AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતે 2026થી 2031 સુધીની જાહેર કરી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ

STI પોલીસી હેઠળ, ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO) બનાવવામાં આવશે. જેની શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જુનાગઢ- જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે.

ગુજરાતે 2026થી 2031 સુધીની જાહેર કરી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2026 | 1:27 PM
Share

ગાંધીનગર ખાતે આજે યોજાયેલ ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ 2026 દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાત રાજ્યની 2026થી 2031 સુધીના સમયગાળા માટેની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ જાહેર કરી છે. આ નવી નીતિનો હેતુ ગુજરાતને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.

સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિનો ખાસ ભાગ છે. રૂપિયા 1000 કરોડનો “સ્વદેશી અનુસંધાન ફડ”, આ ફૂડ દ્વારા આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર, કવાટમ ટેકક્નોલોજી, બાયોટેકક્નોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેક્નોલોજી, ઇમર્સિવ ટેક્નોલોજી અને અંતરિક્ષ જેવા મહત્વના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તા સભર સંશોધન પ્રોજેક્ટ્સને મદદ મળશે.

ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO) બનાવવામાં આવશે. જેની શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જુનાગઢ- જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે ઇનોવેશન અને R&D હબ્સ ઉભા કરાશે.

આ પોલીસી અંતર્ગત માનવ સંસાધન વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ લે છે. દર વર્ષે 250 જેટલી JRF / SRF / PDF ફેલોશિપ આપવામાં આવશે. “વુમન ઇન ઇનોવેશન” ફેલોશિપ, એકીકૃત ગુજરાત H&D પોર્ટલ અને રાજ્યવ્યાપી STEM પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંશોધન તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે.

વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે. સાયન્સ સિટી અને જિલ્લા વિજ્ઞાન કેન્નેને વધુ સશક્ત બનાવાશે. મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ ગામડાં સુધી વિજ્ઞાન પહોંચાડવામાં આવશે અને અનુભૂતિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળશે.

રાજ્યમાં 200થી વધુ IP સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્ય છે, જેથી દર વર્ષે 1000થી વધુ બૌદ્ધિક સંપત્તિ નોંધણીઓ થાય, જેમાં ઓછામાં ઓછા 500 પેટન્ટનો સમાવેશ થાય. આથી ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહકાર વધશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનશે.

રાજ્ય 2030 સુધી STI ક્ષેત્રમાં ખર્ચને GSDPના 1% સુધી વધારશે. વિવિધ વિભાગોમાં 1% R&D ફાળવણી ફરજિયાત અનાવવામાં આવશે. CSR દ્વારા પણ સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવામાં આવશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર આ નીતિ અમલમાં મૂકવા માટે નોડલ વિભાગ તરીકે કામ કરશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અમલી એજન્સી રહેશે. ગુજરાત સ્ટેટ રિસર્ચ ફાઉન્ડેશન અને નિષ્ણાતોની ટેકનિકલ સમિતિ માર્ગદર્શન આપશે.

ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">