Himachal Pradesh elections 2022: હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 12 નવેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે પરિણામ

|

Oct 14, 2022 | 5:19 PM

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તાજેતરમાં જ, ECએ  હિમાચલની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે હવે તારીખની જાહેરાત થતા જ  હિમાચલ પ્રદેશમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.

Himachal Pradesh elections 2022: હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 12 નવેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે પરિણામ
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
Image Credit source: TV9 GFX

Follow us on

દિલ્હીમાં ઇલેક્શન કમિશનની (Election Commission) પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી 12 નવેમ્બરે યોજાશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તાજેતરમાં જ, ECએ  હિમાચલની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે હવે તારીખની જાહેરાત થતા જ  હિમાચલ પ્રદેશમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.

ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે નવા મતદારો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગ લે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. તમામ મતદાન મથકો સુલભ, સલામત અને આરામદાયક હશે. પાણી, વેઇટિંગ શેડ, શૌચાલય, લાઇટની સુવિધા હશે.કેટલાક મતદાન મથકો મહિલાઓ દ્વારા કમાન્ડ કરવામાં આવશે. ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનો અધિકાર, કાસ્ટિંગ વોટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.   વ્હીલચેર આપવામાં આવશે. પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવશે. 80 વર્ષથી ઉપરના મતદારો ડર્યા વગર પોતાનો મત આપી શકશે.

12 નવેમ્બરે હિમાચલ પ્રદેશની ચૂંટણી

  • 17 ઓક્ટોબર- જાહેરનામુ પ્રસિદ્ધ થશે
  • 25 ઓક્ટોબર- ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ
  • 27 ઓક્ટોબર- ઉમેદવારી ફોર્મની ચકાસણી
  • 29 ઓક્ટોબર સુધી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે
  • 12 નવેમ્બર- મતદાન યોજાશે
  • 8 ડિસેમ્બર- મતગણતરી હાથ ધરાશે

68 વિધાનસભા બેઠક માટે થશે મતદાન

હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 20 બેઠકો અનામત છે. 17 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 3 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. 2017માં ભાજપે પૂર્ણ બહુમતી સાથે વિજય નોંધાવીને સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપને 44 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. સીપીઆઈએમને એક બેઠક અને અપક્ષ ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

હિમાચલ વિધાનસભા ચૂંટણી 2017માં એક તબક્કામાં યોજાઈ હતી

હિમાચલ પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણી એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણી માટે 9 નવેમ્બરે મતદાન થયું હતું. પરિણામ 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશમાં છે. લાહૌલ-સ્પીતિ જિલ્લાનું તાશીગાંગ ગામ વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક માટે પ્રખ્યાત છે. 15,526 ફૂટની ઉંચાઈ પર આવેલા આ ગામમાં છેલ્લી ચૂંટણીમાં માઈનસ 16 ડિગ્રી તાપમાનમાં પણ 100% મતદાન થયું હતું.

વર્ષ 1985થી 2017 સુધીમાં કોણ જીત્યુ ?

વર્ષ  1985 – કોંગ્રેસ

વર્ષ 1990 – ભાજપ

વર્ષ 1993 – કોંગ્રેસ

વર્ષ 1998 – ભાજપ

વર્ષ 2002 – કોંગ્રેસ

વર્ષ 2007 – ભાજપ

વર્ષ 2012 – કોંગ્રેસ

વર્ષ 2017 – ભાજપ

2017ની ચૂંટણીમાં મતની ટકાવારી

ભાજપ – 48.8 ટકા
કોંગ્રેસ – 41.7 ટકા
CPM – 1.5 ટકા
BSP – 0.5 ટકા
અન્ય – 6.3 ટકા
NOTA – 0.9 ટકા

કોની પાસે કેટલી સીટો છે?

ભાજપ- 44
કોંગ્રેસ- 21
સીપીએમ- 1
અન્ય – 2

કેટલા લોકોએ કઈ પાર્ટીને વોટ આપ્યા?

ભાજપ- 1,846,432
કોંગ્રેસ- 1,577,450
CPM- 55,558
BSP- 18,540
અન્ય- 239,989
નોટા- 34,232

 

 

Published On - 3:33 pm, Fri, 14 October 22

Next Article