AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન- ઈઝરાયેલ જંગમાં રોકાણકારો હોમાશે! આ યુદ્ધની આગમાં આખું બજાર ખાખ, મોટી પોઝિશન લેતા પહેલા 100 વાર વિચારજો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભયાનક જંગને કારણે હવે રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, 2 માર્ચના રોજ 'બ્લડી મન્ડે' સર્જાઈ શકે છે, જેમાં શેરબજારમાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા થવાની પૂરી શક્યતા છે.

| Updated on: Feb 28, 2026 | 3:46 PM
Share
ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરી દીધો છે, જેના કારણે ખાડી દેશોમાં તણાવ વધી ગયો છે. ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે અને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા છે.

1 / 10
વિશ્લેષકોનું કહેવું છે કે, આની અસર સ્ટોક અને કોમોડિટી માર્કેટ પર પડશે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ભારત સહિત વિશ્વના મોટા શેરબજારોમાં 2 માર્ચના રોજ મોટી વેચવાલી (Sell-Off) જોવા મળી શકે છે.

2 / 10
વેલ્થમિલ સિક્યોરિટીઝના ઈક્વિટી સ્ટ્રેટેજીસ્ટ ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે, "જ્યારે જીઓ-પોલિટિકલ તણાવ (Geopolitical Tension) વધે છે, ત્યારે નકારાત્મકતા વધે છે અને માર્કેટમાં વેચવાલીનું દબાણ વધી જાય છે. આથી, તેની શરૂઆતી પ્રતિક્રિયા બજારોમાં મોટા ઘટાડા તરીકે જોવા મળી શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, બજારની નજર મધ્યપૂર્વમાં વધતા તણાવ પર રહેશે. માર્કેટ એ જોશે કે, આ ટૂંકાગાળાનો સંઘર્ષ છે કે પછી લાંબા સમય સુધી ચાલનારું યુદ્ધ છે.

3 / 10
એનરિચ મનીના સીઈઓ પોનુમુદી આર. એ જણાવ્યું હતું કે, ભારત માટે મધ્યપૂર્વમાં વધતો તણાવ ચિંતાનો વિષય છે. આનું મુખ્ય કારણ એ છે કે, ભારત ક્રૂડ ઓઈલનો મોટો આયાતકાર દેશ છે. ક્રૂડની કિંમતોમાં ઉછાળાની અસર સરકારની આર્થિક સ્થિતિ પર પડશે. એવામાં જ્યાં સુધી શેરબજારની વાત છે, તો બજારનું સેન્ટિમેન્ટ પહેલેથી જ નબળું છે. ફેબ્રુઆરી મહિનામાં શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

4 / 10
બાથિનીએ કહ્યું, "મોટો પ્રશ્ન એ છે કે, આ લડાઈનું સ્વરૂપ આગળ કેવું રહેશે? અત્યારે ક્રૂડની કિંમત 67 ડોલર પ્રતિ બેરલ છે. બ્રન્ટ ક્રૂડમાં પહેલેથી જ 2 ટકાનો ઉછાળો આવ્યો છે. જો તેમાં વધુ તેજી આવશે, તો ભારતીય બજાર પર દબાણ વધશે. આનાથી મધ્યમગાળામાં વેચવાલી વધી જશે."

5 / 10
તેમણે ઉમેર્યું કે, ભારતની નજર આ લડાઈ પર ટકેલી હશે. જો ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલથી ઉપર જશે તો ભારત પર તેની મોટી અસર પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ક્રૂડની કિંમતોમાં ઉછાળાનો અર્થ છે કે, મોંઘવારી (Inflation) વધશે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે.

6 / 10
નિષ્ણાતોના મતે, આ લડાઈની સૌથી પહેલી અસર ઓઈલ કંપનીઓ પર પડશે. પેઈન્ટ કંપનીઓ પર પણ દબાણ વધશે. એવિએશન (વિમાન) કંપનીઓનો ઓપરેશનલ ખર્ચ વધી જશે, જેના કારણે વિમાન ભાડામાં વધારો જોવા મળી શકે છે. ઘણી એરલાઈન્સ મધ્યપૂર્વના રૂટનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે, જેનાથી વિદેશ જવાનો ખર્ચ વધશે અને લોકોએ વધુ પૈસા ખર્ચવા પડશે.

7 / 10
નિષ્ણાતો સલાહ આપે છે કે, રોકાણકારોએ 2 માર્ચ ના રોજ બજારમાં મોટા ઘટાડા માટે તૈયાર રહેવું જોઈએ. હાલમાં ટ્રેડર્સને પણ મોટી પોઝિશન લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. 2 માર્ચ પહેલાના ઘટનાક્રમની અસર બજાર પર જોવા મળશે. હાલમાં બંને પક્ષોનું વલણ આક્રમક છે. સમાચાર છે કે, ઈરાને વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. આનો અર્થ એ છે કે, હાલમાં લડાઈ વધવાની પૂરી શક્યતા છે.

8 / 10
બીજું કે, જેમ જેમ યુદ્ધની આશંકા વધે છે, તેમ તેમ વૈશ્વિક રોકાણકારો જોખમથી બચવા માટે સુરક્ષિત અસ્કયામતો (Safe Assets) તરફ વળે છે. સોના અને ચાંદીના ભાવ આ માહોલમાં ઝડપથી વધી રહ્યા છે. ઉદાહરણ તરીકે, આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું લગભગ ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 3% થી વધુની તેજી જોવા મળી છે.

9 / 10
આવા સમયે, જ્યારે શેરબજારમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો પોતાની મૂડીને 'સેફ-હેવન એસેટ્સ' એટલે કે ગોલ્ડ અને સિલ્વરમાં ખસેડવા લાગે છે, જેના કારણે આ ધાતુઓના ભાવમાં વધુ તેજી આવવાની શક્યતા બની રહે છે.

10 / 10

Stock Market : બજારમાં સુનામી… 25,000 ના લેવલ પર નિફ્ટીની લડાઈ, રોકાણકારોના શ્વાસ અધ્ધર

g clip-path="url(#clip0_868_265)">