AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પાંડેનો ઉશ્કેરીજનક વીડિયો વાયરલ, હરિભક્તોને ગુંડાગીરી કરવા ઉશ્કેર્યાનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2026 | 9:31 PM
Share

આજે 28 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પાંડેનો ઉશ્કેરીજનક વીડિયો વાયરલ, હરિભક્તોને ગુંડાગીરી કરવા ઉશ્કેર્યાનો આરોપ

આજે 28 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Feb 2026 09:00 PM (IST)

    વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે ચમક્યુ- CM

    ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. ત્યારે અમદાવાદના સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP ફેસેલિટીનો PM મોદીના હસ્તે પ્રારંભ કરાયો. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટના લોકાર્પણને સેમિકન્ડક્ટર ઈકો સિસ્ટમ ક્ષેત્રે પાયાની ઈંટ ગણાવતા કહ્યું કે વડાપ્રધાન મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાત ગ્લોબલ મેપ પર ગ્રોથ એન્જિન તરીકે ચમક્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સેમિકન્ડક્ટર ચિપ્સ આજે ડિજિટલ યુગની કરોડરજ્જુ છે. મોબાઈલ, ઓટોમોબાઈલ, ડિફેન્સ, સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા દરેક ક્ષેત્રમાં તેની જરૂરિયાત છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલા સેમિકન્ડક્ટર મિશન, PLI યોજના અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી પહેલો થકી ભારત વિશ્વમાં એક મોટા ખેલાડી તરીકે ઊભરી રહ્યું છે.

  • 28 Feb 2026 08:30 PM (IST)

    અમદાવાદઃ મેઘાણીનગરમાં હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત

    અમદાવાદઃ મેઘાણીનગરમાં હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયુ ચે. ચાકુ અને પાઈપથી હુમલો કરતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે. રિક્ષા ઊભી રાખવા જેવી નજીવી બાબતે યુવકનો જીવ ગયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Feb 2026 08:08 PM (IST)

    જુનાગઢઃ વિસાવદર ભલગામની સીમમાં મારામારી

    જુનાગઢઃ વિસાવદર ભલગામની સીમમાં મારામારીની ઘટના સામે આવી. ટ્રસ્ટની જગ્યાને લઈને બે પક્ષ વચ્ચે મારામારી થઈ. જેમા રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે બબાલ થઈ. સ્વામી સહિતનાઓ સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.  સામા પક્ષે દંપતી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

    રાજકોટ ગુરુકુળના ચંદ્રપ્રકાશ દાસજી ભલગામની ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને તે બાબતે વિસાવદરની સિવિલ કોર્ટમાં આ અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર રહેતા ટ્રસ્ટી મૂળજીભાઈ તેમના પત્ની અને અન્ય શખ્સ ભલગામ આવ્યા હતા ત્યારે આરોપ છે કે ચંદ્રપ્રકાશ સ્વામીએ ગાળો આપી ગૌશાળાની ચાવી અમને આપી દો તેમ કહી મૂળજીભાઈની સાથે ઝપાઝપી કરી સ્વામીના પક્ષે મૂળજીભાઈ તેમના પત્ની અને અલ્પેશ બાબરીયા સામે ગાળો આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

  • 28 Feb 2026 07:30 PM (IST)

    ગુજરાતના મોસ્ટ વોન્ટેડ અબજોપતિ ગુનેગારો સ્ટેટ મોનેટરીંગ સેલની રડારમાં

    ગુજરાતના મોસ્ટ વોન્ટેડ અબજોપતિ ગુનેગારો સ્ટેટ મોનેટરીંગ સેલની રડારમાં આવ્યા છે. SMCએ બૂટલેગરો, બુકીઓ અને બોગસ વિઝાના ગુનેગારોની યાદી તૈયારી કરી છે. આ તમામ આરોપીઓ વિદેશમાં બેસીને ગુજરાતમાં ગુનાખોરી નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. SMCએ ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોધી ગુનેગારોની મિલકત ટાંચમાં લેવા EDની મદદ લીધી છે. ગુજરાત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા મોસ્ટ વોન્ટેડ 8 ગુનેગારો વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. જેમાં બુટલેગર વિનોદ સિંધી, અનિલ પાંડ્યા, રાજદેવ ઉર્ફે RR, સૌરભ રામેશ્વર પ્રસાદ ઉર્ફે મહાદેવ સહિત સાત આરોપી સામેલ છે.

