AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Tips: શું તમારા ઘરમાં પણ ગરોળીઓએ ડેરો જમાવ્યો છે? ગરોળીઓને માર્યા વગર હંમેશા માટે દૂર ભગાડવાના 5 જાદુઈ ઘરેલું ઉપાય

ઉનાળાની શરૂઆત થતા જ ઘરમાં ગરોળીઓનો આતંક વધી જાય છે. કેમિકલ કે ઝેરી સ્પ્રેના બદલે રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ગરોળીઓને ઘરની બહાર કેવી રીતે કાઢવી, જાણો આ લેખમાં ગરોળી ભગાડવાની 5 અસરકારક રીતો.

| Updated on: Feb 28, 2026 | 3:19 PM
Share
શું તમે પણ ઘરની દીવાલો પર રખડતી ગરોળીઓથી પરેશાન છો? ગરોળીઓ માત્ર ડર જ પેદા નથી કરતી, પણ હાઈજીનની દૃષ્ટિએ પણ જોખમી હોય છે. ઘણીવાર લોકો તેને ભગાડવા માટે ઝેરી સ્પ્રેનો ઉપયોગ કરે છે, જે બાળકો અને પાલતુ પ્રાણીઓ માટે નુકસાનકારક હોઈ શકે છે. આજે અમે તમને ગરોળીઓને માર્યા વગર ઘરની બહાર કાઢવાના કેટલાક સુરક્ષિત અને અસરકારક દેશી રસ્તાઓ જણાવીશું.

1 / 7
કાળા મરી અને લાલ મરચાનો જાદુઈ સ્પ્રે: ગરોળીઓને તીખી અને તેજ ગંધથી સખત નફરત હોય છે. કાળા મરી અને લાલ મરચાનો પાવડર પાણીમાં ભેળવીને સ્પ્રે બોટલમાં ભરી લો. ઘરના ખૂણાઓ, તિરાડો અને ટ્યુબલાઇટની પાછળ આ પાણીનો છંટકાવ કરો. તેની તીખી ગંધ તેમને તરત જ ભાગવા માટે મજબૂર કરી દેશે.

2 / 7
ડુંગળી અને લસણની ગંધનો વાર: ડુંગળી અને લસણમાં સલ્ફર હોય છે, જેની તેજ ગંધ ગરોળીઓ માટે અસહ્ય હોય છે. તમે લસણની કળીઓને દોરામાં બાંધીને બારીઓ પર લટકાવી શકો છો અથવા ડુંગળીનો રસ પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકો છો. આ નુસ્ખો ગરોળીઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.

3 / 7
તમાકુના દ્રાવણનો ઉપયોગ: તમાકુની ગંધ પણ ગરોળીઓને દૂર રાખવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. થોડી તમાકુને પાણીમાં પલાળીને તેનું દ્રાવણ તૈયાર કરી લો. આ પાણીનો સ્પ્રે કરવાથી ગરોળીઓ તે જગ્યાની આસપાસ પણ ફરકતી નથી.

4 / 7
કપૂરની ગોટીથી મળશે રાહત: પૂજામાં વપરાતું કપૂર પણ એક ઉત્તમ 'લિઝાર્ડ રિપેલન્ટ' છે. ઘરના ખૂણામાં, કબાટની ઉપર અને સિંકની નીચે કપૂરની 1-2 ગોટી મૂકી દો. કપૂરની સુગંધથી વાતાવરણ તો શુદ્ધ થશે જ, સાથે ગરોળીઓ પણ ઘરની બહારનો રસ્તો પકડશે.

5 / 7
ફુદીનાના પાનનો કમાલ: ફુદીનાની તાજી સુગંધ આપણને ગમે છે, પણ ગરોળીઓને તે બિલકુલ પસંદ નથી. તમે ફુદીનાના પાનને લસોટીને ખૂણામાં રાખી શકો છો અથવા બજારમાં મળતા ફુદીનાના તેલના (Peppermint oil) થોડા ટીપાં પાણીમાં ભેળવીને સ્પ્રે કરી શકો છો.

6 / 7
ઘરની સાફ-સફાઈ અને રોશની પર નિયંત્રણ: ગરોળીઓ અવારનવાર એવી જગ્યાએ આવે છે જ્યાં નાના જીવજંતુઓ હોય છે. ઘરને સાફ રાખો જેથી જીવજંતુઓ ન થાય. સાંજની સમયે બારી-બારણાં બંધ રાખો અને બહારની બિનજરૂરી લાઈટો ઓછી કરો, કારણ કે રોશની જીવજંતુઓને આકર્ષે છે અને જીવજંતુઓ ગરોળીઓને. જો ઘરની આસપાસ ઝાડી-ઝાંખરા હોય તો તેની છંટણી કરતા રહો અને ખાવાની વસ્તુઓ ક્યારેય ખુલ્લી ન રાખો.

7 / 7

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Iran Israel War Breaking: ઈરાની જનતા અત્યાચારી શાસનને ઉખેડી ફેંકે, નેતન્યાહુનો હુંકાર,સત્તા પરિવર્તન માટે કર્યુ આહ્વાન, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા

ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">