Breaking News: ગુજરાતના શિક્ષકો માટે ઐતિહાસિક નિર્ણય! બિન-શૈક્ષણિક કામગીરી પર લાગ્યો પૂર્ણવિરામ – જુઓ Video
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક નિર્ણયથી શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડેલા સત્તાવાર આદેશ મુજબ, હવેથી પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો પાસેથી બિન-શૈક્ષણિક કામગીરી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લાંબા સમયથી શિક્ષક સંઘો દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતોનો અંત લાવતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રહિતના કાર્યો સિવાય અન્ય કોઈપણ વધારાની કામગીરી શિક્ષકોને સોંપી શકાશે નહીં.
આ અંગે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને જિલ્લા શિક્ષણ સમિતિઓને લેખિત સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શિક્ષકોને વહીવટી કામોમાંથી મુક્તિ આપીને તેમનું સંપૂર્ણ ધ્યાન શિક્ષણની ગુણવત્તા સુધારવા પર કેન્દ્રિત કરવાનો છે. વિદ્યાસહાયકોને પણ આ મુક્તિનો લાભ મળશે, જેનાથી રાજ્યના હજારો શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. અહી ક્લિક કરો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