    SMCની તપાસમાં સામે આવ્યું છે કે 8 જેટલા વિદેશમાં રહેતા ગુનેગારો અબજોપતિ છે. તેમની મિલકતને ટાંચમાં લેવા EDની મદદ લેવાઈ છે. ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં અનિલ પાંડ્યા નામનો બુટલેગર ગેંગસ્ટરની જેમ પોતાનું નેટવર્ક દુબઈ બેઠા ચલાવી રહ્યો છે. આરોપીએ પોતાના સિન્ડિકેટ મેમ્બરો બનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યો છે. આ સાથે અન્ય બુટલેગર વિનોદ સિંધી દુબઇમાં રહી ને દારૂની હેરાફેરી નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું

  • 28 Feb 2026 07:23 PM (IST)

    ફાગણી પૂનમે રણછોડરાયના દર્શને પદયાત્રીઓનું ઘોડાપૂર

    અમદાવાદ-ડાકોર હાઇવે બન્યો ‘ભક્તિ માર્ગ’, ફાગણી પૂનમે રણછોડરાયના દર્શને પદયાત્રીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ​હોળીના પર્વમાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો અમદાવાદ-ડાકોર હાઇવે પર જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડતા સમગ્ર હાઇવે ભક્તિના રંગે રંગાયો છે.​ ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે માર્ગમાં અનેક સેવા કેમ્પો કાર્યરત છે. કેસરા પાસે અમદાવાદના શ્રદ્ધાળુઓ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી અવિરતપણે ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. પદયાત્રીઓના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખીને અહીં દરરોજ હજારો લોકો માટે ગરમાગરમ અને શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે. શ્રદ્ધા, ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાનો આવો અદભૂત નઝારો ડાકોરના માર્ગો પર જોવા મળી રહ્યો છે.

  • 28 Feb 2026 07:01 PM (IST)

    સુરતઃ હથોડામાં પોલીસ-ગૌરક્ષક પર હુમલામાં આરોપીનું કરાયુ રિકન્સ્ટ્રક્શન

    સુરતઃ હથોડામાં પોલીસ-ગૌરક્ષક પર હુમલોના કેસમાં પોલીસે  8 આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકસન કર્યુ. કીમ નદી કિનારે અવાવરું જગ્યા પર  રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ. ઘટનાસ્થળે પશુઓના અવશેષો અને તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા. હાલ 8 આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ છે. કેસમાં કુલ 44 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

  • 28 Feb 2026 06:59 PM (IST)

    અમદાવાદઃ કે.સી.હોલિડેઝના સંચાલક દ્વારા ઠગાઈમાં કિરણ ચૌહાણ ઝડપાયો

    અમદાવાદઃ કે.સી.હોલિડેઝના સંચાલક દ્વારા ઠગાઈના કેસમાં સુરતથી મુખ્ય આરોપી કિરણ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.  વિદેશ ફરવા મોકલવાના નામે છેતરપિંડી આચરી હતી. ફ્લાઈટ ટિકિટ, વિઝા અને હોટલ બુકિંગના નામે ઠગાઈ કરી હતી. 172 જેટલા લોકો પાસેથી 1.20 કરોડની રકમ પડાવી હતી. આરોપી સામે સરખેજ, કૃષ્ણનગર,વડોદરામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

  • 28 Feb 2026 06:58 PM (IST)

