AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે 55 થી વધુ ગુજરાતીઓ મક્કામાં ફસાયા, ભારત સરકાર પાસે લગાવી મદદની ‘ગુહાર’ – જુઓ Video

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર હવે ત્યાં ગયેલા ભારતીય યાત્રીઓ પર જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2026 | 4:33 PM
Share

મક્કા શહેરમાં ઉમરાહની યાત્રાએ ગયેલા અમદાવાદ સહિત ગુજરાતના ઘણા પરિવારો હાલ ત્યાં ફસાયા છે. યુદ્ધના કારણે સર્જાયેલી અરાજકતા અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે યાત્રિકો એરપોર્ટ અને હોટેલોમાં અટવાઈ પડ્યા છે.

TV9 સાથેની ખાસ વાતચીતમાં વ્યક્ત કરી વ્યથા

મક્કામાં ફસાયેલા અમદાવાદીઓએ TV9 સાથેની ખાસ વાતચીતમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, યુદ્ધની શરૂઆત થતાની સાથે જ એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ છે. ઘણી ફ્લાઈટ્સ રદ થતા ગુજરાતી પરિવારો એરપોર્ટ પર અટવાયા છે. યાત્રીઓએ જણાવ્યું કે, “અત્યારે બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે, સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે.”

‘ભારત સરકાર’ મદદની છેલ્લી આશા!

ફસાયેલા યાત્રિકોએ વધુમાં જણાવ્યું કે, અચાનક ઉભી થયેલી આ પરિસ્થિતિને કારણે ત્યાંની હોટેલોના ભાડામાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. બીજું કે, હાલ આ તમામ 55 લોકો મક્કા પાસેની એક હોટેલમાં રોકાયા છે, જ્યાં હોટેલના ભાડા અત્યંત મોંઘા હોવાથી તેમની પાસે રૂપિયા પણ ખતમ થઈ રહ્યા છે.

ગુજરાતી પરિવારોએ સુરક્ષિત રીતે વતન પરત ફરવા માટે ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યોને તાત્કાલિક રજૂઆત કરી છે. ફસાયેલા લોકોની માગ છે કે, ભારત સરકાર વહેલી તકે કોઈ કામગીરી શરૂ કરે અને સ્પેશિયલ ફ્લાઈટ અથવા બીજા માધ્યમથી તેમને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવાની વ્યવસ્થા કરે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામેનો હુમલો ભારે પડ્યો, તાલિબાની સેનાએ વળતો પ્રહાર કરી પાકિસ્તાની સેનાને લાવી દીધી ઘૂંટણીઓ- વાંચો

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">