ઈરાન
ઈરાન પશ્ચિમ એશિયાનો મુખ્ય દેશ છે. 1935 સુધી તેને પર્શિયા કહેવામાં આવતું હતું. ઈરાન પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલો છે. તે પશ્ચિમમાં ઇરાક અને ઉત્તરમાં અઝરબૈજાનથી ઘેરાયેલું છે. આ દેશને વિશ્વની સુકામેવા પિસ્તાની રાજધાની કહેવામાં આવે છે.
અહીંની અર્થવ્યવસ્થા તેલ, કુદરતી ગેસ અને પિસ્તા પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે સેટેલાઇટ ટેલિવિઝન પર પ્રતિબંધ મૂકનાર આ દેશમાં પ્રથમ વખત અહીં અનાજ ઉગાડવામાં આવ્યું હતું. બીજગણિતના પિતા મુહમ્મદ ઈબ્ન મુસા-અલ-ખ્વારીઝમીનો જન્મ ઈરાનમાં થયો હતો.
ભૌગોલિક રીતે ઈરાનનો મોટાભાગનો ભાગ રણનો બનેલો છે. તેહરાન શહેર અહીંની રાજધાની છે, જે તેના વાસ્તુકળા અને હરિયાળીથી ભરેલા બગીચા માટે જાણીતું છે.
ઈરાનમાં સર્વોચ્ચ નેતાને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અહીં સર્વોચ્ચ નેતાનું પદ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે અહીં સેનાના કમાન્ડર ઇન ચીફ પણ છે. તેની પાસે સુરક્ષા દળોનું નિયંત્રણ છે. એ જ નેતા અહીં ન્યાયતંત્રના વડાઓની નિમણૂક કરે છે.
1979 માં ઇસ્લામિક ક્રાંતિ પછી, ઇતિહાસમાં બે સર્વોચ્ચ નેતાઓ હતા. પ્રથમ ઈરાની પ્રજાસત્તાકના સ્થાપક, આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની હતા, અને બીજા તેમના અનુગામી હતા, હાલના આયાતુલ્લા અલી ખમેની છે.
Breaking News : સતત 18માં દિવસે ઈરાનમાં વિરોધ પ્રદર્શન અને આગચંપી, ઈરફાનને આજે ફાંસી અપાશે, 20 હજાર લોકોના મોતનો દાવો?
ઈરાનમાં લોકપ્રિય આંદોલન હવે ક્રાંતિનું સ્વરૂપ લઈ ચૂક્યું છે અને તેના 18મા દિવસમાં પણ ચાલુ છે. ટ્રમ્પની હસ્તક્ષેપની ધમકીઓ વચ્ચે, ઈરાનનું ખામેની શાસન વિરોધીઓ પર ભારે બળપ્રયોગ કરી રહ્યું છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2,000 થી લઇને 20 હજાર લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 12:12 pm
અમેરિકાએ રશિયા બાદ હવે ઈરાનને લઈને આપી ધમકી, ઈરાન સાથે વેપાર કરશો તો લગાવશું 25% ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25% ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. જો આ લાગુ થશે તો ભારત પર તેલની કિંમતો, ઈરાન વેપાર અને ચાબહાર પોર્ટને લઈને અસર પડી શકે છે. ભારત-અમેરિકા સાથેના સંબંધોને જોતા અત્યંત સંતુલિત પ્રતિક્રિયા આપશે તેવુ હાલ તો જણાઈ રહ્યુ છે.
- Mina Pandya
- Updated on: Jan 13, 2026
- 9:11 pm
Breaking News: ઈરાન પર અમેરિકા ગમે ત્યારે કરી શકે છે હુમલો, ટ્રમ્પના “બહુત જલ્દ હી” વાળો રહસ્યમય ફોટોથી સનસનાટી મચાવી
અમેરિકા બે અઠવાડિયાથી વધુ સમયથી ઈરાનમાં ચાલી રહેલા અશાંતિ પર નજર રાખી રહ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધ પ્રદર્શનો વચ્ચે લશ્કરી પ્રદર્શનની હાકલ કરી છે.
