AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ચિંતા વધી, મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધથી કાચા તેલના ભાવમાં થશે ભડકો!

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાની ધમકીએ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચાવી દીધી છે. ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે, ત્યારે શું આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? જાણો શું છે સરકારનો સેફ્ટી પ્લાન.

હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ચિંતા વધી, મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધથી કાચા તેલના ભાવમાં થશે ભડકો!
| Updated on: Mar 01, 2026 | 4:56 PM
Share

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ ‘હોર્મુઝની ખાડી’ને બંધ કરી દીધી છે, જ્યાંથી વિશ્વનો 20% ક્રૂડ સપ્લાય પસાર થાય છે. આ સ્થિતિમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની આશંકા છે.

તેલના ભાવમાં ધરખમ વધારો

શુક્રવારે કાચું તેલ બેરલ દીઠ 73 ડોલર પર બંધ થયું હતું, જે માત્ર એક મહિનામાં 6 ડોલરનો વધારો દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ લડાઈ લાંબી ખેંચાશે, તો કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ આ યુદ્ધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

ભારત પર શું થશે અસર?

ભારત તેની તેલની જરૂરિયાત માટે 85% આયાત પર નિર્ભર છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો નથી, પરંતુ તેલ મોંઘું થવાથી:

  • સરકારી તેલ કંપનીઓના રિફાઇનિંગ માર્જિનમાં ઘટાડો થશે.
  • દેશનું આયાત બિલ (Import Bill) વધશે.
  • રૂપિયાના મૂલ્ય પર દબાણ આવશે અને ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે.

ભારતનો ‘બેકઅપ પ્લાન’ શું છે?

ભારત ભલે ઈરાન પાસેથી સીધું તેલ નથી ખરીદતું, પરંતુ ભારતનું 40% કાચું તેલ અને 55% LNG હોર્મુઝની ખાડીના માર્ગે જ આવે છે. આ સંકટને પહોંચી વળવા ભારતીય રિફાઈનરીઓએ કમર કસી છે:

  • વૈકલ્પિક બંદરો: સાઉદી અરેબિયા અને યુએઈના અન્ય બંદરો પરથી લોડિંગ કરવાની તૈયારી.
  • વધારાના ઓર્ડર: ખાડી દેશો સિવાયના અન્ય દેશો (જેમ કે રશિયા કે આફ્રિકન દેશો) ને વધારાના ઓર્ડર આપી શકાય છે.
  • આકસ્મિક વિકલ્પો: રિફાઈનરીઓ અત્યારે સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે ઈમરજન્સી પ્લાન પર કામ કરી રહી છે.

ઈન્ડસ્ટ્રીના અધિકારીઓનું કહેવું છે કે આ વખતે જંગ લાંબી ચાલી શકે છે, તેથી ભારત તેની ‘એનર્જી સિક્યોરિટી’ માટે અત્યારથી જ સતર્ક થઈ ગયું છે.

સ્વાસ્થ્યનો ખજાનો છે ‘ખજૂર’… જાણો દિવસના કયા સમયે ખાવાથી થશે ‘બમણો ફાયદો’, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ
દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો
દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો
g clip-path="url(#clip0_868_265)">