AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

01 માર્ચના મહત્વના સમાચાર : માર્ચના પ્રારંભે જ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, તૂટી શકે છે તમામ રેકોર્ડ, મહિનાના અંત સુધીમાં 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2026 | 9:06 PM
Share

આજે 01 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

01 માર્ચના મહત્વના સમાચાર :  માર્ચના પ્રારંભે જ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, તૂટી શકે છે તમામ રેકોર્ડ, મહિનાના અંત સુધીમાં 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો

Gujarat Live Updates આજ 01 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Mar 2026 05:28 PM (IST)

    રાજ્ય પોલીસ વડાએ જંગલેશ્વરમાં પોલીસની કામગીરીની પ્રશંસા કરી

    ગુજરાત પોલીસવડાએ આજે રાજકોટની મુલાકાત લીધી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર રેન્જના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડાએ બેઠક યોજી, ક્રાઈમ કોન્ફરન્સમાં ગુનાખોરી ડામવા, ક્રાઈમ રેટ ઘટાડવા એક્શન પ્લાન ઘડાયો. જુદા જુદા મુદ્દે ચર્ચા વિચારણા અને સમીક્ષા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓની જરૂરી સૂચનો આપ્યા. સાથે જંગલેશ્વરમાં દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસની ભૂમિકાની રાજ્ય પોલીસ વડાએ પ્રશંસા કરી. સાથે શાળાઓને ઈમેઈલથી મળતી ધમકી મુદ્દે રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે VPN મારફત આ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે,સોર્સ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સોર્સ મોટા ભાગે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.

  • 01 Mar 2026 05:27 PM (IST)

    સુરત: ઝંખવાવમાં પોલીસની હાજરીમાં જ દારૂ પાર્ટી

    સુરત: ઝંખવાવમાં પોલીસની હાજરીમાં જ દારૂ પાર્ટી નો વીડિયો વાયરલ થયો છે. ઝંખવાવ પોલીસ મથકના એક ઢાબામાં પોલીસ જવાનની હાજરીમાં દારૂની મહેફિલ જામી. જો કે  TV9 વીડિયોની પૃષ્ટી કરતું નથી. વીડિયોને કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

  • 01 Mar 2026 05:14 PM (IST)

    સુરેન્દ્રનગર: ખાટડીમાં ખેડૂત સંમેલનમાં રાજુ કરપડાએ આપ્યુ મોટુ નિવેદન

    સુરેન્દ્રનગર: ખાટડીમાં પાણીની સમસ્યા અંગે રાજુ કરપડાએ શક્તિ પ્રદર્શન કર્યુ. સિંચાઈના પાણી માટે કરપડાએ આડકતરી રીતે પક્ષપલટાનો ઈશારો કર્યો. જો સરકાર ખેડૂતોની માગ સરકાર સ્વીકારે તો સરકારમાં ભળી જવાનો ઈશાર ઈશારામાં સંકેત આપ્યો. ખેડૂત સંવાદ કાર્યક્રમમાં રાજુ કરપડાએ મોટુ નિવેદન આપતા સરકારમાં ભળી જવાનો સંકેત આપ્યો. ખેડૂતો વતી મુળી, વઢવાણ, ચોટીલામાં સિંચાઈના પાણીની માગ કરી. માંગણીઓને લઈ ખેડૂત આગેવાનો સાથે સંમેલન યોજવાની તૈયારી શરૂ કરી.

  • 01 Mar 2026 05:08 PM (IST)

    અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનને લઈ મોટી જાહેરાત

    અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનને લઈ મોટી જાહેરાત કરાઈ છે.  કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા જણાવ્યુ કે 2027માં મુંબઈથી અમદાવાદ ની બુલેટ ટ્રેનન શરૂ થશે. બુલેટ ટ્રેનમાં મુંબઈથી અમદાવાદ 1 કલાક 57 મિનિટમાં મુસાફરી પૂર્ણ થશે. 350 કી.મી. પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચાલશે. PM મોદીએ નવા 7 બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મંજૂર કર્યા છે.