- Meera Kansagara
- Updated on: Jan 12, 2026
- 8:40 am
Breaking News: ઈરાનમાં ફાટી નીકળ્યું રમખાણ ! 110 શહેરોમાં આગચંપીના બનાવ, ઈન્ટરનેટ પણ ઠપ
રાજધાની તેહરાનમાં દરેક જગ્યાએ આગ જ જોવા મળી રહી છે. બળવાખોરો અને સૈન્ય વચ્ચે અથડામણો ફાટી નીકળ્યા છે, બળવાખોરોએ દરેક શેરીમાં આગ લગાવી દીધી છે. સમગ્ર ઈરાનમાં રાતોરાત અરાજકતા ફેલાઈ ગઈ છે.
- Devankashi rana
- Updated on: Jan 9, 2026
- 7:25 am
Breaking News: મોંઘવારી, આંદોલન અને હિંસા! ઈરાનમાં 29 લોકો માર્યા ગયા; ટ્રમ્પે કહ્યું, અમેરિકા ‘યુદ્ધ’ માટે તૈયાર
ઈરાનમાં હાલના વિરોધ પ્રદર્શન 28 ડિસેમ્બરને રોજ રાજધાની તેહરાનના બજાર વિસ્તારમાં શરૂ થયા હતા. શરૂઆતમાં આ પ્રદર્શન મોંઘવારી અને આર્થિક સમસ્યાઓને લઈને શરૂ થયા હતા પરંતુ થોડા જ દિવસોમાં આ આંદોલન દેશના અલગ-અલગ ભાગોમાં ફેલાઈ ગયું.
- Ravi Prajapati
- Updated on: Jan 6, 2026
- 6:46 pm
Breaking News: વારા પછી વારો… તારા પછી મારો…! શું વેનેઝુએલા બાદ ઈરાન પણ અમેરિકાની ઝપેટમાં આવશે? ઇઝરાયેલી નેતાના ટ્વીટથી માહોલ ગરમાયો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્ની હાલ અમેરિકાના કબજામાં છે. આ દરમિયાન, ઇઝરાયલી વિપક્ષી નેતા યાયર લાપિડે ઈરાનને કડક ચેતવણી આપી છે.
- Ravi Prajapati
- Updated on: Jan 3, 2026
- 8:47 pm
Breaking News: હવે ઈરાનમાં પણ થશે સત્તા પરિવર્તન? સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉમટી ભીડ, હિંસક પ્રદર્શનમાં ઘણા લોકોના મોત
ત્રણ દિવસથી ઈરાનના અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વધતો જતો ફુગાવો, બેરોજગારી અને ચલણના તીવ્ર ઘટાડાથી લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જે વિરોધ પ્રદર્શનો પહેલા આર્થિક માંગણીઓ સુધી મર્યાદિત હતા તે હવે સીધા શાસન પરિવર્તનની માંગણીઓ તરફ વળી રહ્યા છે.
- Devankashi rana
- Updated on: Jan 2, 2026
- 7:12 am
ઈરાનમાં 4 ગુજરાતીઓને અપહરણ કરી માર મારતો વીડિયો વાયરલ, સરકારની મદદથી તમામ બંધકોને કરાયા મુક્ત, જુઓ Video
ગાંધીનગર જિલ્લાના માણસાના બાપુપુરા ગામના 3 યુવક અને મહિલાને બંધક બનાવાયા હતા. યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોને છોડવામાં આવ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Oct 29, 2025
- 1:47 pm
ઇઝરાયલે બે વર્ષમાં 6 મુસ્લિમ દેશોને કેવી રીતે ઘૂંટણિયે પાડી દીધા? તમે નહીં જાણતા હોવ..
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હવે તેના અંતને આરે છે. આ બે વર્ષમાં, ઇઝરાયલે હમાસને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. જોકે, આ બે વર્ષમાં, ઇઝરાયલે તેના છ હરીફ દેશોની લશ્કરી શક્તિનો પણ નાશ કર્યો છે. ચાલો આને વિગતવાર સમજીએ.