    યુદ્ધના કારણે ઈઝરાયલમાં વસતા ગુજરાતીઓમાં ડર

    પોરબંદરનો હજારો લોકો ધંધા માટે ઇઝરાયલમાં વસવાટ કરે છે હાલ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં સાઈરનની ગૂંજ વાગતા જ સુરક્ષાના ભાગે બંકરમાં જઈ આશરો લેવો પડે છે. જોકે હાલ ગુજરાતીઓ સુરક્ષિત છે. જો યુદ્ધ આગળ વધશે તો ક્યાંક ગુજરાતીઓ પણ ત્યાં મુશ્કેલીમાં મુકાશે હાલની સ્થિતિએ વસવાટ કરતા ભારતીય નાગરિકો યુદ્ધની સ્થિતિની અનુભૂતિ કરી રહ્યા છે. પોતાના પરિવાર ના જતન કરવા અને રોજીરોટી કમાવા હજારો ગુજરાતીઓ ઇઝરાયલ ગયા છે જેમાં પોરબંદર જિલ્લાના હજારો કારીગરો હાલ ઈઝરાયલમાં છે.

  • 28 Feb 2026 06:57 PM (IST)

    અમરેલીઃ સી.આર.પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે સૂચક મુલાકાત

    અમરેલીઃ સી.આર.પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે સૂચક મુલાકાત થઈ છે.  નિલેશ કુંભાણી 2024ની લોકસભામ ચૂંટણીમાં સુરતથી કોંગ્રેસના ઉમેદવાર હતા. લોકસભામાં કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેચ્યું હતું. નિલેશ કુંભાણીના કારણે સુરત બેઠક  પર ભાજપની બિનહરીફ વરણી થઈ હતી. નિલેશ કુંભાણી અને કેન્દ્રીય પ્રધાન સી.આર.પાટીલની મુલાકાથી રાજકારણ ગરમાયું છે. સી.આર.પાટીલ સાથે ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

  • 28 Feb 2026 06:55 PM (IST)

    સુરતઃ તાપી નદીમાં આપઘાત કરવા કૂદેલી મહિલાનો બચાવ

    સુરતઃ તાપી નદીમાં આપઘાત કરવા કૂદેલી મહિલાનો બચાવ થયો છે. આપઘાત કરવા કૂદેલી મહિલા નદીમાં રહેલી જળકુંભીમાં ફસાઈ જતા બચાવ થયો છે. ત્યારબાદ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસક્યુ કર્યુ. મહિલા પોલીસ જવાનોએ મહિલાનો જીવ બચાવ્યો છે. પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ છે. મહિલાએ પારિવારીક ઝઘડામાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.

  • 28 Feb 2026 05:16 PM (IST)

    ગુજરાત સરકારના પ્રોએક્ટિવ એપ્રોચને કારણે સાણંદ પ્રોડક્શન હબ બન્યુ

    આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પાણી અને પ્રકૃતિનું પણ બહેતર ઉદાહરણ છે. હું ગુજરાત સરકારની નીતિઓની પણ પ્રશંસા કરે છે. ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે નીતિઓ બનાવી તેનો ફાયદો જમીન પર જોવા મળે છે. પ્રોએક્ટિવ એપ્રોચને કારણે સાણંદ જમીનની ફાળવણી જેવી પ્રક્રિયા ઝડપી બની. આ ભારતના નવયુવાનો માટે તકોના દરવાજા ખોલી રહ્યા છે. ત્વરીત નિર્ણયથી રોકાણકારોનું પહેલી પસંદ ગુજરાત બન્યુ છે. દુનિયા સુધી સંદેશ પહોંચી ગયુ છે કે ઈન્ડિયા ઈઝ કમિટેડ, ઈન્ડિયા ઈઝ કેપેબલ ઈન્ડિયા ઈઝ કમ્પિટિટિવ. હું ભારતને ભરોસો આપુ છુ કે અમે તમારી સાથે છીએ. આજ દશક હશે જ્યારે ભારતના ટેક ફ્યુચર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.