  • 01 Mar 2026 05:06 PM (IST)

    લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહઠ કરતા યશ્વી ફાઉન્ડેશન સામે ઉઠ્યા સવાલ

    સુરત શહેરમાં યશ્વી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહઠ કરતા વિવાદ સર્જાયો છે. જે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાનો સંસ્થાએ ઈન્કાર કર્યો છે તે યુવક-યુવતીએ યશ્વી ફાઉન્ડેશન પર ગંભીર આક્ષેપ લગાવ્યા. યશ્વી ફાઉન્ડેશને TRP મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યો છે. સંસ્થાના કારણે તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યાનો દાવો કરાયો છે. ફરહાએ વીડિયોમાં કહ્યું છે કે, પોતાની જિંદગી બરબાદ કરવા બદલ યશ્વી ફાઉન્ડેશનનો આભાર.યુવતીએ યશ્વી ફાઉન્ડેશન પર સવાલો ઉઠાવતા કહ્યું કે જો તેઓ અમારા લગ્ન કરાવી શકતા ન હતા તો અમારા નામની જાહેરાત કેમ કરી. પોતાની પ્રસિદ્ધિ માટે યશ્વી ફાઉન્ડેશને અમારો પ્રચાર કર્યો અને પછી વિરોધ થયો તો તેમણે પીછેહઠ કરી.

  • 01 Mar 2026 05:04 PM (IST)

    વડોદરા: મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓમાં ચિંતા વધી

    વડોદરા: મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓની ચિંતા વધી છે.  વડોદરાના ફારુક સોનીએ મક્કાથી વીડિયો સંદેશ મોકલ્યો છે. રમઝાન માસ દરમિયાન યુદ્ધની સ્થિતિથી હાજીઓમાં તણાવ ફેલાયો છે.   ગુજરાતના મોટી સંખ્યામાં હાજીઓ મહાલ મક્કામાં હાજર છે. હોટેલોમાં રોકાયેલા લોકો પોતાના સગા વહાલાઓને લઈ ચિંતિત છે. કેટલાક લોકોની દવાઓ અને સામાન આવવાનો પણ બાકી છે. યુદ્ધ જલ્દી બંધ થાય તેવી અપીલ કરાઈ છે. રમઝાનમાં બંદગી માટે આવેલા હાજીઓમાં ચિંતા વ્યાપી છે.

  • 01 Mar 2026 02:42 PM (IST)

    સુરતના વરાછા ઓવરબ્રિજ પર અકસ્માત, એક જ પરિવારના 3ના મોત

    સુરતના વરાછા ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 3 મોત થયા છે. વરાછા ઓવરબ્રિજ પર ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત થયો હતો. પિતા-પુત્ર-ભત્રીજા સહિત એક જ પરિવારના 3 જણાના મોત થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક શૈલેષ માયાણી પત્ની, પુત્રને ભત્રીજા સાથે ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માતની ઘટના બની હતી.

  • 01 Mar 2026 02:30 PM (IST)

    ઈરાને દુબઈ, કુવૈત, ઈઝરાયલ અને જોર્ડન પર ફરીથી શરૂ કર્યાં હુમલા

    અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુ પછી, ઈરાને આજે નવેસરથી દુબઈ, કુવૈત, ઈઝરાયલ અને જોર્ડન પર હુમલા શરૂ કર્યા છે.

  • 01 Mar 2026 02:30 PM (IST)

    પાલડી પોલીસ મથકે MLA સહીતના કોંગ્રેસના નેતાઓએ મચાવ્યો હોબાળો, બુટલગેરને બદલે વૃદ્ધોને પકડો છો નો લગાવ્યો આરોપ

    અમદાવાદના પાલડી પોલીસે બુટલેગરને પકડવાને બદલે વૃદ્ધને પકડ્યા હોવાનું કહીને કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. બુટલેગરોને પાલડી પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે હોબાળો. 78 વર્ષના વૃદ્ધ સામે ખોટો ગુનો દાખલ કરી પોલીસ હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતના નેતાઓએ હોબાળો મચાવ્યો છે.

  • 01 Mar 2026 01:49 PM (IST)

    અમદાવાદના મેઘાણીનગરમાં યુવાનની હત્યા

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. અંગત અદાવતમાં યુવકને ઝીંકયા હતા છરીના ઘા. 24 ફેબ્રુઆરીના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. કરણ પ્રજાપતિનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું. ચાર આરોપી જય, વીરુ, વિશાલ અને સૌરભ ભેગા મળીને કરણ પર હુમલો કર્યો હતો. મેઘાણીનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી.

