AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢથી સિંહ અને સિંહબાળનો મન મોહી લેતો વીડિયો આવ્યો સામે, જોતાવેંત બોલી ઉઠશો વાહ!

જુનાગઢથી સિંહબાળનો અને સિંહણનો અદ્દભૂત મન મોહી લેતો વીડિયો સામે આવ્યો છે. જેમા નાનકડુ સિંહ બાળ વૃક્ષ પર ચડવાનો પ્રયાસ કરે છે અને માતા અત્યંત વાત્સલ્ય સાથે સિંહ બાળને નીચે ઉતારે છે- પહેલા જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2026 | 8:47 PM
Share

ગીર એટલે વનરાજની ભૂમિ. અહીં ગમે ત્યારે તમને સિંહદર્શન ન થાય તો જ નવાઈ. કંઈક આવો જ એક અત્યંત મનને મોહી લેતો વીડિયો ગીરથી સામે આવ્યો છે. જુનાગઢમાં આવેલા ગીર નેશનલ પાર્કમાં સિંહણ અને બચ્ચાનો અદ્દભૂત, સુંદર વીડિયો એક પ્રવાસીએ તેના કેમેરામાં કેદ કર્યો છે. જે જોઈને જ દિલ ખુશ થઈ જાય છે. વીડિયો નાનકડુ સિંહ બાળ રમતા રમતા ઉત્સાહમાં આવીને ઝાડ પર ચડી જાય છે અને ત્યાં બાજુમાં જ સિંહણ પણ ઉભેલી હોય છે. બચ્ચુ તો નાદાન હોય તે મા નું દિલ બરાબર જાણતુ હોય અને કંઈક આવુ જ અહીં પણ જોવા મળ્યુ.

સિંહ બાળ રમત-રમતમાં ઝાડ પર ચડી તો ગયુ પરંતુ નીચે જોયુ તો ગભરાઈ ગયુ. પરંતુ બાજુમાં જ ઉભેલી સિંહણ તેની વહારે આવી અને ખુદ પણ બે પગ ઝાડ પર ટેકવીને બચ્ચાને ટેકો કરવાની મુદ્રામાં ઉભી રહી ગઈ. આ જોઈને બચ્ચામાં પણ હિંમત આવી ગઈ અને સિંહબાળ ધીમે ધીમે ડગ માંડતુ ઝાડની નીચે ઉતરી ગયુ.

આ વીડિયોમાં એક માતાની ચિંતા અને બાળકને ઝાડ પરથી કેવી રીતે ઉતરવુ તે બંને પાઠ સિંહણ જાણે શીખવી રહી હોય તેવુ જોવા મળે છે. હાલ આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં સિંહણ સિંહ બાળને ધીમે ધીમે વૃક્ષની નીચે ઉતરવાની કળા પણ શીખવી રહી છે. પ્રકૃતિના અનેક રંગોમાં માતૃત્વના આ રંગને લોકો દિલથી વધાવી રહ્યા છે.

આ વીડિયો ગીર નેશનલ પાર્કનો છે અને કોઈ પ્રવાસીએ તેના કેમેરામાં આ અદ્દભૂત મનમોહક પળોને કેદ કરી લીધી છે.

વધુ એક સ્વામીનો વાણીવિલાસનો વીડિયો વાયરલ, આચાર્ય કક્ષાએ બેસેલા કાલુપુર મંદિરના ગાદિપતિએ હરીભક્તોને ગુંડાગીરી કરવા ઉશ્કેર્યા

Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">