Video : કેવી રીતે કરવું સ્વરક્ષણ, જોઈ લો… ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત રાજ્યમાં યૂદ્ધ અને કુદરતી આપત્તિના સંદર્ભે મોકડ્રિલની કવાયત
ગુજરાતમાં 7 એપ્રિલ પછી મોટાપાયે “ઓપરેશન શિલ્ડ” નામનું મોકડ્રિલ યોજાયું. રાજ્યના 18 જિલ્લાઓમાં યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોના રક્ષણ માટે NDRF, સેના અને અન્ય સંસ્થાઓએ ભાગ લીધો. ડ્રોન હુમલા, આગ, પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયારીઓનું પ્રતિબિંબ જોવા મળ્યું.

7 એપ્રિલ પછી રાજ્યમાં ફરીવાર આજ રોજ મોટાપાયે ‘મોકડ્રિલ’ યોજાઈ છે. રાજ્યના 18 જિલ્લામાં ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત સિવિલ ડિફેન્સની ભૂમિકા સાથે સંકળાયેલી આ કવાયત યોજાઈ, જેમાં યુદ્ધ કે હવાઈ હુમલા જેવી અસાધારણ સ્થિતિઓમાં નાગરિકોને રક્ષણ કેવી રીતે આપવું તે અંગે તંત્ર દ્વારા તૈયારીઓનું પ્રતિબિંબ જોવા મળ્યું.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સદર બજારમાં મોકડ્રિલ યોજાઈ, જેમાં NDRF, ભારતીય સેના અને ફાયર વિભાગના જવાનો જોડાયા હતા. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રીતે ખસેડવાની તથા રાહત કામગીરી માટેના પગલાં શીખવવામાં આવ્યા.
ગાંધીનગરમાં એરફોર્સ કોલોની તેમજ વાયુ શક્તિ નગર વિસ્તારમાં પણ મોટાપાયે કવાયત હાથ ધરાઈ. અહીં સિવિલ ડિફેન્સ, NCC અને ફાયર બ્રિગેડના જવાનો હાજર રહ્યા. હુમલાની સ્થિતિમાં બચાવ અને રાહત માટે કેવી કામગીરી કરવી તે અંગે તંત્ર દ્વારા જીવંત અભ્યાસ કર્યો ગયો.
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં સ્થિત સ્મૃતિવન મ્યુઝિયમ ખાતે ખાસ રીતે ડ્રોન હુમલાની સ્થિતિનું અભ્યાસકામ કરાયું. અહીં ટ્રાફિક મેનેજમેન્ટ, આર્મી કોન્વોયને સુરક્ષિત રીતે પસાર કરાવવાની પ્રક્રિયા, અને હુમલા બાદ ઘાયલોને સારવાર માટે ખસેડવાની કામગીરી અભ્યાસરૂપે હાથ ધરાઈ. રાત્રિના 8 વાગ્યાથી 8:30 સુધી સંપૂર્ણ અંધારપટ જાળવીને કવાયત કરાઈ. તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ તેમાં ભાગ લીધો.
રાજકોટ શહેરમાં માધાપર અને જામનગર હાઈવે, તેમજ મોરબી બાયપાસ નજીક પણ આવા પ્રકારની ડ્રિલ યોજાઈ. અહીં જુદી જુદી સંસ્થાઓએ સંગઠિત રીતે કામગીરી કરી અને લોકોના સ્થળાંતર, બચાવ તેમજ તાત્કાલિક સારવાર જેવી બાબતોનો અભ્યાસ કર્યો.
સુરત જિલ્લામાં પણ ‘ઓપરેશન શિલ્ડ’ હેઠળ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે વિશાળ કવાયત યોજાઈ. કલેક્ટર અને મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાત્રે 8થી 8:30 સુધી અંધારપટ જાળવી વિવિધ 51 સ્થળો પરથી સાયરન વગાડી તાત્કાલિક કામગીરીના પાયાના અભ્યાસ હાથ ધરાયો.
નવસારી શહેરના લુન્સિકુઈ મેદાન નજીક આવેલા સીટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફ્રરી ના માહોલ વચ્ચે ફાયર અને વહીવટી તંત્રના સહકારથી યોજવામાં આવી હતી.
કુદરતી આપત્તિઓ સામે સજ્જતા માટે અમદાવાદની સાબરમતી નહેર નજીક ખાસ કવાયત યોજાઈ. NDRF, SDRF, NCC, પોલીસ તથા સિવિલ ડિફેન્સની સંયુક્ત ટીમોએ પૂર જેવી સ્થિતિમાં રાહત કામગીરી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું. NDRF દ્વારા બચાવ કામગીરી સાથે સાથે ડ્રોન દ્વારા જરૂરી સહાય કઈ રીતે પહોંચાડવી તે અંગે તાલીમ આપવામાં આવી. ભારતીય સેનાએ સ્થળાંતર અને રાહત શિબિરો સુધી લોકોની સુરક્ષિત રીતે વહિવટ કરવાના અભ્યાસ કરાવ્યો.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો