નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ટિકિટ રિફંડ અને રદ કરવાના નિયમોમાં થોડા બદલાવ કર્યા છે. જે અંગે તેમણે ગુરુવારે જાહેરાત કરી છે. નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરો પર લાગુ પડે છે. આ સાથે પણ નિયમમાં એ પણ બદલાવ છે કે જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો એરલાઈન રિફંડ માટે જવાબદાર રહેશે. DGCA એ એરલાઈન્સને 14 કાર્યકારી દિવસોમાં તમામ રિફંડ પ્રક્રિયા કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે મુસાફરોને હવે વધુ રાહ જોવી પડશે નહીં, અને રિફંડ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક હશે.