Rajkot : દિવાળીની ઉજવણી મોંઘી બનશે, ફટાકડાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો

|

Oct 20, 2021 | 6:02 PM

આ વખતના તહેવારો ઉજવવા મધ્યમ વર્ગને ખુબ જ મોંઘા પડવાના છે. ખાદ્યતેલ હોય કે અનાજ અને કઠોળ. ગત વર્ષની સરખામણીએ ભાવ આસમને છે. તેલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા ભાવમાં વધારો તો કઠોળ અનાજમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે.

Rajkot : દિવાળીની ઉજવણી મોંઘી બનશે, ફટાકડાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો
Rajkot: Diwali celebrations will become more expensive, with the price of fireworks going up by 10 to 15 per cent

Follow us on

સામાન્ય લોકો માટે આ વર્ષે દિવાળીની ઉજવણી મોંઘી બનશે. ફટાકડાના ભાવમાં વિવિધ કારણોસર ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. તેમ છતાં કોરોનાની લહેર ધીમી પડતા વ્યાપારીઓ સારો વેપાર થાવાની આશા રાખી રહ્યા છે.

ગત વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસરને કારણે વધ્યા છે ભાવ, કોરોના ધીમો પડતા લોકો બજારમાં ખરીદી કરવા નીકળશે તેવી આશા

દિવાળીમાં મીઠાઈ અને ડ્રાય ફ્રુટની સાથે સાથે ફટાકડાનું પણ સારું એવું વેચાણ થતું હોય છે. પરંતુ ગત વર્ષની તુલનામાં ફટાકડાના ભાવમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર દરેક જગ્યાએ પડી છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને મોંઘવારી વધવાથી ફટાકડા મોંઘા બન્યા છે. તેવું વ્યાપારીઓ નું કહેવું છે. જો ભાવ પર નજર કરીએ તો,

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ફટાકડા              ગતવર્ષ              આ વર્ષ

ફુલઝર                  5                       8
ચકરી                   40                     60-70 (box)
પોપ પોપ              5                       10
મોટા બોમ્બ        60 -70(box)   100
શંભુ                     15                      20

જોવા મળી રહ્યા છે. હાલ કોરોના કાબૂમાં આવ્યો છે. પ્રતિબંધો હળવા બન્યા છે. ત્યારે વ્યાપારીઓ પણ સારા વ્યાપારની આશા રાખી રહ્યા છે. લોકો પણ હવે બજારમાં ખરીદી કરવા નીકળશે તેવી આશા રાખી રહ્યા છે.

આ વર્ષે મોટા ફટાકડાં માં કોઈ નવી વેરાયટી આવી નથી. પરંતુ નાના બાળકો માટેના ઘણા નવા ફટાકડા બજારમાં જોવા મળી રહ્યા છે. સાતમ-આઠમ અને નવરાત્રિ જેવા તહેવારો લોકોએ સામાન્ય પ્રતિબંધો હેઠળ ઉજવ્યા છે. ત્યારે હાલ કોરોનાની લહેર ધીમી પડતા લોકો દિવાળી ઉત્સાહથી ઉજવશે અને વ્યાપાર સારો થશે. અને બજારની રોનક પાછી ફરશે. તેવી વ્યાપારીઓને પણ આશા છે.

આ વખતના તહેવારો ઉજવવા મધ્યમ વર્ગને ખુબ જ મોંઘા પડવાના છે. ખાદ્યતેલ હોય કે અનાજ અને કઠોળ. ગત વર્ષની સરખામણીએ ભાવ આસમાને છે. તેલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા ભાવમાં વધારો તો કઠોળ અનાજમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે.

 

આ પણ વાંચો : BANASKANTHA : જિલ્લાના 3 જળાશયોમાં પાણીનો અપૂરતો જથ્થો, સિંચાઇ-પીવાના પાણીની સમસ્યાને લઇને સવાલો

આ પણ વાંચો : S Jaishankar Israel Visit: વિદેશપ્રધાન એસ.જયશંકરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

Published On - 5:44 pm, Wed, 20 October 21

Next Article