AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગર્લફ્રેન્ડ પાછળ લાખોનો ખર્ચ કરનાર હાર્દિકે એક્સ-વાઈફને અને પુત્રને આપી કરોડોની ભેટ, ફેન્સ બોલ્યા- ‘દિલ જીતી લીધું’

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સાબિત કરી દીધું કે સંબંધો ભલે બદલાય પણ જવાબદારી નહીં. હાર્દિકે તેની પૂર્વ પત્ની નતાશા અને પુત્ર અગસ્ત્યને આલીશાન કાર ગિફ્ટ કરી છે. મુંબઈના શોરૂમમાંથી જ્યારે નતાશા અને અગસ્ત્ય નવી ચમકતી કારની ડિલિવરી લેતા દેખાયા, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સ હાર્દિકની દરિયાદિલીના વખાણ કરતા થાકતા નથી.

ગર્લફ્રેન્ડ પાછળ લાખોનો ખર્ચ કરનાર હાર્દિકે એક્સ-વાઈફને અને પુત્રને આપી કરોડોની ભેટ, ફેન્સ બોલ્યા- 'દિલ જીતી લીધું'
Image Credit source: LandRover_Mumbai
| Updated on: Feb 23, 2026 | 5:03 PM
Share

ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ભલે અંગત જીવનમાં અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના પુત્ર અગસ્ત્યની ખુશીઓ માટે તેઓ આજે પણ એકસાથે ઉભા છે. તાજેતરમાં મુંબઈમાં આ સંબંધની એક ખૂબ જ સુંદર ઝલક જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ નતાશા અને અગસ્ત્યને એક અત્યંત લક્ઝરી લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender) કાર ગિફ્ટ કરી છે.

ગિફ્ટ હેમ્પર લેતી જોવા મળી નતાશા

શોરૂમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નાનો અગસ્ત્ય તેની નવી કાળા રંગની ‘મોટી ગાડી’ જોઈને ઘણો ઉત્સાહિત જણાતો હતો. તે ક્યારેક કારની અંદર જોતો તો ક્યારેક તેને સ્પર્શ કરીને ખુશી વ્યક્ત કરતો હતો. બીજી તરફ, નતાશા ડીલરશીપ સ્ટાફ પાસેથી ગિફ્ટ હેમ્પર લેતી વખતે હસતી જોવા મળી હતી. શોરૂમે પોતાની પોસ્ટમાં લખ્યું કે હાર્દિકે ફરી એકવાર ‘ભરોસો અને મજબૂતી’ પસંદ કરી છે. આ પળ દર્શાવે છે કે ભલે પતિ-પત્ની તરીકે રસ્તા અલગ થયા હોય, પણ માતા-પિતા તરીકે તેઓ એકબીજાનું સન્માન કરે છે.

SUV ની કિંમત અને પાવર

લેન્ડ રોવર ડિફેન્ડર માત્ર કાર નથી પણ સ્ટેટસ સિમ્બોલ છે. આ ‘બાહુબલી’ ગાડીના સૌથી પાવરફુલ મોડલમાં BMW નું એન્જિન લાગેલું છે જે 635bhp નો પાવર જનરેટ કરે છે.

  • કિંમત: આ લક્ઝરી SUV ની એક્સ-શોરૂમ કિંમત 1.26 કરોડથી શરૂ થઈને 2.59 કરોડ રૂપિયા સુધી જાય છે.
  • રફ્તાર: આ વિશાળ ગાડી માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડી લે છે.

ચાલતા-ફરતા મહેલ જેવા ફીચર્સ

આ ગાડી અંદરથી કોઈ મહેલથી ઓછી નથી. તેમાં મોટી ટચસ્ક્રીન, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને વેન્ટિલેટેડ સીટ્સ મળે છે. સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા આપવામાં આવ્યો છે. હાર્દિકે આ કાર ગિફ્ટ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેના પુત્રની સુરક્ષા અને આરામ તેના માટે સૌથી ઉપર છે.

ગાર્ડનિંગનો શોખ છે પણ માટીની જગ્યા નથી? આ 6 છોડ માત્ર એક ગ્લાસ પાણીમાં ઉગાડો, ફૂલો પણ ખીલશે!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
આજનું રાશિફળ: કોને મળશે સફળતા અને નવી તક?
આજનું રાશિફળ: કોને મળશે સફળતા અને નવી તક?
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
g clip-path="url(#clip0_868_265)">