  • 01 Mar 2026 12:56 PM (IST)

    ખામેનેઈના મોત બાદ પાકિસ્તાનમાં હિંસા; યુએસ દૂતાવાસને આગ લગાડાઈ, પોલીસ કાર્યવાહીમાં 8 ના મોત

    ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુ બાદ, વિવિધ દેશોમાં યુએસ વિરુદ્ધ વિરોધ અને પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ દરમિયાન, પાકિસ્તાનમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના કરાચીમાં પ્રદર્શનકારીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખામેનેઈના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા લોકોએ યુએસ દૂતાવાસ પર હુમલો કર્યો હતો. પોલીસે કરેલ જવાબી કાર્યવાહીમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

  • 01 Mar 2026 12:22 PM (IST)

    અમદાવાદ ક્રાઈમ બ્રાંચે, મેગા કોમ્બિંગ નાઈટ યોજી 54 વાહનો ડિટેઈન કર્યાં

    અમદાવાદ શહેરમાંથી ગુનાખોરીને નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાંચે  ‘મેગા કોમ્બિંગ નાઈટ’નું આયોજન કર્યુ હતું. એક જ રાતમાં 54 વાહનો ડિટેઈન કર્યા છે. 100 જેટલી SUV અને ફેન્સી બાઇક્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું. ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન બદલ 54 વાહનો ડિટેઈન કરાયા. ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 કેસ કરાયા. દારૂ પીધેલા અન્ય 10 શખ્સોની કરાઇ ધરપકડ. બુટલેગરોના 22 સ્થળોએ રેડ પાડવામાં આવી. શંકાસ્પદ 10 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા.

  • 01 Mar 2026 12:19 PM (IST)

    સેમિકન્ડક્ટરના 10 એપ્રૂવ્ડ પ્લાન્ટમાંથી 4  કાર્યરત થઈ ગયા- અશ્વિની વૈષ્ણવ

    સેમિકન્ડક્ટર પ્લાન લાવવાનું કામ એમણે પૂર્ણ કર્યું હોવાનું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 10 એપ્રૂવ્ડ પ્લાન્ટમાંથી 4  કાર્યરત થઈ ગયા છે. ભારતમાં તૈયાર થઈ રહેલા ઇકોસિસ્ટમ માટે ગુજરાતનો મહત્વનો ફાળો છે. ગુજરાતમાં રેલવે 1,28,700 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં સ્ટેશનોનું નિર્મિત થઈ રહ્યા છે. આવતા વર્ષે બુલેટ ટ્રેન શરૂ થવાની છે અને પ્રોજેક્ટના કામની પ્રગતિ પણ સારી છે. બુલેટ ટ્રેન માટે નવા 7 પ્રોજેક્ટ પણ એપ્રૂવ કરવામાં આવ્યા છે. 2014 માં રેલવે બજેટ 589 કરોડનું હતું અને હવે 17,366 કરોડ બજેટ ફાળવાયું છે ગુજરાત માટે.

  • 01 Mar 2026 11:52 AM (IST)

    મક્કામાં ફસાયા 55 અમદાવાદીઓ, હેમખેમ સ્વદેશ પરત ફરવા વલખાં

    મિડલ ઈસ્ટમાં ફેલાયેલ અશાંતિમાં ગુજરાતના અનેક લોકો ફસાયા. મક્કામાં ફસાયેલા અમદાવાદીઓ ફસાયા. મક્કામાં પવિત્ર યાત્રા માટે ગુજરાતના પરિવારો ગયા હતા. ગઈકાલે એરપોર્ટ પર પહોચ્યા અને યુદ્ધની શરૂઆત થતા અટવાયા. હાલ મક્કા પાસે તમામ 55 લોકો હોટલમાં રોકાયા છે. વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યને કરી છે રજૂઆત. હોટેલના ભાડા મોંઘા હોવાથી રૂપિયા ખતમ થઈ ગયા હોવાનું મક્કામાં ફસાયેલ ગુજરાતીઓએ જણાવ્યું છે. બહાર નીકળતા ડર લાગી રહ્યો હોવાનો ફસાયેલા મુસાફરોનો દાવો. ભારત સરકાર જલદી દેશમાં પરત લાવે એવી માંગ કરવામાં આવી છે.

