સામે કાયદાકીય લડત લડવાની કિંજલ રબારીએ જાહેરાત કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે પણ મદદ માગી છે.
-
ગેસ સિલિન્ડર અંગે CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન
ગેસ સિલિન્ડર અંગે CM ભૂપેન્દ્ર પટેલs જણાવ્યુ છે કે રાજ્યમાં ગેસ સિલિન્ડરની કોઈ સમસ્યા નથી. ગેસ સિલિન્ડર માટે કોઈ દોડધામ કરવાની જરૂર નથી. દરેક લોકોને સરળતાથી ગેસ મળી રહે તે માટે પૂરતો ગેસ ઉપલબ્ધ છે.
-
રાજકોટઃ રેલનગરમાં કારે બાઈકચાલકને લીધો અડફેટે
રાજકોટઃ રેલનગરમાં કારે બાઈકચાલકને લીધો અડફેટે. બાઈકચાલક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો. કારની બેફામ ઝડપને કારણે અકસ્માત થયાની શક્યતા છે. સીસીટીવીના આધારે તપાસ કરાઈ રહી છે.
-
ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈલેવલ બેઠક
ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈલેવલ બેઠક. રાજ્યમાં ગેસની સ્થિતિને લઈ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમા પુરવઠામંત્રી રમણ સોલંકી અને મુખ્ય સચિવ એમ. કે. દાસ બેઠકમાં હાજર છે. બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. અન્ન અને પુરવઠા વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર છે.
-
ગાંધીનગરઃ ગેસ સિલિન્ડર મુદ્દે કોંગ્રેસ પર ભાજપનો વળતો પ્રહાર
ગાંધીનગરઃ ગેસ સિલિન્ડર મુદ્દે કોંગ્રેસ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યુ કે દેશ અને રાજ્યમાં ગેસની કોઈ અછત નથી. સરકાર વિરોધી માહોલ ઉભો કરવા કોંગ્રેસના હવાતિયા કરી રહી છે. ગઈકાલે હોર્મુઝથી જહાજ ગુજરાત આવવા રવાના થયું છે. એક સમયે મામા-માસીના લોકોને ગેસના કનેક્શન મળ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ 12 કરોડ લોકોને ગેસ ક્નેક્શન મળ્યા છે.
-
જુનાગઢઃ માંગરોળમાં ગેસ એજન્સી પર લોકોની કતાર લાગી
જૂનાગઢઃ માંગરોળમાં ગેસ એજન્સી પર લોકોની કતાર લાગી. ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોએ પડાપડી કરી. ગેસ એજન્સી બહાર પોલીસ બંદોબસ્ત મુકવાની ફરજ પડી. ગેસ સિલિન્ડર માટે 25 દિવસની નોંધણીની શરત સામે પણ લોકોમાં રોષ ફેલાયો છે.
-
વડોદરા : LPG સિલિન્ડરની અછત વચ્ચે તંત્રે કર્યુ બુદ્ધિનું પ્રદર્શન
વડોદરા : LPG સિલિન્ડરની અછત વચ્ચે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યુ. કલેક્ટર કચેરીએ હેલ્પલાઇન નંબર તરીકે કર્મચારીનો મોબાઇલ નંબર જાહેર કર્યો. સરકારી હેલ્પલાઇન નંબર જાહેર કરવાને બદલે કર્મચારીનો નંબર કર્યો જાહેર. તંત્રએ કંટ્રોલ રૂમ ઉભો કરવાને બદલે પુરવઠા વિભાગના કર્મચારીને આગળ ધર્યો. તંત્રએ પોતાના ઓપરેટરના ખાનગી નંબરને જ હેલ્પલાઇન તરીકે જાહેર કર્યો. ઓપરેટર દ્વારા અડધા દિવસમાં જ 400થી વધુ ફોન એટેન્ડ કરવામાં આવ્યા. ઓપરેટર લોકોના પ્રશ્નો સાંભળી આશ્વાસન આપી રહ્યા છે.
-
સોમનાથ સ્વાભિમાન પર્વ પર વિમલ ચુડાસમાના આકરા પ્રહાર
સોમનાથ સ્વાભિમાન પર્વ પર વિમલ ચુડાસમાએ કર્યા આકરા પ્રહાર. સોમનાથના નામે રેલીઓ અને પ્રદર્શનો કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે કોઈપણ કાર્યક્રમ રાજકીય સ્ટંટ વગર પૂરો કર્યો. સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદે કરી. ‘રાષ્ટ્રપતિના આગમન વખતે સોમપુરા બ્રામ્હણ સમાજને અપમાનિત કરાયો’ હતો. કોંગ્રેસનો સનાતન પ્રેમ સરકાર દ્વારા સ્વીકારવો મુશ્કેલ હોવાનું વિમલ ચુડાસમાએ કહ્યુ. ‘વિકાસના નામે દુકાનો, મસ્જીદો અને મંદિરો તોડવાનું કામ કરાયું’ સાધુ સંતોની સમાધી પણ તોડવામાં આવી હોવાનો આક્ષેપ વિમલ ચુડાસમાએ કર્યો.
