AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્યનો ખજાનો છે ‘ખજૂર’… જાણો દિવસના કયા સમયે ખાવાથી થશે ‘બમણો ફાયદો’

ખજૂરને એક 'સુપરફૂડ' માનવામાં આવે છે પરંતુ તેને યોગ્ય સમયે ખાવાથી તેના ફાયદા ખૂબ જ વધી જાય છે. આમ તો તમે તેને દિવસમાં ગમે ત્યારે ખાઈ શકો છો પણ શું તમે જાણો છો કે, દિવસના કયા સમયે ખજૂર ખાવાથી સૌથી વધુ ફાયદો મળે છે?

| Updated on: Mar 01, 2026 | 1:47 PM
Share
ખજૂર એક એવું ડ્રાયફ્રૂટ છે કે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં વિટામિન B6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા મહત્વના પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને લાભ પહોંચાડે છે.

1 / 12
જો કે, કોઈપણ વસ્તુનો પૂરેપૂરો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે તેનું સેવન યોગ્ય સમયે કરવામાં આવે. એવામાં તમે વિચારતા હશો કે, ખજૂર ખાવાનો સાચો સમય કયો છે અને તેનાથી શું શું ફાયદા થાય છે?

2 / 12
સવારે ખાલી પેટે: સવારે ખાલી પેટે ખજૂર ખાવી સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને તરત જ ગ્લુકોઝ આપે છે, જેનાથી તમે આખો દિવસ એનર્જેટિક (ઉર્જાવાન) રહો છો. આમાં ફાઈબર ભરપૂર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અને આંતરડાની સફાઈમાં મદદ કરે છે. નિયમિતપણે સવારે ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધે છે.

3 / 12
વર્કઆઉટ પહેલા: જો તમે જીમમાં જાઓ છો અથવા કસરત કરો છો, તો વર્કઆઉટના 30-60 મિનિટ પહેલા 2-3 ખજૂર ખાઓ. તે શરીરને ધીમી ગતિએ ઊર્જા પ્રદાન કરે છે, જેથી તમે જલ્દી થાકતા નથી.

4 / 12
સાંજના નાસ્તામાં: સાંજે જ્યારે હળવી ભૂખ લાગે અને ગળ્યું ખાવાનું મન થાય, ત્યારે ચા-બિસ્કિટને બદલે ખજૂર ખાવી પણ ફાયદાકારક છે. તે રાત્રિના ભોજન સુધી તમને 'પેટ ભરેલું' હોવાનો અહેસાસ કરાવશે.

5 / 12
રાત્રે સૂતી વખતે: કેટલાક લોકોને રાત્રે ખજૂર ખાવાથી સારી ઊંઘ આવે છે. દૂધમાં ખજૂર ઉકાળીને પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને નર્વસ સિસ્ટમ શાંત રહે છે.

6 / 12
તાત્કાલિક ઊર્જાનો સ્ત્રોત: ખજૂરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝનું સારું પ્રમાણ હોય છે. જો તમને થાક અનુભવાતો હોય, તો 2-3 ખજૂર ખાવાથી તમને તરત જ એનર્જી મળે છે.

7 / 12
પાચનમાં સુધારો: ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા મેટાબોલિઝમ (ચયાપચય) ને સુધારે છે અને પેટને સાફ રાખવામાં સહાયક છે.

8 / 12
હાડકાંની મજબૂતી: ખજૂરમાં સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે. આ તમામ તત્વો હાડકાંને સ્વસ્થ રાખવામાં અને ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

9 / 12
હૃદયના સ્વાસ્થ્ય માટે: ખજૂરમાં પોટેશિયમનું પ્રમાણ વધુ અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે, જે બ્લડ પ્રેસરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

10 / 12
લોહીની ઊણપ દૂર કરે: ખજૂર આયર્નનો એક ઉત્તમ સ્ત્રોત છે. એવામાં જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનની ઊણપ છે, તેઓએ દરરોજ ખજૂર ખાવી જોઈએ.

11 / 12
ત્વચા અને વાળ માટે ફાયદાકારક: વિટામિન C અને D થી ભરપૂર હોવાને કારણે તે ત્વચાની લવચીકતા (Flexibility) જાળવી રાખે છે અને એન્ટી-એજિંગમાં મદદ કરે છે. આ સાથે જ, તેના પોષક તત્વો વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે.

12 / 12
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. તમારા ડાયટમાં કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

આ પણ વાંચો: ભીષણ ગરમીમાં અમૃત સમાન છે ‘શેરડીનો રસ’, કેમ ઉનાળામાં આ પીણું સૌથી વધુ પીવું જોઈએ?

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી

ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન

પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

g clip-path="url(#clip0_868_265)">