PM મોદી પહોંચ્યા રાધા સ્વામી સત્સંગ, બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે 1 કલાક સુધી વાત કરી

|

Nov 05, 2022 | 12:41 PM

અહીંથી પીએમ (PM MODI)સીધા હિમાચલ પ્રદેશ પહોંચશે. અહીં સુંદરનગર અને સોલનમાં જાહેર સભાઓને સંબોધવાનો કાર્યક્રમ છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે.

PM મોદી પહોંચ્યા રાધા સ્વામી સત્સંગ, બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે 1 કલાક સુધી વાત કરી
પીએમ મોદી અને રાધા સોમી સત્સંગ બિયાસના પ્રમુખ બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન.

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આદમપુર એરપોર્ટ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી બ્રહ્મશંકર જિમ્પા, મુખ્ય સચિવ વિજય કુમાર ઝંઝુઆ અને ડીજીપી ગૌરવ યાદવે તેમનું સ્વાગત કર્યું. પીએમ અમૃતસરમાં બિયાસ રાધા સ્વામી સત્સંગ પહોંચ્યા બાદ અહીંથી સીધા સંપ્રદાયના વડા બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોનને મળ્યા હતા. પીએમ અને ડેરા બિયાસ ચીફ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ. આ પછી તેમનું હેલિકોપ્ટર ત્યાંથી રવાના થઈ ગયું છે.

મોદીએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, “બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન જીના નેતૃત્વ હેઠળ, RSSB ઘણા સમુદાય સેવા પ્રયાસોમાં મોખરે છે.” રાધા સ્વામી સત્સંગને ડેરા બાબા જૈમલ સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમૃતસર શહેરથી લગભગ 45 કિમી દૂર બિયાસ શહેરમાં આવેલું છે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં તેના અનુયાયીઓ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

 

 

પીએમ મોદીના પંજાબ પ્રવાસનો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાતનો વિરોધ કરી રહેલા સંગઠન કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતાઓ અને સંગઠન સાથે જોડાયેલા ખેડૂતોને પંજાબ પોલીસે તેમના ગામમાં જ અટકાવ્યા હતા. કેટલાક સ્થળોએ, ખેડૂતોએ તેમના ગામોમાં વડાપ્રધાનના પૂતળાનું દહન કરીને પ્રદર્શન કર્યું. અહીંથી પીએમ સીધા હિમાચલ પ્રદેશ પહોંચશે. અહીં સુંદરનગર અને સોલનમાં જાહેર સભાઓને સંબોધવાનો કાર્યક્રમ છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે.

પીએમની હિમાચલ પ્રદેશમાં રેલી

હિમાચલમાં ભાજપ સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે અને તેઓ તેને જવા દેવા માંગતા નથી. સાથે જ આમ આદમી પાર્ટી પણ બંને રાજ્યોમાં જોર લગાવી રહી છે. પીએમ મોદી પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત બીજેપીની ટોચની નેતાગીરી પૂરો જોર લગાવી રહી છે.

Published On - 12:07 pm, Sat, 5 November 22

Next Article