IND vs WI T20 WC Live Score : વેસ્ટ ઇન્ડિઝને હરાવી ભારત સેમિફાઈનલમાં પહોંચ્યું, સંજુ સેમસનના આક્રમક 97 રન
ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે અને હવે તેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટી20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ 4 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સના દમ પર, ભારતે વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી હરાવ્યું. સંજુ સેમસન વિજયનો હીરો રહ્યો, તેણે 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. તિલક વર્માએ પણ 27 રન બનાવ્યા. T20 વર્લ્ડ કપમાં આ ભારતનો સૌથી મોટો રનચેઝ છે. વેસ્ટ ઈન્ડિઝે 195 રન બનાવ્યા હતા, અને જવાબમાં, ભારતે ચાર બોલ બાકી રાખીને મેચ જીતી લીધી.
LIVE NEWS & UPDATES
-
ભારત સેમિફાઈનલમાં
વેસ્ટ ઇન્ડિઝને હરાવી ભારત સેમિફાઈનલમાં પહોંચ્યું, સંજુ સેમસનના આકમક 97 રન
-
6 બોલમાં 7 રનની જરૂર
ભારતને છેલ્લી ઓવરમાં મેચ જીતવા 6 બોલમાં 7 રનની જરૂર
-
-
હાર્દિક સસ્તામાં આઉટ
ભારતને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા 17 રન બનાવી આઉટ, ભારતને જીત માટે 10 બોલમાં 17 રનની જરૂર
-
સંજુ સેમસનની દમદાર બેટિંગ
ભારતનો સ્કોર 150 ને પાર, સંજુ સેમસનની દમદાર બેટિંગ, સંજુ સેમસન સદી તરફ આગળ વધુ રહ્યો છે, ભારત જીતની નજીક પહોંચી રહી છે.
-
ભારતને ચોથો ઝટકો
ભારતને ચોથો ઝટકો, તિલક વર્મા 15 બોલમાં 27 રન બનાવી આઉટ, શિમરોન હેટમાયરે શાનદાર કેચ પકડ્યો
-
-
સૂર્યા સસ્તામાં આઉટ
ભારતનો સ્કોર 100 ને પાર, કેપ્ટન સૂર્યા 18 રન બનાવી આઉટ, સંજુની ફિફ્ટી
-
ઇશાન કિશન સસ્તામાં આઉટ
ભારતને બીજો મોટો ઝટકો, અભિષેક શર્મા બાદ ઇશાન કિશન સસ્તામાં આઉટ, મોટો ઝટકો, બે સ્ટાર ખેલાડીની જલ્દી વિકેટ પડી જતા ભારત મુશ્કેલીમાં
-
ભારતને મોટો ઝટકો
ભારતને મોટો ઝટકો, અભિષેક શર્મા સસ્તામાં આઉટ, હુસેને લીધી વિકેટ
-
ભારતની મજબૂત શરૂઆત
સંજુ સેમસન અને અભિષેક શર્માની આક્રમક શરૂઆત, સંજુ સેમસન અને અભિષેક શર્માની આક્રમક શરૂઆત, ભારતની મજબૂત શરૂઆત
-
રાજકોટ: યુવતીની છેડતી કરવાના આરોપ સર યુવકને મેથીપાક
રાજકોટ: યુવતીની છેડતી કરવાના આરોપસર યુવકની બરાબરની સરભરા કરવામાં આવી. કાલવાડ રોડ પર બીએપીએસ મંદિર પાસે જનતાએ યુવકને પકડી માર માર્યો માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. યુવકે નશો કર્યો હોવાનો લોકોનો આક્ષેપ છે. જો કે TV9 વીડિયોની પુષ્ટી કરતું નથી. વાયરલ વીડિયોના આધારે પોલીસેે તપાસ હાથ ધરી છે.
-
ભારતને 196 રનનો ટાર્ગેટ
વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા 196 રનનો આપ્યો ટાર્ગેટ, બુમરાહની અંતિમ ઓવરમાં બંને બેટ્સમેનોએ ફટકારી જોરદાર બાઉન્ડ્રી, મોટો સ્કોર ઉભો કર્યો
-
અમદાવાદમાં દુર્લભ પ્રાણીઓની તસ્કરીનો પર્દાફાશ
અમદાવાદમાં દુર્લભ પ્રાણીઓની તસ્કરીનો પર્દાફાશ. ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું પોલીસે વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને કર્યા. પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા દરમિયાન અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, 7 પર્શિયન કેટ અને તેના બચ્ચાં મળ્યા. 14 નાના-મોટા હૅમ્સ્ટર 18 મીની લોપ સસલા અને 9 લેધર લેબ ડોફ જેવા પ્રાણીઓ મળી આવ્યા.
આ સાથે પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા 6 આફ્રિકન ગ્રે પેરોટ, 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ 3 એક્લેક્ટસ પેરોટ, 4 સન , 2 ગાલા કોકાટુ 1 સલ્ફર કોકાટુ , તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે..આરોપીએ રજૂ કરેલા પરિવેશ પોર્ટલના ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાતા હવે AMC, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનમાં વ્યવસાયિક સંવર્ધન કરવાથી સ્થાનિકોમાં ઝૂનોટિક રોગો ફેલાવવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. આ મામલે આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે.
-
વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 150 ને પાર
વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 150 ને પાર, હોલ્ડર-પોવેલની આક્રમક બેટિંગ, હોલ્ડર-પોવેલ બંનેએ જોરદાર સિક્સર ફટકારી
-
સુરતમાં પત્નીના હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો
સુરતના અડાજણ વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા પતિને પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. આરોપીએ ઘરકંકાસમાં પત્નીની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. આરોપીની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી હાલ નિવૃત્ત જીવન જીવતા હતા અને તેના કારણે તેમની પત્ની સાથે અવાર-નવાર ઝઘડા થતા હતા. પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી કે પત્ની તરફથી માન-સન્માન ન મળતા હથોડાના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.
-
હાર્દિક પંડ્યાએ લીધી વિકેટ
હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઇન્ડિઝને આપ્યો ચોથો ઝટકો, રૂથરફોર્ડને સસ્તામાં કર્યો આઉટ, સંજુ સેમસને કર્યો કેચ
-
બુમરાહની બે વિકેટ
IND vs WI T20 WC Live Score : બુમરાહે વેસ્ટ ઇન્ડિઝને એક જ ઓવરમાં બે મોટા ઝટકા આપ્યા, હેટમાયર બાદ ચેઝને કર્યો આઉટ
-
બુમરાહે હેટમાયરને કર્યો આઉટ
બુમરાહે વેસ્ટ ઇન્ડિઝને આપ્યો મોટો ઝટકો, ખતરનાક હેટમાયરને કર્યો આઉટ, બુમરાહની ધારદાર બોલિંગ સામે ફેલ થયો હેટમાયર.
-
હેટમાયરની આક્રમક બેટિંગ
દસ ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝ નો સ્કોર 82 / 1. શિમરોન હેટમાયર અને રોસ્ટન ચેઝની આક્રમક બેટિંગ, હેટમાયરે વરુણ ચક્રવર્તિને ઓવરમાં જોરદાર સિક્સર ફટકારી
-
શેત્રુંજય ગિરીરાજની ‘છ ગાઉની યાત્રા’નો પ્રારંભ
ભાવનગર જિલ્લામાં આવેલા તીર્થધામ પાલીતાણામાં આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે શેત્રુંજય ગિરિરાજની સુપ્રસિદ્ધ ‘છ ગાઉની યાત્રા’નો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો. વહેલી સવારે 4:00 વાગ્યે પાલીતાણાની મુખ્ય તળેટીથી ‘જય આદિનાથ’ અને ‘જય શત્રુંજ્ય’ના ગગનભેદી જયઘોષ સાથે હજારો યાત્રિકો પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા. આ વર્ષે દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકો પણ જોડાયા હતા. ધાર્મિક માન્યતા અનુસાર, આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બે પુત્રો પ્રદ્યુમ્નકુમાર અને શાંબકુમાર સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે શેત્રુંજય ગિરિરાજ પરથી મોક્ષ પધાર્યા હતા. છ ગાઉની યાત્રા કરવાનું જૈન ધર્મમાં વિશેષ મહત્વ છે. પરંપરા મુજબ, યાત્રિકો ગિરિરાજ પર દાદા આદિશ્વરની મોટી ટૂંકમાં દર્શન કરી, રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરીએ ચૈત્યવંદન કરે છે. ત્યારબાદ ઉલખા જળ, અજિત-શાંતિનાથની દેરી અને ચિલ્લણ તલાવડી ખાતે કાઉસ્સગ્ગ કરી યાત્રા આગળ ધપાવે છે.
-
કોળી સમાજની બેઠકમાં સમાજને તોડનારા તત્વો સામે કુંવરજી બાવળિયાના આકરા પ્રહારો
સુરત ખાતે મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં પ્રધાન કુંવરજી બાવળિયાએ કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન એજ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી.
-
અમરેલી: ગિરિયા નજીક પિતા-પુત્રીનો આપઘાત
અમરેલી: ગિરિયા નજીક પિતા-પુત્રીએ એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પાંચ દિવસ પહેલા કૂવામાંથી મૃતદેહ મળ્યા હતા. મૃતકના ઘરેથી સુસાડ નોટ મળી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ ચે. પત્ની સહિત 7 લોકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો આરોપ લગાવાયો છે. સુસાઈડ નોટના આધારે તપાસનો ધમધમાટ તેજ થયો છે. પત્ની સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મોબાઈલમાં મહત્વના પુરાવા મળે તેવી આશંકા છે. 50 ફૂટ ઊંડા કૂવામાં મૃતકના મોબાઈલની શોધખોળ હાથ ધરાઈ છે. મૃતક દિપક રામાણી અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા હતા.
-
વેસ્ટ ઇન્ડિઝને પહેલો ઝટકો
વેસ્ટ ઇન્ડિઝને પહેલો ઝટકો, વરુણ ચક્રવર્તિએ ભારતને અપાવી પહેલી સફળતા, હોપ 32 રન બનાવી આઉટ, વરુણ ચક્રવર્તિએ હોપને કર્યો ક્લિક બોલ્ડ
-
WI નો સ્કોર 50 ને પાર
વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 50 ને પાર પહોંચી ગયો છે. ચેઝ-શે હોપની આક્રમક બેટિંગ, હાર્દિક પંડ્યા ની બોલિંગમાં જોરદાર સિક્સર ફટકારી પચાસ નો સ્કોર પર કર્યો
-
WI 45-0(6)
પાવરપ્લેમાં વેસ્ટ ઇન્ડિઝની પાવરફુલ બેટિંગ, ભારતીય બોલરોની ધુલાઈ, વેસ્ટ ઇન્ડિઝની ટીમે 45 રન ફટકાર્યા
-
અક્ષરની શાનદાર ઓવર
ચોથી ઓવર માટે વાઇસ-કેપ્ટન અક્ષર પટેલને બોલાવવામાં આવ્યો, અને તેણે કેટલું અદ્ભુત પ્રદર્શન કર્યું. પહેલા બોલ પર ફોર ફટકારવા છતાં, તેણે ઓવરમાં ફક્ત પાંચ રન આપ્યા. ચાર ઓવર પછી વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર ફક્ત 28 રન હતો.
-
બીજી મોંઘી ઓવર
અર્શદીપ સિંહની ઓવરમાં 10 રન ગયા. રોસ્ટન ચેઝે બે ચોગ્ગા ફટકાર્યા. તેણે કેટલાક અદ્ભુત શોટ રમ્યા, એક બોલરના માથા ઉપર અને એક શાનદાર કવર ડ્રાઇવ.
-
રન-આઉટની તક ચૂકી ગયા
રન આઉટની તક ચૂકી ગઈ. રોસ્ટન ચેઝ બીજા બોલ પર રન આઉટ થઈ શક્યો હોત, પરંતુ વરુણ ચક્રવર્તીએ ખોટા છેડે ફેંકી દીધો. પરિણામે, ભારતને વિકેટ ન મળી.
-
પંડ્યાને હરાવ્યો
હાર્દિક પંડ્યાએ ફેંકેલા ચોથા બોલ પર શાઈ હોપે શાનદાર સિક્સર ફટકારી. ત્યારબાદ તેણે છેલ્લા બોલ પર એક શક્તિશાળી ફોર ફટકારી. ઓવરમાં 10 રન મળ્યા. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ પોતાની ઇનિંગ શરૂ કરી દીધી છે.
-
અર્શદીપની સારી ઓવર
અર્શદીપે પહેલી ઓવરમાં શાનદાર બોલિંગ કરી, એક પણ બાઉન્ડ્રી ન આપી. પહેલી ઓવરમાં ફક્ત ત્રણ રન જ બન્યા. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને અત્યાર સુધી કોઈ તક આપવામાં આવી નથી.
