Breaking News : વડોદરાના મંજુસર GIDCમાં આવેલ નીઓ સિલ નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ચારથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે

|

Aug 20, 2023 | 2:54 PM

વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીમાં કેમિકલ બનાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Breaking News : વડોદરાના મંજુસર GIDCમાં આવેલ નીઓ સિલ નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ચારથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે
Vadodara

Follow us on

Breaking News : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યા વડોદરામાં વધુ એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીમાં કેમિકલ બનાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Vadodara: ક્ષત્રિય સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માગ, DYSP સહિત અનેક અધિકારી શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા, જુઓ Video

જોકે હજી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. મળતી માહિતી અનુસાર કંપની સોલ્યુશન લગાવવા માટેનું પ્રોડક્શન કરે છે. આગની જાણ થતા ચારથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ ભીષણ લાગવાથી સમગ્ર કંપની આગની ઝપેટમાં આવી છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

સુરતની કંપનીમા લાગી આગ

તો બીજી તરફ આજે સુરતની ઘટનામાં ત્રણ લોકો દાઝ્યા હોવાની વિગત સામે આવી છે. કલાકો બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. હરિયાલ GIDCમાં આવેલી મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી છે.

તો આ અગાઉ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જેમાં મેજર કોલ બોલાવવામાં આવ્યો હતો.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:04 pm, Sun, 20 August 23

Next Article