CID ક્રાઈમનો PSI 40000 ની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો

|

Apr 26, 2024 | 8:24 PM

એસીબી દ્વારા વધુ એક પોલીસ અધિકારીને લાંચના કેસમાં રંગેહાથ ઝડપી લીધો છે. ગાંધીનગરના સહયોગ સંકુલના પાર્કિંગમાંથી પીએસઆઈને એસીબી દ્વારા લાંચ લેવા જતા જ ઝડપી લીધા છે. સીઆઈડી ક્રાઈમમાં સુરત ઝોનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં મુદ્દામાલ છોડાવવા માટે થઈને લાંચની રકમ માંગી હતી.

CID ક્રાઈમનો PSI 40000 ની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો
PSI લાંચ લેતા ઝડપાયો

Follow us on

સીઆઈડી ક્રાઈમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ આવ્યો છે. સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ દ્વારા સુરત ઝોનમાં દાખલ થયેલા એક ગુનાના સંદર્ભમાં લાંચની રકમ માંગી હતી. જેને લઈ ફરિયાદી લાંચ આપવા માટે ગાંધીનગર પહોંચ્યો હતો. જ્યાં તેણે એસીબીની ટીમને અગાઉથી જ ફરિયાદ કરતા નવસારીથી ગાંધીનગર પહોંચેલા અધિકારી અને ટીમ દ્વારા ટ્રેપમાં પીએસઆઈને ઝડપી લેવામાં આવ્યો હતો.

એસીબીની ટીમે ગાંધીનગરમાં જ ટ્રેપ ગોઠવવામા આવી હતી. જ્યાં પીએસઆઈને લાંચ લેતા રંગેહાથે જ એસીબીની ટીમ દ્વારા ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. એસીબીની ટીમે લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઈની સાથે અન્ય કોઈનું કનેક્શન છે કે, કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

50000 ની માંગ હતી લાંચ

રાજ્યની સીઆઈડી ક્રાઈમના સુરત ઝોનમાં એક ગુનો નોંધાયો હતો. સીઆઈડી ક્રાઈમના સુરત ઝોનના પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સમયે ફરિયાદીના કોમ્પ્યુટર અને લેપટોપ તથા મોબાઈલ સહિતને કબેજ કરવામાં આવ્યુ હતું. આમ ઉપકરણોને મુદ્દામાલ તરીકે કબ્જે લીધા બાદ ગુનાની તપાસ કરી રહેલા આરોપી પીએસઆઈ જગદીશ ચાવડાએ મુદ્દમાલ છોડવા માટે લાંચની રકમ માંગી હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

પીએસઆઈ જગદીશ ચાવડાએ ઉપકરણોને સીઆઈડીના કબજામાંથી છોડાવવા માટે 50 હજાર રુપિયાની માંગ કરી હતી. જૈ પૈકી શરુઆતમાં જ પીએસઆઈ ચાવડાએ 10 હજાર રુપિયાની રકમ લઈ લીધી હતી. અને બાકીના 40 હજાર રુપિયાનો વાયદો કર્યો હતો. જે રકમ આપવા જતા એસીબીની ટીમને ફરિયાદ કરવામાં આવી હતી.

નવસારીથી ટીમ ગાંધીનગર પહોંચી

સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર સ્થિત કચેરીમાં ફરજ બજાવતા જગદીશ તુલસીભાઈ ચાવડાએ લાંચ માંગી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. જેને લઈ સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આરઆર ચૌધરીએ આ અંગે ટ્રેપનું આયોજન કર્યુ હતુ. આ માટે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે છટકું ગોઠવવાનું આયોજન કર્યુ હતુ.

જે મુજબ ટીમ નવસારીથી ગાંધીનગર પહોંચી હતી. જ્યાં ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલ સહયોગ સંકુલના પાર્કિંગમાં પીએસઆઈ જેટી ચાવડા 40 હજાર લાંચની રકમ લેવા માટે આવ્યા હતા. જે રકમ સ્વિકારતા જ એસીબીની ટીમ દ્વારા તેમને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસીબી દ્વારા હવે આ મામલે અન્ય કયા અધિકારી કે કર્મચારી સામેલ છે, એ દિશામાં પણ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 7:01 pm, Fri, 26 April 24

Next Article