Farmani Naaz : ‘હર હર શંભુ’ ગાનારી ફરમાની નાઝની છલકાઈ વેદના, કહ્યું- ‘તલાક વિના પતિએ બીજા લગ્ન કર્યા, ત્યારે કોઈ કેમ કંઈ ન બોલ્યું’

|

Aug 02, 2022 | 10:03 AM

શ્રાવણ (Shravan) મહિનામાં હર હર શંભુ ગીત ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગીત ઈન્ડિયન આઈડલમાં (Indian Idol )જોવા મળેલ ફરમાની નાઝ (Farmani Naaz) દ્વારા ગાયું હતું, જેને 24 જુલાઈથી અત્યાર સુધીમાં 4 લાખ 75 હજારથી વધુ વ્યુઝ પણ મળ્યા છે.

Farmani Naaz : હર હર શંભુ ગાનારી ફરમાની નાઝની છલકાઈ વેદના, કહ્યું- તલાક વિના પતિએ બીજા લગ્ન કર્યા, ત્યારે કોઈ કેમ કંઈ ન બોલ્યું
farman naaz

Follow us on

કલાઓ સીમાઓ, જાતિ અને ધર્મથી પર વધારે હોય છે. દેશના તમામ કલાકારોની કલાની લોકોએ પ્રશંસા કરી છે. તેમને સન્માન આપવામાં આવ્યું છે. પણ આજકાલ જે ગીત ચર્ચામાં રહ્યું છે તે છે ‘હર હર શંભુ’ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેને ઈન્ડિયન આઈડોલ ફેમ ફરમાની નાઝે (Farmani Naaz) તેની યુટ્યુબ ચેનલ પર પણ શેર પણ કર્યું છે. યુપીમાં આવેલા મુઝફ્ફરનગરની આ સિંગર ગીત ગાયા પછી વિવાદમાં આવી ગઈ છે. ફરમાની નાઝે ગાયેલા ‘હર હર શંભુ’ (Har Har Shambhu) ગીત વિશે લોકોએ કહ્યું કે, તે શરિયતની વિરુદ્ધ છે.

મીડિયા સાથેની વાતચીતમાં ફરમાની નાઝને ધાર્મિક ગુરૂના વાંધાઓ વિશે સવાલ કરવામાં આવ્યા તો તેણે કહ્યું કે,’પોતે એક કલાકાર રહીને દરેક પ્રકારના ગીતોને ગાયા છે. શ્રાવણ મહિનો ચાલુ થયો છે તો આ ‘હર હર શંભુ’ ગીત ગાઈને તેને યુટ્યુબ પર અપલોડ કર્યું છે. તેને કોઈ લોકોએ ઘરે આવીને રોકી નથી. સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

ઘણા ભક્તિ ગીતો ગાયા છે

‘તમને ક્યાં કારણથી ટાર્ગેટ કરવામાં આવે છે? તમે એક મહિલા છો એટલે કે ફરમાની નાઝ છો એટલે? ‘ આ સવાલ પુછતા તેના જવાબમાં આગળ વધુમાં ફરમાની નાઝ જણાવે છે કે,’ખબર નહીં પણ આજે છોકરીઓ આત્મનિર્ભર થઈને સમાજમાં જીવી રહી છે. તે પોતાના ટેલેન્ટ પર આગળ વધી રહી છે. એમાં કોઈને પરેશાની ન હોવી જોઈએ.’ આગળ વધુમાં જણાવે છે કે, પોતે એક ભક્તિ ચેનલ ચલાવે છે, તેના પર તેને પોતે ઘણા ભક્તિ ગીતો ગાયા છે. રાધા કૃષ્ણના પણ ઘણા ગીતો ગાયા છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ફરમાનીને પુછ્યુ કે, ‘ભજન ગાવાનો આઈડિયા ક્યાંથી આવ્યો?’ તેના જવાબમાં ફરમાની કહે છે કે, ‘હું કવાલી કરૂ છું તો ભજન પણ ગાઈ લઉં છું. પહેલાં ભજન ઘનશ્યામ તેરી બંશી…ગાયું હતું. ભાઈ સાથે પણ ઘણાં ભજન ગાયા છે. ગામડાંમાં મારા ગીતો સાંભળીને લોકો ખુશ થાય છે અને વખાણ પણ કરે છે.’ ફરમાની એક કલાકાર છે. એવામાં તેને દરેક પ્રકારના ગીતો ગાવા પડે છે.

દીકરાની બિમારીના લીધે સાસરી પક્ષના લોકોએ છોડ્યો સાથ

વધુમાં ફરમાની જણાવે છે કે, ‘મને આટલો સારો અવાજ મળ્યો છે તો હું મારા ટેલેન્ટ પર આગળ વધી રહી છું. અમે મર્યાદામાં રહીને ગાઈ છીએ. ક્યારેય કોઈ ધર્મનું અપમાન નથી કર્યું. 2018માં લગ્ન પછી એક દીકરો છે. દીકરાને બિમારી હોવાથી પતિ અને સાસરી પક્ષના લોકોએ મને છોડી દીધી. ત્યારપછી જીવન નિર્વાહ માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. એમાં એક કલાકાર તરીકે મેં ગાવાનું શરૂ કર્યું. આજે સિંગિગ કરીને જ જીવન ચલાવું છું.

ફરમાની કહે છે કે, ‘મને તલાક આપ્યા વગર જ મારા પતિ એ બીજા લગ્ન કરી લીધા. આ વાત પર ક્યારેય કોઈએ મારું દુ:ખ ન જોયું. હવે આજે જ્યારે ગીતો ગાઈને મારા દીકરાનો ઉછેર કરી રહી છું તો લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે. આમાં કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. લોકો મારા ગીતોને પસંદ કરી રહ્યા છે. સરકાર એવો નિર્ણય લે કે મારી સાથે થયું તે બીજા કોઈ સાથે ન થાય.’

ફરમાનીના ગીત વિશે મુફ્તી કહ્યું આવું

મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે, ‘જૂઓ આ સંદર્ભમાં હું એમ કહીશ કે કોઈ પણ પ્રકારના ગીતો ગાવા એ મુસ્લિમમાં માન્ય નથી. મુસ્લિમ થઈને કોઈ ગીતો ગાઈ છે તો તે ગુનો બને છે. કોઈ પણ ગીત હોય તેને ટાળવા જોઈએ. ફરમાની મહિલાએ આ ગીત ગાયું છે તે શરિયત વિરૂધ્ધ છે. મુસ્લિમ થઈને આવા ગીતો ગાવાએ ગુનો છે. સ્ત્રીએ તેનાથી દૂર રહેવું જોઈએ, પસ્તાવો કરવો જોઈએ. સ્ત્રીએ તેનાથી દૂર રહેવું જોઈએ.’

Next Article