Gujarat Election : AAP ના પગલે હવે કોંગ્રેસના વાયદા,ખેડૂતોને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચૂંટણીલક્ષી જાહેરાત

|

Aug 12, 2022 | 12:33 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections)  પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સાથે મતદારોની રીઝવવા કેજરીવાલે ગેરંટી પણ આપી છે, ત્યારે હવે AAP ના રસ્તે કોંગ્રસ પણ જોવા મળી રહી છે.ખેડૂતોને (Farmer) લઈ કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાતો કરી છે.

કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના (Gujarat Assembly) વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જાહેરાત કરી છે કે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે.તેમજ ખેડૂતોને દિવસે 10 કલાક મુક્ત વીજળી આપવાની પણ જાહેરાત કરી છે.ઉપરાંત સહકારી માળખામાં બદલાવ લાવી રાજકીય દખલગીરી બંધ કરવાનુ પણ કહેવામાં આવ્યુ છે.તેમજ સહકારી માળખામાં પણ 33 ટકા મહિલા અનામતનો વાયદો આપવામાં આવ્યો છે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

સહકારી માળખામાં પણ બદલાવ લાવશે કોંગ્રેસ

તો ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખેડૂતોનો  (farmer) પાક ઓછા ભાવે નહીં ખરીદવાનો કાયદો બનાવવાની પણ વાત કરી છે.તેમજ જમીનની પુનઃ માપણી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.કોંગ્રેસ સરકાર આવશે તો પશુપાલકોને લિટરદીઠ 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે.દરેક માલધારીઓને ખેડૂતનો દરજ્જો કોંગ્રેસ આપશે.સાથે જ ખેડૂતોના સિંચાઈ દર માં 50 ટકા ની રાહત આપવામાં આવશે.

Published On - 12:30 pm, Fri, 12 August 22

Next Article