  • 28 Feb 2026 05:12 PM (IST)

    સાણંદ આજે દેશનું સૌથી મોટુ ઓટોમોબાઈલ હબ બન્યુ- PM મોદી

    મે મારી આંખોની સામે સાણંદને બદલતુ જોયુ છે. એક નાનકડા કસબાએ ગ્લોબલ મેપમાં તેનુ સ્થાન બનાવી લીધુ છે.  મેં માત્ર એક રૂપિયાનો મેસેજ કર્યો હતો રતન ટાટાને.. જેમા લખ્યુ હતુ સ્વાગતમ… બસ વિચારો માત્ર એક રુપિયાનું ઈનવેસ્ટમેન્ટ અને આજે સાણંદ ક્યાં પહોંચી ગયુ. વિચારી લો એક ગુજ્જુ શું શું કરી શકે છે.  મે માત્ર એક રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે. સાણંદને મે માત્ર એક કાર ફેક્ટરીમાંથી દેશનું સૌથી મોટુ ઓટોમોબાઈલ હબ બનતા જોયુ છે.  એક કંપનીના આવવાથી અહીં રોજગારી અને રોકાણ બંને વધ્યા છે.  મને પુરો વિશ્વાસ છે કે સાણંદ સેમિકન્ડક્ટરમાં પણ પોતાનો અલગ ઈતિહાસ લખશે.

  • 28 Feb 2026 05:08 PM (IST)

    સેમિકન્ડક્ટર ચીપના ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન મોદીની સાણંદમાં જનસભા

    વડાપ્રધાને કહ્યુ, “મેક ઈન ઈન્ડિયા હવે ફુલ ફ્લેજમાં આગળ વધી રહ્યુ છે. છેલ્લા 11 વર્ષોમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટનું ઉત્પાદન અનેકગણુ વધ્યુ છે. જેમ જેમ ઈલે. કમ્પોનન્ટનું વર્તુળ વધતુ જશે તેમ તેમ સેમિકન્ડક્ટરની ડિમાન્ડ પણ એટલી જ વધશે. ભારત માટે ગ્લોબલ અને ડોમેસ્ટિક બંનેમાં વિપુલ તકો છે. સાણંદ એ ધરતી છે માટીને સોનુ બનાવી દે છે. આ હુ તમને મારા અનુભવથી જણાવી રહ્યો છુ.”

  • 28 Feb 2026 04:08 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું કર્યુ અનાવરણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપનું અનાવરણ કર્યુ છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોન સેમિકન્ડક્ટર સુવિધાનું પણ ઉદ્દઘાટન કર્યુ. માઈક્રોનના સ્થાપક પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે પીએમ મોદીને મેડ ઈન ઈન્ડિયા ચિપ અંગે તલસ્પર્શી જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યુ હતુ અને એકે એક બાબતોને સમજવનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર થયેલી દેશની સૌપ્રથમ સેમિકન્ડક્ટર ચિપ હવે દુનિયાના વિવિદ દેશોમાં પણ પહોંચશે. એક સમય હતો જ્યારે આપણે આ ચિપ માટે ચીન પર નિર્ભર રહેવુ પડતુ હતુ પરંતુ ભારત ખુદ હવે સેમિકન્ડક્ટરનું હબ બન્યુ છે.

  • 28 Feb 2026 04:01 PM (IST)

    ગાંધીનગર: દહેગામમાં પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં ચંદનની થઈ ચોરી

    ગાંધીનગરના દહેગામમાં પુષ્પા સ્ટાઈલમાં ચંદનની ચોરી કરવામાં આવી. ચંદન ચોર ટોળકીએ રાતોરાત ખેતર સાફ કર્યુ. 10 ઝાડનું નિકંદન કાઝી ચંદન ચોર ટોળકી ફરાર થઈ ગઈ. તસ્કરોએ ખેતરમાં ઘુસીમે લાખોની કિંમતના ચંદનની ચોરી કરી. અંદાે 300 કિલોથી વધારે ચંદનના ઝાડની તસ્કરોએ ચોરી કરી. ઘટનાને પગલે ખેતર માલિકના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. પોલીસ ચંદન ચોરની ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    જ્યારે ખેતરના માલિક સવારે ઉઠીને ખેતરમાં આવ્યા તો તેમને જાણ થઈ કે મોટી માત્રામાં ચંદનની ચોરી થઈ છે.  ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસે ચોર ટોળકીને પકડવા કવાયત હાથ ધરી છે.

