Education News: જાણો GSIRF રેન્કિંગમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને કયો રેન્ક મળ્યો?

|

Jun 23, 2021 | 4:34 PM

Education News:  સતત બીજા વર્ષે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) ગુજરાત સ્ટેટ ઈન્સ્ટીટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક 2020-2021માં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

Education News: જાણો GSIRF રેન્કિંગમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને કયો રેન્ક મળ્યો?
સાંકેતિક તસ્વીર

Follow us on

Education News: સતત બીજા વર્ષે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) 2020-2021માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આપને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીને 5માંથી 4.6 ગુણાંક મળ્યા છે. જ્યારે પંડિત દીનદિયાળ યુનિવર્સિટીએ 4.2 ગુણાંક સાથે બીજો રેન્ક મેળવ્યો છે. સાથે જ નિરમા યુનિવર્સિટીએ ત્રીજો રેન્ક મેળવ્યો છે. ત્યારબાદ ચોથા ક્રમાંકે સેપ્ટ યુનિવર્સિટી અને પાંચમાં ક્રમાંકે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

 

આ સાથે જ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર એડવાન્સ સ્ટડીઝ રિસર્ચ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ, ચંદનબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, શ્રી મણિભાઈ વીરાણી એન્ડ શ્રીમતી નવલબેન વીરાણી સાયન્સ કોલેજ , સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરતને ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આપને જણાવી દઈએ કે રાજ્યના શિક્ષણ વિભાગે ટીચિંગ, લર્નિંગ, રિસર્ચ,સ્ટુડન્ટ સ્ટ્રેન્થ, પ્લેસમેન્ટ, પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટ કમ્સ, આઉટરિચ એન્ડ ઈન્ક્લુસિવિટી સહિત વિવિધ માપદંડોની ચકાસણીના આધારે વિવિધ યુનિવર્સિટીઓ કોલેજોના ગુજરાત સ્ટેટ ઈન્સ્ટીટયુશનલ રેટિંગ ફ્રેમ વર્ક 2020-2021ની જાહેરાત કરાઈ હતી.

 

આપને જણાવી દઈએ કે આમાં કુલ 35 યુનિવર્સિટી અને 190 કોલેજો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે વર્ષ 2019-2020માં કુલ 130 યુનિવર્સિટી અને કોલેજએ ભાગ લીધો છે. એ આંકડો વધીને આજે 225 થઈ ચૂક્યો છે.

 

આ પણ વાંચો: CORONA સામે ‘સુપરવેક્સિન’ આવી રહી છે, તમામ વેરિઅન્ટ પર અસરકારક રહેશે, મહામારીનો ખતરો ટળી જશે

Next Article