Ahmedabad: મિલકતનો વિવાદ બન્યો લોહિયાળ, ભત્રીજાએ સગા કાકાની તલવારના ઘા ઝીંકી કરી હત્યા

Ahmedabad: પારિવારિક વિવાદે વધુ એક ઘરના મોભીનો ભોગ લીધો છે. મિલકતના વિવાદમાં ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી નાખી. ભત્રીજાએ કાકાને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા ત્યારબાદ કાકાને હોસ્પિટલ પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો.

Ahmedabad: મિલકતનો વિવાદ બન્યો લોહિયાળ, ભત્રીજાએ સગા કાકાની તલવારના ઘા ઝીંકી કરી હત્યા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 18, 2023 | 10:49 PM

Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં મિલકતના વિવાદમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. મિલકતનો વિવાદમાં ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.

સમગ્ર ઘટનાની હકીકત મુજબ નિકોલ ગામમાં બળિયાદેવના ટેકરા પર રહેતા વજેસિંહ ઠાકોર અને તેમના ભત્રીજા વચ્ચે મિલકતને લઈને છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. આ મિલકતના ભાડાની ઉઘરાણીના ઝઘડામાં કાકાભત્રીજા વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને આ બોલાચાલીમાં ભત્રીજાએ કાકા પર જીવલેણ હુમલો કરી દીધો.

કાકા પર ભત્રીજાએ તલવારના ઘા ઝીંક્યા. ત્યારબાદ ઈજાગ્રસ્ત કાકાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈને ત્યાંથી ફરાર થઈ ગયો. વજેસિંહને સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નિપજ્યુ. નિકોલ પોલીસે ભત્રીજા સામે હત્યાનો ગુનો નોંધી ફરાર ભત્રીજાને શોધવા તપાસ હાથ ધરી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મિલકતના ભાડાને લઈને લાંબા સમયથી ચાલતી હતી તકરાર

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મૃતક વજેસિંહના ચાર ભાઈ છે. જેમા ભત્રીજા નરેન્દ્રના પિતા મૃત્યુ પામ્યા છે. આથી પરિવારની મિલકતની જવાબદારી વજેસિંહના હાથમાં હતી. આ મિલકતના ભાડાને લઈને છેલ્લા ઘણા સમયથી કાકા ભત્રીજા વચ્ચે તકરાર ચાલતી હતી. આરોપી નરેન્દ્ર રીક્ષા ચલાવે છે. આ ઘટના બાદ આરોપી ફરાર થઇ જતા નિકોલ પોલીસે ભત્રીજા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી.

મિલકતના વિવાદમાં સંબંધોની હત્યા

શહેરમાં સંબંધોની હત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. પુત્રએ માતાની હત્યા કરી તો પત્નીએ પતિની હત્યા કરી. જ્યારે હવે ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધો. પારિવારિક ઝઘડા અને અદાવતમાં હત્યાના કિસ્સા વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. હાલમાં નિકોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad : બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, એક આરોપી સામે 7 અને અન્ય એક આરોપી સામે 2 ગુના દાખલ, જુઓ Video

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">