આણંદ અને ખંભાત વચ્ચે ઈલેકટ્રીક મેમુ ટ્રેન દોડાવાશે, 8 ગામના લોકોને પણ થશે ફાયદો

આણંદ અને ખંભાત વચ્ચે ઈલેકટ્રીક મેમુ ટ્રેન દોડાવાશે, 8 ગામના લોકોને પણ થશે ફાયદો

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું Khambhat  તેના અકીક ઉદ્યોગના લીધે જાણીતું છે. જો કે તેની કનેક્ટીવીટી માટે હાલ માત્ર રોડ માર્ગ સારી રીતે જોડાયેલો છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 03, 2021 | 7:49 PM

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું Khambhat  તેના અકીક ઉદ્યોગના લીધે જાણીતું છે. જો કે તેની કનેક્ટીવીટી માટે હાલ માત્ર રોડ માર્ગ સારી રીતે જોડાયેલો છે. જ્યારે તે રેલ્વે માર્ગ સાથે જોડાયેલું છે, પરંતુ તેની પર માત્ર હાલ ડીઝલ એન્જિનવાળી ડેમુ ટ્રેન એક દાયકાથી દોડે છે. હાલ આ ડેમુ ટ્રેનને આણંદથી Khambhat વચ્ચેના 53 કિલોમીટરના અંતરને કાપવા માટે સવાથી દોઢ કલાકનો સમય લાગે છે.

તેવા સમયે ખંભાત અને આણંદ વચ્ચે રેલ્વે કનેક્ટીવીટીને વધારવા માટે હવે ડીઝલના બદલે ઈલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના પગલે હવે આણંદથી ખંભાત વચ્ચેનું અંતર માત્ર 40 મિનિટમાં જ કાપી શકાશે. જેના પગલે ખંભાત અને પેટલાદના 8 જેટલા ગામોને પણ તેનો લાભ મળશે.

હાલ પશ્ચિમ રેલ્વે દ્વારા આ રુટ પર ઈલેકટ્રીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામ વર્ષ 2023 પૂર્વે  સમાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખંભાત આણંદ જિલ્લાનું છેવાડુંનું ગામ છે. જો કે આ વિસ્તારના વિકાસમાં રેલ્વેતંત્ર દ્વારા એક લાઈન આપીને તેની પર અત્યાર સુધી માત્ર ડીઝલ એન્જિન ધરાવતી ટ્રેન ચલાવે છે. પરંતુ આ વિસ્તારના લોકોની માંગ અને સુવિધા વધારવાના ભાગરૂપે આ વિસ્તારમાં હવે ઈલેક્ટ્રિક મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: MILIND SOMANએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 26 વર્ષ નાની અંકિતા સાથે નહોતો કરવા માંગતો લગ્ન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati