Stock Market: તેજીના સંકેત… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે રોકેટ બની શકે છે આ સરકારી કંપનીનો ‘શેર’
આ યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજારોમાં તણાવનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ કાચા તેલ (Crude Oil) ના ભાવમાં ભયાનક ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

આ વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય શેરબજારની સરકારી કંપનીને મોટો ફાયદો થઈ શકે છે. ટૂંકમાં, જ્યારે પણ વિશ્વમાં કાચા તેલની કિંમતો વધે છે, ત્યારે તેલ ઉત્પાદન કરતી સરકારી કંપનીઓની કમાણી વધી જાય છે.

કાચું તેલ મોંઘું થવાનો સીધો અર્થ એ છે કે, ONGC હવે પોતાનું તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચી શકશે. આનાથી પ્રતિ બેરલ તેમની કમાણી અને પ્રોફિટ માર્જિનમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.

રોકાણકારોમાં ONGC ના શેર ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળી શકે છે. છેલ્લા 1 વર્ષમાં આ શેર 23.91% ઉછળ્યો છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 17.30% ની તેજી જોવા મળી છે. હાલમાં શેરની કિંમત અંદાજે ₹279 ની આસપાસ છે અને તેણે તાજેતરમાં જ ₹282.50 ની 52-સપ્તાહની ઊંચી સપાટી (52-week high) બનાવી છે.

એવામાં જ્યાં ONGC માટે ક્રૂડ મોંઘું થવું ફાયદાકારક છે, ત્યાં કાચા તેલને રિફાઈન કરતી અને તેનો કાચા માલ તરીકે ઉપયોગ કરતી કંપનીઓ માટે આ માઠા સમાચાર છે.

બીજીબાજુ જોવા જઈએ તો, ભારતમાં ઓઈલ માર્કેટિંગ સાથે જોડાયેલી કંપનીઓ જેવી કે IOCL, BPCL અને HPCL પર આની નકારાત્મક અસર પડી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Stock Market : તમે પણ ડોલરમાં કમાશો ! ભારતમાં રહીને બનશો Apple અને Microsoft ના માલિક, નાના રોકાણકારો માટે ‘મોટી તક’