  • 28 Feb 2026 03:51 PM (IST)

    ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસર બનશે- ઋષિકેશ પટેલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે સેમિકન્ડકટર ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ આપવાના છે, ત્યારે રાજ્યના ઉર્જા પ્રધાન ઋષિેકશ પટેલે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણએ કહ્યું કે વડાપ્રધાનની આજની મુલકાત ખુબજ મહત્વની છે. સેમિકન્ડકટર ક્ષેત્રે ભારત અગ્રેસર બનશે અને રોજગારીની અનેક તકો ઉભી થશે…

  • 28 Feb 2026 03:47 PM (IST)

    સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયાના અદ્યતન એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારતને ‘આત્મનિર્ભર’ બનવાની દિશામાં એક મોટુ પગલુ સાબિત થશે. દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની પણ વડાપ્રધાન ભેટ આપશે .આ ઉદઘાટન ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. સાણંદ ATMP સુવિધાથી પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત કરશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું..અને ₹22,500 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું અને હવે દેશને અહીંથી મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ મળશે.

  • 28 Feb 2026 03:45 PM (IST)

    દેશને મળશે સૌપ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની આજે મુલાકાતે છએ. તેઓ સાણંદમાં દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપ તેમજ માઈક્રોન સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં પીએમ મોદી જાહેરસભા પણ સંબોધવાના છે. એ પહેલા વડાપ્રઝાનનો ભવ્ય રોડ શો યોજાશે. સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. થોડીવારમાં માઈક્રોન સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરશે. દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ આપશે.

  • 28 Feb 2026 02:59 PM (IST)

    ઈરાનનો સાઉદી અરેબિયા સહિત 7 દેશો પર એક સાથે હુમલો

    ઓપરેશન ફતહ-એ-ખૈબર હેઠળ, ઈરાને એક સાથે સાત દેશો પર હુમલો કર્યો છે. ઈરાન દ્વારા હુમલો કરાયેલા દેશોમાં ઈઝરાયલ, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન, કતાર અને બહેરીનનો સમાવેશ થાય છે. ઈઝરાયલ સિવાય, ઈરાને બાકીના તમામ દેશોમાં યુએસ બેઝ પર હુમલો કર્યો છે. ઈરાને પહેલાથી જ અમેરિકાને વિનાશક જવાબ આપવાની જાહેરાત કરી હતી. ઈરાનના બદલામાં અમેરિકાને સૌથી વધુ નુકસાન થયું છે, કારણ કે ઈરાને મિસાઈલથી તેના છ બેઝનો એક સાથે નાશ કર્યો છે.

  • 28 Feb 2026 02:53 PM (IST)

    ઈરાની બેલિસ્ટિક મિસાઈલોનો યુએસ નેવલ બેઝ પર હુમલો

    ઈરાને બહેરીનમાં યુએસ નેવલ બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ હુમલો કર્યો છે. આ ઘટના આ ક્ષેત્રમાં વધતા તણાવને પ્રતિબિંબિત કરે છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરે છે.

  • 28 Feb 2026 02:52 PM (IST)

    દેવભૂમિ દ્વારકા: ફુલડોલ ઉત્સવને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    દેવભૂમિ દ્વારકા: ફુલડોલ ઉત્સવને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મંદિર પરિસરમાં જ ફુલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. કૌશિક ભરવાડ સહિતના કલાકારોના રાસગીતોમાં ભક્તો મગ્ન થયા. રાસોત્સવમાં કલેક્ટર રાજેશ તન્નાએ પણ ભાગ લીધો. પદયાત્રીઓ અને શ્રદ્ધાલુઓએ ભવ્ય રાસોત્સવનો આનંદ લીધો.

  • 28 Feb 2026 02:37 PM (IST)

    તેહરાનમાં સંરક્ષણ મંત્રાલય અને લશ્કરી સંકુલ સહિત અનેક સરકારી લક્ષ્યો પર હુમલો

    અત્યાર સુધીમાં, ઈરાનની રાજધાની તેહરાન પર ઇઝરાયલી હુમલાઓમાં ગુપ્તચર મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન અને પારચીન લશ્કરી સંકુલને નિશાન બનાવવામાં આવ્યા છે.

