AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવો યુગ, નવો હોદ્દો… ‘Chief AI Officer’ બનીને મેળવો કરોડોનું પેકેજ, જાણો આ હાઈ-પ્રોફાઈલ જોબ વિશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવને કારણે કોર્પોરેટ ક્ષેત્રમાં હવે 'Chief AI Officer' (CAIO) નામના એક નવા અને મહત્વના હોદ્દાની શરૂઆત થઈ છે. ભારતમાં જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેને જોતા આ હાઈ-પ્રોફાઈલ પદ માટેની માંગ સતત વધી રહી છે.

નવો યુગ, નવો હોદ્દો... 'Chief AI Officer' બનીને મેળવો કરોડોનું પેકેજ, જાણો આ હાઈ-પ્રોફાઈલ જોબ વિશે
Image Credit source: AI Generated
| Updated on: Feb 20, 2026 | 5:12 PM
Share

ઝડપથી વધી રહેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના યુગમાં કંપનીઓ હવે એક નવી ટોપ લેવલ પોસ્ટ બનાવી રહી છે, જે ‘Chief AI Officer’ (CAIO) છે. આ પદ સીધું કંપનીના હાયર મેનેજમેન્ટ (ઉચ્ચ વહીવટીતંત્ર) સાથે જોડાયેલું હોય છે. આવનારા સમયમાં આ પદ ઘણી સંસ્થાઓમાં CEO અને CTO જેટલું જ મહત્વનું માનવામાં આવી શકે છે.

ચીફ AI ઓફિસર (CAIO) શું હોય છે?

Chief AI Officer એવો અધિકારી છે કે, જે કંપનીની AI વ્યૂહરચના, ઇનોવેશન (નવીનતા) અને ટેકનોલોજી ઇન્ટિગ્રેશનની જવાબદારી સંભાળે છે.

તેમની મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ હોય છે:

  1. કંપની માટે AI રોડમેપ તૈયાર કરવો.
  2. બિઝનેસમાં ઓટોમેશન અને AI ટૂલ્સનો અમલ કરવો.
  3. ડેટા સુરક્ષા અને AI એથિક્સ (નૈતિકતા)નું પાલન સુનિશ્ચિત કરવું.
  4. AI ટીમનું નેતૃત્વ કરવું.
  5. અલગ-અલગ વિભાગો સાથે મળીને AI આધારિત નિર્ણયો લેવા.

સરળ શબ્દોમાં કહીએ તો, CAIO એ નક્કી કરે છે કે, કંપની AIનો ઉપયોગ કેવી રીતે કરે જેથી નફો, પ્રોડક્ટિવિટી અને ઇનોવેશન વધારી શકાય.

ભારતમાં ચીફ AI ઓફિસર (CAIO) તરીકે કરિયરની તકો:

ભારતમાં બેંકિંગ, ફિનટેક, ઈ-કોમર્સ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને ટેક કંપનીઓ ઝડપથી AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અપનાવી રહી છે. આ જ કારણ છે કે, હવે ‘AI લીડરશિપ’ રોલ માટેની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.

જો કે, ‘CAIO’ એ એક સિનિયર પદ છે. આ હોદ્દા સુધી પહોંચવા માટે લોકો શરૂઆતમાં ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ એન્જિનિયર, AI રિસર્ચર, એનાલિટિક્સ મેનેજર અથવા AI પ્રોડક્ટ હેડ તરીકે કામ કરીને પોતાનું કરિયર ઘડે છે.

ચીફ AI ઓફિસર (CAIO) બનવા માટે જરૂરી લાયકાત:

  • કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, AI અથવા મશીન લર્નિંગમાં ડિગ્રી.
  • AI પ્રોજેક્ટ્સ સંભાળવાનો બહોળો અનુભવ.
  • ટીમ લીડરશિપ અને મેનેજમેન્ટની કુશળતા.
  • બિઝનેસ સ્ટ્રેટેજી (વ્યવસાયિક વ્યૂહરચના)ની ઊંડી સમજ.
  • MBA અથવા ટેકનોલોજી મેનેજમેન્ટનો અભ્યાસ વધારાનો ફાયદો કરાવી શકે છે.

ચીફ AI ઓફિસરને કેટલી મળે છે ‘સેલેરી?

ભારતમાં ચીફ AI ઓફિસરનો પગાર ખૂબ જ આકર્ષક હોઈ શકે છે. આ સંપૂર્ણપણે તમારા અનુભવ (Experience) અને તમે કઈ બ્રાન્ડ કે કંપની માટે કામ કરી રહ્યા છો, તેના પર નિર્ભર કરે છે. મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં આ પદ માટે વાર્ષિક પગાર અંદાજે ₹1 કરોડ કે તેથી વધુ હોઈ શકે છે.

કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે, જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે, તેને કરિયર કહેવામાં આવે છે.

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">