AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર જમ્મુ અને કાશ્મીરની ટીમને ઇનામ તરીકે કેટલા કરોડ મળશે?

28 ફેબ્રુઆરીએ રણજી ટ્રોફી 2025-26 ફાઇનલનો અંતિમ દિવસ હતો. જમ્મુ અને કાશ્મીરે કર્ણાટક પર નોંધપાત્ર લીડ સ્થાપિત કરી અને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો. જાણો વિજેતા ટીમને કેટલા કરોડ પ્રાઈઝ મની મળશે.

Breaking News: રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર જમ્મુ અને કાશ્મીરની ટીમને ઇનામ તરીકે કેટલા કરોડ મળશે?
Jammu and KashmirImage Credit source: PTI
| Updated on: Feb 28, 2026 | 4:00 PM
Share

2025-26 રણજી ટ્રોફીની ફાઇનલ ભારતીય ઘરેલુ ક્રિકેટના ઇતિહાસમાં એક યાદગાર પ્રકરણ બની ગયું છે. હુબલીના KSCA ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં જમ્મુ અને કાશ્મીર અને કર્ણાટકની ટીમો એકબીજાનો સામનો કરી રહી હતી. પહેલીવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યા બાદ, જમ્મુ અને કાશ્મીરે ઐતિહાસિક વિજયની મેળવ્યો છે. 67 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર જમ્મુ અને કાશ્મીરે ટ્રોફી જીતી છે.

જમ્મુ અને કાશ્મીરની ટીમે રચ્યો ઈતિહાસ

આ મેચમાં, જમ્મુ અને કાશ્મીરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, અને તેમની પ્રથમ ઇનિંગમાં 584 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. જવાબમાં, કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેમાં મયંક અગ્રવાલે શાનદાર 160 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેનો જમ્મુ અને કાશ્મીરના બોલરો સામે ટકી શક્યા નહીં. ફાસ્ટ બોલર આકિબ નબીએ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, પાંચ વિકેટ લીધી, જેનાથી જમ્મુ અને કાશ્મીરને 291 રનની લીડ મળી.

મેચ ડ્રો, જમ્મુ અને કાશ્મીર વિજેતા

જમ્મુ અને કાશ્મીરે બીજા દાવમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કામરાન ઇકબાલે 160 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સાહિલે સદી ફટકારી ટીમને જોરદાર લીડ અપાવી. જમ્મુ અને કાશ્મીરે બીજી ઇનિંગ બાદ 630 રનની કુલ લીડ મેળવી હતી, જેના કારણે મેચ એકતરફી થઈ ગઈ અને અંતે મેચ ડ્રો થઈ હતી.

67 વર્ષ બાદ પહેલીવાર બન્યું ચેમ્પિયન

મેચ ડ્રોમાં થતા જ જમ્મુ અને કાશ્મીરને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો પ્રથમ ઇનિંગની લીડના આધારે વિજેતા નક્કી થાય છે. નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરે પહેલી વાર 1959-60 માં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. ત્યારથી 67 વર્ષ વીતી ગયા છે, અને ટીમે કોઈ ટાઇટલ જીત્યું ન હતું. તેમનો પહેલો વિજય 1982-83માં આર્મી ટીમ સામે થયો હતો, પરંતુ હવે તેઓ ચેમ્પિયન બન્યા છે.

વિજેતા ટીમને BCCI તરફથી ₹ 5 કરોડનું ઇનામ

વિજેતા ટીમને BCCI તરફથી ₹ 5 કરોડનું ઇનામ મળે છે. જ્યારે રનર-અપ ટીમને પણ ₹ 3 કરોડ મળે છે. આ ઇનામ રકમ ફક્ત ટીમની મહેનતને જ નહીં, પણ ખેલાડીઓને પ્રોત્સાહન પણ આપે છે. રણજી ટ્રોફીની ફાઇનલ મેચના અંતિમ દિવસે જમ્મુ અને કાશ્મીરે ટ્રોફી કર્ણાટકને હરાવી ઈતિહાસ રચ્યો હતો. 67 વર્ષની લાંબી રાહ બાદ જમ્મુ અને કાશ્મીર પહેલીવાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.

Breaking News: જમ્મુ અને કાશ્મીરે ઇતિહાસ રચ્યો, 67 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">