  • 28 Feb 2026 02:26 PM (IST)

    ભારતે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો

    તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને મદદ કરવા માટે 24×7 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. આ સેવા ભારતીય નાગરિકો માટે, ખાસ કરીને ઇઝરાયલમાં રહેતા અથવા મુલાકાત લેતા લોકો માટે મહત્વપૂર્ણ છે. તેઓ હવે કોઈપણ કટોકટી, માહિતી અથવા સહાય માટે કોઈપણ સમયે દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 છે.

  • 28 Feb 2026 02:26 PM (IST)

    ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ : જોર્ડનમાં જાહેર કરવામાં આવી ઇમરજન્સી

    જોર્ડનમાં જાહેર કરવામાં આવી ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

  • 28 Feb 2026 12:41 PM (IST)

    ગાંધીનગરઃ વિધાનસભામાં SIRની કામગીરીના વધારાના ખર્ચને મંજૂરી

    ગાંધીનગરઃ વિધાનસભામાં SIRની કામગીરીના વધારાના ખર્ચને મંજૂરી મળી છે. રાજ્યના એકત્રિત ફંડમાંથી વધુ રકમ ફાળવવા મંજૂરી અપાઈ. નાણાપ્રધાન કનુ દેસાઈએ વધારાના ખર્ચ માટે માંગણી કરી હતી. ખર્ચ મંજૂરી અંગે શાસક- વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આપે વિવિધ કલમો ટાંકી વિચાર રજૂ કર્યા છે. આખરે બહુમતી સાથે પૂરક વિનિયોગ વિધેયક બિલ મંજૂર.

  • 28 Feb 2026 12:36 PM (IST)

    ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

    ઇઝરાયલે ઇરાન તરફથી સંભવિત ખતરોનો સામનો કરવા માટે એક આગોતરી હડતાલ શરૂ કરી છે. આ હડતાલનો હેતુ ઇરાન તરફથી વધતા ખતરાને રોકવાનો હોવાનું કહેવાય છે, જે ઇઝરાયલની સુરક્ષા માટે તાત્કાલિક અને ગંભીર પડકાર બની ગયો છે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે દેશમાં એક ખાસ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે મિસાઇલ અને ડ્રોન હુમલાનો ખતરો વધી રહ્યો છે, જે ઇઝરાયલી નાગરિકોની સલામતીને ગંભીર રીતે જોખમમાં મૂકી શકે છે.

  • 28 Feb 2026 12:35 PM (IST)

    ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

    ઇઝરાયલી અહેવાલો અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીને હાલમાં તેહરાનમાં નથી અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  • 28 Feb 2026 12:27 PM (IST)

    ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું મોટું નિવેદન

    ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઈરાનના હુમલાથી બચવા કાર્યવાહી કર્યાનો દાવો છે. ઈઝરાયલ હુમલો ન કરત તો ઈરાન હુમલો કરી દેત તેવુ ઇઝરાયલે જણાવ્યુ. ઈઝરાયલે તેની એર સ્પેસ બંધ કરી. સિવિલિયન ફ્લાઈટ્સની ઉડાનો પણ રદ કરી દેવાઈ.

  • 28 Feb 2026 12:00 PM (IST)

    ઈઝરાયલનો ઈરાન પર મોટો હુમલો

    ઈઝરાયલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલના રક્ષાપ્રધાને માહિતી આપી. ઈરાનમાં એક બાદ એક મોટા ધડાકા થઇ રહ્યા છે. IDFએ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે.  ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલમાં પણ રેડ એલર્ટ કરવામાં આવ્યુ છે.

