Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં એરપોર્ટ પર ફસાઈ બોલિવુડની અભિનેત્રી, પીએમ મોદી પાસે માંગી મદદ
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના મિસાઈલ હુમલા બાદ અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને અભિનેત્રી સોનલ ચૌહાણ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર ભારત સરકાર પાસેથી મદદની પોસ્ટ કરી છે.

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના મિસાઈલ હુમલા બાદ અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે બોલિવુડની એક ફેમસ અભિનેત્રી દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ આ મુશ્કેલ સમયમાં સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર પાસે ઘરે પરત ફરવા માટે મદદ માંગી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે, તેને ભારત પરત ફરવાનો કોઈ રસ્તો દેખાતો નથી.
ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો, ફ્લાઇટ્સ રદ કરી
ઈઝરાયલ અને અમેરિકાએ શનિવારે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને પણ બદલામાં ઈઝરાયલના અનેક શહેરો અને અમેરિકી સૈન્ય હવાઈ અડ્ડાને નિશઆને બનાવ્યા છે. આ કારણે મિડલ ઈસ્ટમાં ખરાબ હાલત થઈ છે. જેની અસર ભારતની સાથે -સાથે દુબઈ પર પણ જોવા મળી રહી છે. તમામ ફ્લાઈટની ઉડાન રોકી દેવામાં આવી છે. દુબઈ ઈન્ટરનેશનલ અને અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. જેનાથી સોનલ ચૌહાણ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે.
Hon’ble PM @narendramodi ji, I am currently stranded in Dubai due to the ongoing crisis, with flights cancelled and no clear way to return to India. I respectfully seek the Government’s guidance for a safe journey home Grateful for any support extended@MEAIndia @IndiainDubai
— SONAL CHAUHAN (@sonalchauhan7) February 28, 2026
દુબઈ એરપોર્ટ પર ફસાઈ સોનલ ચૌહાણ
અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર પીએમ મોદીને ટેગ કરી લખ્યું કે, માનનીય પ્રધાનમંત્રી જી નરેન્દ્ર મોદી, હું હાલના સંકટ ના કારણે દુબઈમાં ફસાી ગઈ છું, તમામ ફ્લાઈટ રદ થઈ ચૂકી છે અને ભારત પરત ફરવા માટે કોઈ રસ્તો નથી. હું સરકારને વિનમ્રતાપૂર્વક સુરક્ષિત ઘરે પરત ફરવા માટે માર્ગદર્શન માગું છુ. હું તમારી કોઈ પણ સહાયતા માટે આભારી છું.
પીવી સિંધુ પણ એરપોર્ટ પર ફસાઈ છે
ભારતની ઓલમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ પણ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી એરપોર્ટની સ્થિતિ દેખાડી હતી.
ઈરાન પર હુમલા બાદ અનેક દેશોએ પોતાના એરસ્પેસને બંધ કરી દીધા છે. મુસાફરો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે કે, તે એરપોર્ટ પર ન જાય તેમજ એરલાઈન્સ ફલાઈટનું શેડ્યુલ અપટેડ લેતા રહે.એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાડી દેશોના કેટલાક ભાગોમાં એરસ્પેસ બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ અથવા મોડી પડી શકે છે.
કોણ છે સોનલ ચૌહાણ
સોનલ ચૌહાણની જો આપણે વાત કરીએ તો તે 2005ની ફેમિના મિસ ઈન્ડિયા અને મિસ વર્લ્ડ ટુરિઝમ વિનર રહી ચૂકી છે. તેમણે બોલિવુડ સિવાય સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સોનલે 2008માં આવેલી હિન્દી ફિલ્મ જન્નતમાં એક્ટિંગથી ડેબ્યુ કર્યું હતુ અને અનેક હિટ ફિલ્મ આપી ચૂકી છે.
