વડોદરા શહેરની જાણે કે કાયાકલ્પ થઈ રહી છે. રોડ રસ્તાનું સમારકામ, રસ્તાઓ પર વોલ પેઈન્ટિંગ. આ બધી જ તૈયારીઓ પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝની મુલાકાતને લઈને થઈ રહી છે. બંન્ને નેતાઓ 28મીના રોજ વડોદરાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે શહેરને જાણે કે શણગારવામાં આવી રહયું છે.
સ્પેનના પીએમ જ્યારે વડોદરા આવી રહ્યા છે ત્યારે સ્પેનનું ડેલીગેશન શહેરની મુલાકાતે આવ્યું છે. સ્પેન ડેલીગેશન દ્વારા એરપોર્ટ રન-વેનું નિરીક્ષણ કરાયું હતું. સાથે જ વડોદરાના જૂના એરપોર્ટ પર ટીમ દ્નારા સંપૂર્ણ નિરીક્ષણ કરાયું હતું. સ્પેનના PMનું એરક્રાફ્ટ ક્યાં ઊભું રેહેશે, તે ક્યાંથી ઉતરશે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ તરફ વહીવટી વિભાગના પ્રોટોકોલ અધિકારી, ડે. કલેકટર, માર્ગ મકાનના અધિકારી પણ હાજર રહ્યા હતા.
આ તરફ બંન્ને પીએમ 28મી તારીખે ન્યૂ આઈપી રોડ પર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે ત્યાના આસપાસના વિસ્તારોમાં પણ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.
બંન્ને દેશના પીએમ એક સાથે રોડ શો પણ કરવાના છે. જો કે ખાસ વાત એ છે કે બંન્ને દેશના પીએમ વચ્ચે વ્યાપારિક કરારો પણ થઈ શકે છે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટના કાર્યક્રમ બાદ બાદ બંને દેશના વડાપ્રધાન માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન સાથે રાજવી પરિવાર ભોજન લેશે. દરબાર હોલ ખાતે જ ભારત અને સ્પેન વચ્ચેના ઐતિહાસિક કરાર પર બંને વડાપ્રધાન સહી કરશે.
મહત્વનું છે કે વડોદરામાં C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા માટે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2026માં વાયુસેના માટે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા c 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનીને તૈયાર થશે. અને એટલા માટે પણ આ મુલાકાત ભારતની ઐતિહાસિક મુલાકાતોમાની એક સાબિત થશે અને તેનું સાક્ષી વડોદરા બનશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:08 pm, Fri, 18 October 24