-
INDO-અમેરિકા ટ્રેડ ડીલ રદ્દ કરવા યુથ કોંગ્રેસ આંદોલન ચલાવશે
INDO-અમેરિકા ટ્રેડ ડીલ રદ્દ કરવા યુથ કોંગ્રેસ આંદોલન કરશે. 16 માર્ચે દિલ્લીમાં યુથ કોંગ્રેસ સંસદ ઘેરવાનો કાર્યક્રમ યોજશે. 16 માર્ચ બાદ ગુજરાત યુથ કોંગ્રેસ ટ્રેડ ડીલના વિરોધમાં દેખાવો કરશે. PM કોમ્પ્રોમાઈઝના નારા સાથે કેમ્પેઈન ચલાવશે. યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે ટ્રેડ ડીલથી 140 કરોડ દેશવાસીઓના ડેટા અમેરિકાના હાથમાં જતા રહેશે. PMમિત્ર ધર્મ નિભાવે છે, રાષ્ટ્રધર્મ નથી નિભાવતા. જો આ ટ્રેડ ડીલ રદ્દ નહીં થાય ત્યાં સુધી યુથ કોંગ્રેસ દેખાવો કરશે.
-
કુદરતી આફતોથી પીડિત રાજ્યોની વહારે કેન્દ્ર સરકાર
કુદરતી આફતોથી અસરગ્રસ્ત રાજ્યોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે વધારાની નાણાકીય સહાય જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shahની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત કુલ 6 રાજ્યોને વધારાની સહાય આપવામાં આવશે, જેમાં ગુજરાત માટે 778.67 કરોડ રૂપિયાની મદદ મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને જમ્મુ-કાશ્મીરને પણ સહાય ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે 28 રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિસાદ નિધિ (SDRF) હેઠળ કુલ 20,735.20 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ નિધિ (NDRF) હેઠળ 21 રાજ્યોને 3,628.18 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ સહાય કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનમાંથી રાહત અને પુનઃસ્થાપન કામગીરીને ઝડપી બનાવવા માટે આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
-
અરવલ્લી: શામળાજી નજીક SMCની ટીમે કર્યું ફાયરિંગ
અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને રાજસ્થાનમાંથી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને કાબૂમાં લેવા માટે SMCની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત થયો હતો, જેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પીઆઈ સહિત પોલીસની વિવિધ ટીમો પણ હોસ્પિટલમાં પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
સરદાર સરોવરના પાણીથી કરોડો રૂપિયાની આવક
સરદાર સરોવરે ભરી ગુજરાતની તીજોરી. સરદાર સરોવરના પાણીથી કરોડો રૂપિયાની આવક થઇ રહી છે. રાજ્ય સરકારે 2 વર્ષમાં 1620.65 કરોડની કમાણી કરી. વિવિધ હેતુ માટે સરકાર દ્વારા અપાતા પાણીથી કરોડો રૂપિયાની આવક થઇ છે. કોંગ્રેસ MLA અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નમાં સરકારે માહિતી આપી.
-
સરકારે જાહેર કરેલી કલ્પસર યોજના હજુ પણ કલ્પનાઓમાં
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કલ્પસર યોજના હજુ સુધી અમલમાં આવી શકી નથી અને લાંબા સમયથી માત્ર કલ્પનાઓમાં જ રહી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2003માં આ યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 23 વર્ષ બાદ પણ યોજના આગળ વધી શકી નથી. સરકારના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન યોજનાના અભ્યાસ માટે કુલ 8 સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેના પાછળ લગભગ 2.268 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી 2003ના રોજ આ યોજનાની સંપૂર્ણ શક્યતાનો અહેવાલ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માહિતી વિધાનસભામાં અમિત ચાવડા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિત રૂપે આપી છે.
-
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય અંગે મોટો ખુલાસો
ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય અંગે એક મહત્વનો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન પૂર અને ભારે વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પાસે કુલ 18,287.6 કરોડ રૂપિયાની સહાયની માંગણી કરી હતી. વર્ષ 2024 માટે રાજ્ય સરકારે 11,274.02 કરોડ રૂપિયા અને વર્ષ 2025 માટે 7,013.58 કરોડ રૂપિયાની સહાય માગી હતી. જોકે, કેન્દ્ર સરકારે 2024 માટે કરવામાં આવેલી માંગણી સામે માત્ર 394.28 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મંજૂર સહાય અંગે રાજ્ય સરકારને 3 ઓક્ટોબર 2025ના રોજ પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જ્યારે 2025 માટે રાજ્ય સરકારે કરેલી સહાયની માંગણી હજુ પણ વિચારાધીન હોવાનું સરકારે જણાવ્યું છે. આ માહિતી વિધાનસભામાં Jignesh Mevani દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સામે આવી છે.