  • 01 Mar 2026 10:52 AM (IST)

    ગુજરાતે જાહેર કરી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ

    મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ 2026 દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ જાહેર કરી છે. આ નવી નીતિ 2026થી 2031 સુધીના પાંચ વર્ષ અમલી રહેશે. આ નીતિનો હેતુ ગુજરાતને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. ગુજરાતના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.

  • 01 Mar 2026 10:21 AM (IST)

    નાગપુરમાં SBL એનર્જી લિમિટેડ ફેક્ટરીમાં વિસ્ફોટ, 15 લોકોના મોત

    નાગપુર શહેરનાએસપીના જણાવ્યા અનુસાર, નાગપુરમાં SBL એનર્જી લિમિટેડ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ 15 લોકો માર્યા ગયા અને 18 ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • 01 Mar 2026 10:08 AM (IST)

    અમદાવાદના સરદારનગરમાં P.C.B.ના દરોડા, વિદેશી દારુ ઝડપાયો

    અમદાવાદના સરદારનગરમાં P.C.B.એ દરોડા પાડીને વિદેશી દારુ ઝડપી પાડ્યો છે. વિદેશી બિયરનો જથ્થો ઝડપાયો છે.  સરદાર નગર પોલીસ મથકની હદમાં આવતા રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં PCBએ દરોડો પાડી દારૂ ઝડપ્યો હતો. બિયરના કુલ 333 ટીન સાથે 79,700/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મકાન માલિક પવન ભવરલાલ સોલંકીની સ્થળ પરથી ધરપકડ કરાઇ છે.

  • 01 Mar 2026 09:11 AM (IST)

    બેફામ રીતે વાહન હંકારી પદયાત્રીઓને અડચણરૂપ બનેતા ચાલકો સામે પોલીસની કાયદેસર કાર્યવાહી

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા–દ્વારકા હાઈવે પર પોલીસે કડક કાર્યવાહી કરીને 14 વાહન ડિટેઈન કર્યાં છે. ફુલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને ડીજે વાહન ચાલકો સામે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. બેફામ રીતે વાહન હંકારી પદયાત્રીઓને અડચણરૂપ બનેલા ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરાઈ છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા દ્વારકા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. પોલીસે એક થે 14 જેટલા વાહનો ડિટેઇન કર્યા છે.

  • 01 Mar 2026 08:40 AM (IST)

    ખામેનેઈના નિધન બદલ આરબ દેશોએ જાહેર કર્યો ત્રણ દિવસનો શોક

    ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના નિધન બાદ, આરબ દેશોમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

  • 01 Mar 2026 07:41 AM (IST)

    દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પટણી ચોક ખાતે ગૌ રક્ષકો પર હુમલો

    દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પટણી ચોક ખાતે ગૌ રક્ષકો પર હુમલાની ઘટના નોંધાઈ છે. પીકઅપમાં કતલના ઇરાદે પશુ લઈ જવાતા હોવાની વિગત ગૌરક્ષકોને મળી હતી. ગૌ રક્ષકોએ પીછો કરી પટણી ચોક ખાતે વાહન ઝડપી પાડ્યુ હતું. તે દરમિયાન 50 થી 60 જેટલા કસાઇઓએ કર્યો હુમલો. હુમલામાં 2 ગૌ રક્ષકો થયા ઇજાગ્રસ્ત. ગૌ રક્ષકોની કાર તથા બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી. બે ગૌરક્ષકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી 7 ભેંસ ભરેલી પિકઅપને ઝડપી પાડી. હાલ પોલીસે ઘટનાની ગંભીરતા ને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

  • 01 Mar 2026 07:39 AM (IST)

    સુરતથી દુબઈ જતી ફ્લાઈટને રદ કરાઈ, અમૃતસરથી શારજાહ ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ

    મિડલ ઇસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. દુબઈ એરબેજ બંધ કરાતા દુબઈ જતી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX 273 સુરત – દુબઈ ફ્લાઇટ રદ કરાઈ છે. ઈન્ડિગોની અમૃતસરથી શારજાહ જતી ફ્લાઈટને ડાયવર્ટ કરી સુરત લેન્ડિંગ કરાવ્યું.

Published On - Mar 01,2026 7:35 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">