- Sagar Solanki
- Updated on: Oct 14, 2025
- 5:47 pm
આ દેશે લીધો ખૂબ મોટો નિર્ણય, નોટોમાંથી હટાવી દીધા શૂન્ય, 10,000ની નોટ થઇ હવે માત્ર 1 રુપિયો
કલ્પના કરો કે દૂધનું પેકેટ ખરીદવા જઈ રહ્યા છો અને નોટોથી ભરેલી થેલી લઈ જવી પડશે. આ વિચિત્ર લાગે છે, પરંતુ ઈરાનમાં ફુગાવાની પણ આવી જ પરિસ્થિતિ બની ગઈ છે. માલના ભાવ એટલા વધી ગયા છે કે લોકોને નાની વસ્તુઓ માટે પણ લાખો અને કરોડો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ઈરાની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.
- Tanvi Soni
- Updated on: Oct 7, 2025
- 9:03 am
વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો
Iran Deportation Policy: થોડા દિવસો પહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયુ. આ યુદ્ધમાં અનેકવાર ઈરાની પોલીસે અફઘાનીઓની ધરપકડ શંકાના આધારે કરી. હવે ઈરાનમાં રહી રહેલા અફઘાનીઓને ત્યાંની સરકાર ભગાડી રહી છે. આપને જણાવી દઈએ કે 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસ્યા હતા.
- Mina Pandya
- Updated on: Aug 1, 2025
- 9:52 pm
કોને કોને ખતરો..? આ દેશ પાસે છે પરમાણુ બોમ્બ બનાવવા માટે સૌથી વધુ યુરેનિયમ, છતાં પોતે નથી બનાવતા શસ્ત્રો, જાણો કેમ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધે ફરી એકવાર પરમાણુ શસ્ત્રો અને યુરેનિયમ પર ચર્ચા જગાવી છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે વિશ્વનો સૌથી મોટો યુરેનિયમ ભંડાર ધરાવતો દેશ ન તો પરમાણુ બોમ્બ બનાવે છે અને ન તો પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરે છે. શા માટે?
- Sagar Solanki
- Updated on: Jul 19, 2025
- 8:09 pm
ત્રીજા વિશ્વયુદ્ધનો તીખારો..! ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવના મૂળભૂત કારણો શું છે ? અહીં જાણો
વિશ્વભરમાં હાલ સૌથી વધુ ચિંતા જન્માવતો પ્રશ્ન છે કે.. શું ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પૂર્ણ યુદ્ધના દરવાજા ખુલવા જઇ રહ્યા છે? ઈઝરાયલના તાજેતરના હુમલાઓ અને ઈરાનના વળતા પ્રહારો વચ્ચે સંઘર્ષ ગહન બનતો જાય છે. અને એ બધું શરૂ થયું ઈરાનના અણુકાર્યક્રમના પ્રશ્ન પરથી.
- Sagar Solanki
- Updated on: Jul 15, 2025
- 7:10 pm
પેલેસ્ટાઈન, ઈરાન બાદ હવે આ દેશોનો ઇઝરાયેલે લીધો નંબર, બોમ્બ વરસાવીને સજર્યો વિનાશ
ઈરાન પછી, ઈઝરાયલે અચાનક પોતાનું ધ્યાન લેબનોન તરફ વાળ્યું છે. શુક્રવારે, ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ હતી.
- Manish Gangani
- Updated on: Jun 27, 2025
- 6:06 pm
ઈઝરાયેલને હરાવ્યાની ઈરાને કરી જાહેરાત, હવે અમેરિકા સામે કરશે કેસ
ઈરાન કહ્યું કે અમેરિકાએ તેના પરમાણુ ઠેકાણાઓને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને હવે વોશિંગ્ટનને તેની ભરપાઈ કરવી જોઈએ. ઈરાને એમ પણ કહ્યું છે કે, તેહરાન આ હુમલા અંગે અમેરિકા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવશે.
- Manish Gangani
- Updated on: Jun 26, 2025
- 8:04 pm