આલિયા ભટ્ટની જીગરાને લઈને બોલિવુડમાં છેડાયો જંગ ! કરણ જોહરે આ અભિનેત્રીને કહી મૂર્ખ

જીગરા રિલીઝ થયા બાદથી જ આલિયા ભટ્ટ પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ આરોપો બીજા કોઈએ નહીં પરંતુ ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલાએ લગાવ્યા છે. જોકે, હવે આલિયાનો બચાવ કરવા જતા કરણ અને દિવ્યા કોસલા વચ્ચે જંગ છેડાયો છે.

આલિયા ભટ્ટની જીગરાને લઈને બોલિવુડમાં છેડાયો જંગ ! કરણ જોહરે આ અભિનેત્રીને કહી મૂર્ખ
Divya Khosla Kumar and Karan Johar clash over Jigra
Follow Us:
| Updated on: Oct 14, 2024 | 10:00 AM

આલિયા ભટ્ટની ‘જીગરા’ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ફિલ્મની શરૂઆત કંઈ ખાસ ન હતી. પરંતુ લોકોએ આલિયાની એક્ટિંગના વખાણ કર્યા છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા સમાચારમાં હતી, તેની સ્ટોરી વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે 31 વર્ષ પહેલા બનેલી મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગુમરાહ’ સાથે મેળ ખાય છે. જોકે, બંને વાર્તાઓમાં પાત્રોમાં તફાવત છે. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા લોકોએ તેની સરખામણી દિવ્યા ખોસલાની ફિલ્મ ‘સવી’ સાથે કરવાનું શરૂ કર્યું હતું.

જીગરાને લઈને બોલિવુડમાં સોશિયલ મીડિયા વોર

જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી દિવ્યા ખોસલાએ ‘જીગરા’ એક્ટ્રેસ પર સતત પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ભૂષણ કુમારની પત્નીએ ‘જીગરા’ની રિલીઝના બીજા જ દિવસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તેણે ખાલી થિયેટરની તસવીર શેર કરી હતી. આ સાથે તેણે દાવો કર્યો છે કે આલિયાએ તેની ફિલ્મની ટિકિટ પોતે ખરીદી છે. આના પર આડકતરો હુમલો કરતા ફિલ્મ મેકર કરણ જોહર આલિયાના બચાવમાં આવ્યા હતા. કરણે દિવ્યા ખોસલાને તેનું નામ લીધા વિના ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. હવે દિવ્યા પણ સતત તેના પર પ્રહાર કરતી જોવા મળી હતી.

કરણે આલિયાનો બચાવ કર્યો

વાસ્તવમાં, તેની સ્ટોરી શેર કરવાની સાથે, દિવ્યાએ લખ્યું કે ‘જીગરા’ સ્ક્રિનિંગ કરતા તમામ થિયેટર ખાલી છે, આલિયા ભટ્ટ પાસે ખરેખર ‘જીગરા’ છે. પોતાની ટિકિટ ખરીદીને નકલી કલેક્શનની જાહેરાત કરી. આ સાથે તેણે એક હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો જેમાં સત્ય પર અસત્ય લખેલું હતું. આના પર પોતાની પ્રતિક્રિયા આપતા કરણ જોહરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે મૂર્ખ લોકો માટે મૌન શ્રેષ્ઠ જવાબ છે. જોકે, તેણે આ સ્ટોરી સાથે કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી.

Women Hormones : મહિલાઓ માટે સૌથી મહત્વના આ હોર્મોન્સ વિશે તમે નહીં જાણતા હોવ
આજનું રાશિફળ તારીખ : 07-11-2024
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
પહેલા જ દિવસે Swiggy IPO નો Flop show ! જાણો વિગત
રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી થાય છે આટલા ફાયદા જાણી ને ચોંકી જશો
ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેની વિશ્વમાં શુ અસર થશે ? સમજો 12 પોઈન્ટ વડે

દિવ્યાએ કરણ પર વળતો પ્રહાર કર્યો

કરણની સ્ટોરીનું નિશાન દિવ્યા ખોસલા હતી, દિવ્યાએ પોતે આ સ્ટોરીનો જવાબ આપીને પુષ્ટિ કરી હતી. કરણની સ્ટોરી પછી દિવ્યાએ એક સ્ટોરી શેર કરી જેમાં લખ્યું હતું કે જ્યારે તમે બેશરમ રીતે કોઈની વસ્તુઓ ચોરવાનું શરૂ કરો છો ત્યારે તમે હંમેશા મૌનનો સહારો લો છો. તમારી પાસે કોઈ આધાર નથી અને કોઈ અવાજ નથી. સ્ટાર્સ વચ્ચેની આ સોશિયલ મીડિયા વોર આમ ક્યાં સુધી ચાલશે તે વિશે હવે કંઈ કહી શકાય નહીં. ‘જીગરા’ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આલિયા ભટ્ટની 10 વર્ષની કારકિર્દીમાં આ એકમાત્ર એવી ફિલ્મ છે જેની ઓપનિંગ આટલી નબળી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">