  • 28 Feb 2026 10:14 AM (IST)

    ભરૂચ: ધાર્મિક દબાણ પર ફર્યું બુલડોઝર

    ભરૂચ જિલ્લામાં ધાર્મિક દબાણ મામલે વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે આવેલા વિવાદિત સ્થળને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જાણકારી મુજબ, બાલાપીર દરગાહ સાથે સંકળાયેલા ગેરકાયદે બાંધકામ સામે ઝઘડિયા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી અને બાંધકામને જમીનદોસ્ત કરાયું. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

  • 28 Feb 2026 09:33 AM (IST)

    ઉનાળાના આરંભ પૂર્વે રાજ્યમાં 74 ટકા જળસંગ્રહ

    ઉનાળાના આરંભ પૂર્વે રાજ્યમાં કુલ 74 ટકા જળસંગ્રહ નોંધાયો છે, છતાં વિસ્તારો મુજબ સ્થિતિમાં નોંધપાત્ર ફરક જોવા મળે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળસંગ્રહ ઘટીને માત્ર 60 ટકા રહ્યો છે, જ્યારે કચ્છ જિલ્લામાં તો પાણીનો જથ્થો ફક્ત 40 ટકા સુધી સીમિત રહ્યો છે. રાજ્યભરમાં કુલ 6 લાખ 63 હજારથી વધુ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 38 હજાર MCFT વધુ છે. આવનારા ઉનાળામાં રાજ્યના કુલ 207 જળાશયો પર જ પાણીની જરૂરિયાત માટે નિર્ભર રહેવું પડશે. જો પાણીનું યોગ્ય અને સુવ્યવસ્થિત વિતરણ નહીં કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં પાણીની અછત ઊભી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

  • 28 Feb 2026 09:01 AM (IST)

    સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ

    સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ધુળેટીને લઈને વતન જવા ભારે ભીડ જોવા મળી રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જવા ભારે ભીડ છે. ભીડને પહોંચી વળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો બીજી તરફ રેલવે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 28 Feb 2026 08:38 AM (IST)

    ડાંગ: સાપુતારામાં એક સપ્તાહના બફારા બાદ બદલાયું વાતાવરણ

    ડાંગ: સાપુતારામાં એક સપ્તાહના બફારા બાદ વાતાવરણ બદલાયું. સાપુતારાની પર્વતમાળા પર વાદળો અને ધુમ્મસની ચાદર પથરાઈ. વાદળો વચ્ચે ઢંકાયેલી પર્વતમાળાના આહ્લાદક દ્રશ્યો  સામે આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારામાં તાપમાનનો પારો ગગડ્યો. તાપમાનનો પારો 13 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓએ પ્રકૃતિની મજા માણી.

  • 28 Feb 2026 08:09 AM (IST)

    બોલિવિયામાં વાયુસેનાનું એક હર્ક્યુલસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 15ના મોત

    બોલિવિયામાં વાયુસેનાનું એક હર્ક્યુલસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.શુક્રવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય મુજબ), બોલિવિયાની રાજધાની લા પાઝ પાસે આવેલા એલ અલ્ટો શહેરમાં વાયુસેનાનું હર્ક્યુલસ C-130 વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અહેવાલો મુજબ, ખરાબ હવામાનને કારણે ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને એરપોર્ટની બાઉન્ડ્રી તોડીને સીધું જાહેર રોડ પર આવી પડ્યું હતું. રસ્તા પર ઉભેલા અનેક વાહનો સાથે વિમાન ટકરાતા ભારે નુકસાન થયું હતું.

  • 28 Feb 2026 07:37 AM (IST)

    અમદાવાદઃ આજે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયાના અદ્યતન એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારતને ‘આત્મનિર્ભર’ બનવાની દિશામાં એક મહાકદમ સાબિત થશે..દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની પણ વડાપ્રધાન ભેટ આપશે…આ ઉદઘાટન ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે… સાણંદ ATMP સુવિધાથી પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત કરશે..આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું..અને ₹22,500 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું…અને હવે દેશને અહીંથી મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ મળશે.

Published On - Feb 28,2026 7:37 AM

Follow Us
સંબંધી તરફથી સારા સમાચાર અને સર્જનાત્મક કાર્યો માટે દિવસ સર્વોત્તમ છે
સંબંધી તરફથી સારા સમાચાર અને સર્જનાત્મક કાર્યો માટે દિવસ સર્વોત્તમ છે
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
g clip-path="url(#clip0_868_265)">