-
સુરત: અઠવા અને બારડોલી રેલવે પોલીસની સરાહનીય કામગીરી
સુરતના અઠવા અને બારડોલી રેલવે પોલીસની ઝડપી અને સરાહનીય કામગીરીનો દાવા કર્યા છે. તાજેતરમાં 4 મહિનાની બાળકીનું અપહરણ થયું હતું, જે નાનપુરા વિસ્તારમાંથી ગુમ થઇ હતી. પોલીસે 24 કલાકમાં લગભગ 1500 CCTV ફૂટેજ તપાસી અપહરણકર્તાઓનો ભેદ ઉકેલ્યો. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી દંપતી નંદુરબારના રહેતા છે. બાળકીનું અપહરણ કરનાર દંપતી ઝડપાઇ ગયા અને પોલીસએ ફૂલ જેવી નાનકી બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારના હાથે પરત આપી. હાલમાં, પોલીસ તે તપાસ કરી રહી છે કે આ અપહરણ પાછળનું કારણ શું હતું અને આગળની કાર્યવાહી માટે પુરાવાઓ એકત્રિત કરી રહી છે.
-
સાબરકાંઠાઃ ઈડર ગઢના ડુંગર પર લાગેલી આગ કલાકો બાદ કાબૂમાં
સાબરકાંઠાના ઈડર ગઢના ડુંગર પર લાગેલી આગ કલાકોની મહેનત બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગે આ આગ બુઝાવવા માટે 12 કલાકમાં લગભગ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ઈડરના ત્રણ અને હિંમતનગરના ફાયર ફાયટર્સે કલાકો સુધી મહેનત કરીને આગ પર નિયંત્રણ મેળવ્યું. ફાયર ટીમના 20 કર્મચારીઓએ 12 કલાક ખડે પગે રહી આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી. આગના કારણે ડુંગર પરના આકાશી દ્રશ્યો નજરે પડ્યા, જેનાથી સ્થળની તીવ્રતા અને જોખમ સ્પષ્ટ થયું. વારંવાર આગ લાગતા ડુંગર પર રહેલા વન્યજીવો પર ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે. વનપ્રેમીઓ અને સ્થાનિકોએ આગના આ બનાવને લઇ ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આવનારા સમયમાં વારંવાર આવી ઘટના ડુંગર પરના પર્યાવરણ અને પ્રાણીઓ માટે જોખમી બની શકે છે.
-
ઈરાનના સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ અંગે ચોંકાવનારો દાવો
ઈરાનના સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈને લગતી તાજેતરની જાણકારીમાં ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. બ્રિટિશ અખબાર ‘ધ સન’ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ લીડર ખામેનેઈ હાલમાં કોમામાં છે અને તેમના એક પગ કપાઈ ગયો છે. અખબારના મુજબ ખામેનેઈના પેટ અને લિવર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. જોકે, ગયાકાલે જ મુજ્તબા ખામેનેઈનો પહેલો સંદેશ જાહેર થયો હતો, જેનાથી તેમની તબીયત અંગે વિવિધ ચર્ચાઓની શરૂઆત થઈ છે. સુપ્રીમ લીડરના સંદેશ બાદ બ્રિટિશ અખબારના આ દાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખલાસ અને ચર્ચા જાગી છે.
-
બનાસકાંઠા: ધાનેરામાં લક્ઝરી બસમાં વિકરાળ આગમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં નેનાવા બોર્ડર નજીક લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં 7 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 6 ઘાયલોને વધુ સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
-
ગિરનાર અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મંદિરના CCTV ફૂટેજમાં પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન મહિપાલસિંહ બસિયાએ આ વીડિયો વાયરલ કરી..આક્ષેપ કર્યો છે કે મંદિર આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી ન લેવાઈ. સીસીટીવી માં દેખાતા કુંદનગીરી અને દુષ્યંત ગીરી નામના પૂજારી હોવાનું ઉલ્લેખ કરાયો છે..અને પ્રાંત અધિકારી અને વહીવટદારને પૂજારી સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે
-
વડોદરા શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના
વડોદરા શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. કાકા સાહેબ ટેકરા નજીક જીઆઈએસએફના એક કર્મચારીએ હવામાં ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન આરોપી પાસેથી બંદૂક તથા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો એવી માહિતી મળી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆન સાથે કરી વાતચીત
વડાપ્રધાન મોદી એ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે તાજેતરની યુદ્ધ જેવી સ્થિતિ અંગે ફોન પર વાતચીત કરી. બન્ને નેતાઓએ વિસ્તારમાં વધતા તણાવ અને તેની અસર અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે યુદ્ધમાં થયેલા જાનહાનિ અને સંપત્તિના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હંમેશા શાંતિ અને સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમર્થન આપે છે.
Published On - Mar 13,2026 7:22 AM