-
ચેઝ-શે હોપ ઓપનિંગ કરવા આવ્યા
વેસ્ટ ઈન્ડિઝે તેમની ઓપનિંગ જોડીમાં એક ફેરફાર કર્યો છે. બ્રાન્ડન કિંગ ટીમની બહાર છે, તેથી રોસ્ટન ચેઝ ઇનિંગની શરૂઆત કરવા માટે આવ્યો છે, તેની સાથે કેપ્ટન શાઈ હોપ પણ છે. અર્શદીપ સિંહ પહેલી ઓવર ફેંકી રહ્યો છે.
-
શું વેસ્ટ ઇન્ડીઝનો પરાજય નિશ્ચિત છે?
તમને જાણીને નવાઈ લાગશે કે વેસ્ટ ઈન્ડિઝે ભારતમાં ભારતીય ટીમ સામે પહેલા બેટિંગ કરતી વખતે ક્યારેય T20I જીત મેળવી નથી. તેઓ 2018માં કોલકાતામાં પાંચ વિકેટથી, 2018માં ચેન્નાઈમાં છ વિકેટથી, 2019માં હૈદરાબાદમાં છ વિકેટથી અને 2022માં કોલકાતામાં છ વિકેટથી હારી ગયા હતા.
-
10 વર્ષ પછી મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 10 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં સામસામે આવી રહ્યા છે. આ ચાર મેચમાંથી ત્રણમાં પીછો કરનારી ટીમ જીતી છે. આ વખતે, ભારત પીછો કરી રહ્યું છે.
-
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન
શાઈ હોપ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રૂધરફોર્ડ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, મેથ્યુ ફોર્ડે, અકીલ હોસીન, ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફ
-
ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
-
ડિંડોલીમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટ થયાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ. ઘટનાની તપાસ થઈ પરંતુ જ્યારે લૂંટનો આરોપી પકડાયો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠીં કારણ કે લૂંટ કરનાર આરોપી બીજુ કોઈ નહીં પણ ખુદ જ્વેલર્સ માલિકનો ડ્રાઈવર હતો અને ડ્રાઈવરને લૂંટ કરવા માટે ખુદ જ્વેલર્સ માલિકે જ ટ્રીપ આપી હતી. પોલીસે આરોપી ડ્રાઇવરને રાજસ્થાનથી પકડી તપાસ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો. જ્વેલર્સના માલિક પર દેવુ થઈ જતા દુકાનમાં નકલી સોના-ચાંદીના દાગીના મુકીને ડ્રાઈવર પાસે ચોરી કરાવ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ. હાલ મુખ્ય આરોપી જ્વેલર્સ માલિક પોલીસ પકડથી દૂર છે.
-
અરવલ્લીઃ 2 બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત
અરવલ્લીઃ 2 બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ નજીક અકસ્માત થયો હતો. જેમા બે લોકોના મોત નીપજ્યા જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને શામળાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
-
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરાં યોજાશે સૌથી મોટો રંગોત્સવ
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આગામી 3 માર્ચ, 2026ના રોજ ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હજારો ભક્તો અને સાધુ-સંતો એકસાથે હોળી ઉત્સવની ઉજવણી કરશે. આ દિવ્ય રંગોત્સવની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પૂર્ણિમાના દિવસે યોજાનારા આ રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. આ ઉજવણીમાં સાત પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવશે. દેશ-વિદેશ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવનારા લાખો ભક્તો સંતો સાથે દાદાના રંગે રંગાશે. મંદિર પરિસરમાં 70 થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરવામાં આવશે અને કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે. ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવશે અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવશે
-
ભારતે ટોસ જીત્યો
ભારતે ટોસ જીતી બોલિંગ પંસદ કરી, વેસ્ટ ઈન્ડિઝ પહેલા કરશે બેટિંગ, ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં
-
અમિત શાહ પણ મેચ જોઈ શકે છે
એવા સમાચાર છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની નોકઆઉટ મેચ જોવા માટે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં હાજર રહેશે.
-
થોડીવારમાં થશે ટોસ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ માટે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, જે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેચ કોલકાતામાં રમાઈ રહી છે.
-
ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20I રેકોર્ડ
આ પાંચમી વખત છે જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજા સામે રમશે. ભારતે અગાઉની ચાર મેચોમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આનો અર્થ એ થયો કે ભારત 4-0થી આગળ છે.
-
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો
T20 વર્લ્ડ કપ 2026 માં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો, કોલકાતામાં બંને ટીમોની નજર સેમિફાઈનલમાં પહોંચવા પર
Published On - Mar 01,2026 6:01 PM
