AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holika Dahan: 3, 5 કે 7… હોળિકા દહન દરમિયાન કેટલીવાર લગાવવી જોઈએ પ્રદક્ષિણા- જાણો સાચો નિયમ

Holika Dahan: હોળિકા દહન 2026 આ વખતે ભદ્રકાળમાં આવી રહ્યુ છે. ત્યારે સાચુ મુહૂર્ત અને નિયમો જાણવા જરૂરી બની જાય છે. જાણો પૂજા વિધિ, ટાઈમિંગ અને 5 જરૂરી બાબતો.

Holika Dahan: 3, 5 કે 7... હોળિકા દહન દરમિયાન કેટલીવાર લગાવવી જોઈએ પ્રદક્ષિણા- જાણો સાચો નિયમ
| Updated on: Feb 27, 2026 | 5:04 PM
Share

હિંદુ ધર્મમાં હોળી પ્રગટાવવાને ઘણુ શુભ માનવામાં આવે છે. આ દિવસે અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયના રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પરિવાર સાથે મળીને હોળીકા મતાની પૂજા કરે છે અને શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવે છે. માન્યતા છે કે વિધિ-વિધાન અને નિયમો સાથે કરવામાં આવેલ હોળી દહન જીવનમાં સકારાત્મક ઊર્જા, સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. પરંતુ તેના માટેના કેટલાક જરૂરી નિયમો ધ્યાનમાં રાખવા અત્યંત જરૂરી બની જાય છે. જેને નજર અંદાજ કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળતુ. આવો જાણીએ હોળિકા દહનના જરૂરી નિયમો

પરિક્રમા અને અર્પણનું મહત્વ

હોળિકા દહન પહેલા કાચા સૂતર કે કલાવા લઈને 5 થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ અગ્નમાં જવ કે અક્ષત અર્પણ કરવા જોઈએ. હોળીની અગ્નિમાં શેકાયેલ નવી ફસલને પ્રસાદ તરીકે ઘર લાવી વહેંચીને ખાવો શુભ માનવામાં આવે છે.

ક્યા રંગના કપડા પહેરવા

આ દિવસે સફેદ, પીળા કે લાલ રંગના વસ્ત્ર પહેરવા શુભ માનવામાં આવે ચે. કાળા રંગ કે લેધરના કપડા ન પહેરવા, કારણ કે તે નકારાત્મક્તા સાથે જોડાયેલો છે. મહિલાઓએ પણ વધુ પડતા ચમકીલા કે ડાર્ક કલરના કપડા પહેરવાથી દૂર રહેવુ જોઈએ.

અગ્નિ પાસે થોડીવાર રોકાવુ જોઈએ

મોટાભાગના લોકો હોળી પ્રગટે એટલે પ્રદક્ષિણા કરીને તુરંત ઘરે આવી જતા હોય છે પરંતુ આવુ ન કરવુ જોઈએ. થોડા સમય સુધી ત્યાં જ રોકાઈની પ્રદક્ષિણા કરવી જોઈએ. માન્યતા છે કે તેનાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. બીજા દિવસે હોળી દહનની રાખ ઘરે લાવીને તિલક કરવુ કે ઘરના છોડમાં નાખવી શુભ ગણાય છે.

તામસિક ચીજોથી દૂર રહો

હોળીકા દહનના દિવસે માંસાહાર કે મદિરાનું સેવન ન કરવુ જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન કરવુ ઉચિત ગણાય છે. કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક્તા જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

મહિલાઓ માટે ખાસ સાવચેતી પૂજાન સમે મહિલાઓ તેમના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. એવુ મનાય છે કે ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. આથી પૂજા દરમિયાન વાળ બાંધવા ઉચિત ગણાય છે.

હોળિકા દહન પર ભદ્રાનો ઓછાયો

દ્રીક પંચાંગ અનુસાર આ વર્ષે હોળી દહન 2 માર્ચે કરવામાં આવશે જેનુ મુહૂર્ત સાંજે 6 વાગ્યે 22 મિનિટ થી રાત્રે 8 વાગ્યે 50 મિનિટ સુધી રહેશે. આ દિવસે સાંજે 5.55 મિનિટ થી ભદ્રા કાળ શરૂ થાય છે. જે 3 માર્ચ સવારે 4 વાગ્યા સુધી રહેસે, જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ભદ્રાનો પ્રભાવ પૃથ્વીલોક પર રહેશે. આથી જ પ્રદોષકાળમાં પૂજન કરવુ ઉચિત ગણાય છે. આ સમયે દાન-પૂણ્ય કરવુ પણ ઉચિત મનાય છે.

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">