AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking: ઈરાની જનતા અત્યાચારી શાસનને ઉખેડી ફેંકે, નેતન્યાહુનો હુંકાર,સત્તા પરિવર્તન માટે કર્યુ આહ્વાન

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા જંગ વચ્ચે પીએમ બેન્જામિન નેતન્યાહુનું પ્રથમ નિવેદન આવ્યું છે. અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ નેતન્યાહુએ ઈરાની જનતાને આતંકવાદી શાસન વિરુદ્ધ બળવો કરવા અને મુક્ત ઈરાનની સ્થાપના કરવા અપીલ કરી છે.

Iran Israel War Breaking: ઈરાની જનતા અત્યાચારી શાસનને ઉખેડી ફેંકે, નેતન્યાહુનો હુંકાર,સત્તા પરિવર્તન માટે કર્યુ આહ્વાન
Image Credit source: TV9 Network
| Updated on: Feb 28, 2026 | 2:57 PM
Share

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શનિવારે સવારે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલા બાદ પોતાના પ્રથમ વીડિયો સંદેશમાં નેતન્યાહુએ તેહરાનમાં સત્તા પરિવર્તનનું આહ્વાન કર્યું છે.

નેતન્યાહુનું ઈરાની જનતાને આહ્વાન

નેતન્યાહુએ કહ્યું કે, “ઈરાની જનતાના તમામ વર્ગો આ અત્યાચારી શાસનને ઉખેડી ફેંકવા અને એક સ્વતંત્ર તથા શાંતિપૂર્ણ ઈરાનની સ્થાપના કરવામાં મદદ કરે. અમારી આ સંયુક્ત કાર્યવાહીથી ઈરાનના સાહસી લોકોને પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં લેવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે.”

નોંધનીય છે કે જૂન મહિનામાં ઈરાન સાથે ચાલેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન પણ નેતન્યાહુએ ઈરાની લોકોને શાસન વિરુદ્ધ વિદ્રોહ કરવા અપીલ કરી હતી.

ટ્રમ્પનો માન્યો આભાર

પોતાના સંબોધનમાં નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અને સાથ માટે તેમનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ હત્યારા આતંકવાદી શાસનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો આવું થશે, તો તે સમગ્ર માનવતા માટે મોટો ખતરો બની જશે.”

ઈરાને ઇઝરાયલી સિટી પર કર્યો હુમલો

ઈરાને ઇઝરાયલી પોર્ટ સિટી પર હુમલો કર્યો છે. ઈરાને શહેર પર 70 મિસાઈલો છોડી. ઇઝરાયલી મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. સમગ્ર ઇઝરાયલમાં સલામતી સાયરન વાગી રહ્યા છે. ઈરાને અમેરિકા પર પણ હુમલો શરુ કરી દીધો છે. મળતી માહિતી મુજબ ઈરાનના પલટવારથી અમેરિકાના કતરમાં આવેલ એરબેઝીસ ખાલી કરાવવામાં આવ્યા છે.

સહાય માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

લોકોને નવીનતમ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ (https://oref.org.il/eng) પર નજીકથી નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે લોકોને સ્થાનિક સમાચાર અને મોબાઇલ ચેતવણીઓનું નિરીક્ષણ કરવા વિનંતી કરી છે. કટોકટી સહાય માટે 24 કલાકની હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.

ફોન નંબર: +972-54-7520711

ઈ-મેઈલ: cons1.telaviv@mea.gov.in

ઈરાન પર ઈતિહાસનો સૌથી મોટો ખતરો! ભારત સરકારની ‘દેશ છોડો’ની એડવાઈઝરી; ભારતીય કામદારો માટે જાણવા જેવી મહત્વની વાત, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
g clip-path="url(#clip0_868_265)">