AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન પર ક્યાં સુધી ચાલશે બોમ્બમારો? ટ્રમ્પે પોતે જ કહી દીધો ‘આખો પ્લાન’

મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ખમેનેઈનો અંત આવ્યો છે અને હવે ઈરાની જનતા પાસે પોતાનો દેશ પાછો મેળવવાની મોટી તક છે.

Breaking News: ઈરાન પર ક્યાં સુધી ચાલશે બોમ્બમારો? ટ્રમ્પે પોતે જ કહી દીધો 'આખો પ્લાન'
Image Credit source: X Account
| Updated on: Mar 01, 2026 | 6:22 PM
Share

ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ ‘ઈરાન’ સતત ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, UAE અને બહેરીનને નિશાન બનાવી રહ્યું છે. ઈરાન માત્ર અહીં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર જ મિસાઈલ અને ડ્રોન નથી દાગી રહ્યું પરંતુ હોટલ, મોલ, એરપોર્ટ અને બંદરો (Ports) ને પણ નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ, ઈઝરાયેલ અને અમેરિકા પણ ઈરાન પર સતત હુમલા કરી રહ્યા છે.

સર્વેલન્સ સિસ્ટમથી બચી શક્યા નહીં ખમેનેઈ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘ખમેનેઈનું મૃત્યુ થયું છે. આ માત્ર ઈરાનની જનતા માટે જ ન્યાય નથી પરંતુ તમામ અમેરિકનો અને વિશ્વભરના એ તમામ દેશોના લોકો માટે પણ ન્યાય છે, જેમને ખમેનેઈ તેમજ તેમના માણસોએ મારી નાખ્યા અથવા અપંગ કરી દીધા. તેઓ અમારી ગુપ્તચર એજન્સીઓ અને એડવાન્સ સર્વેલન્સ સિસ્ટમથી બચી શક્યા નહીં.’

ટ્રમ્પે IRGC જવાનોને આપી ઓફર

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘ઈરાની જનતા માટે પોતાનો દેશ પાછો મેળવવાની આ સૌથી મોટી તક છે. અમને જાણવા મળ્યું છે કે, તેમના ઘણા IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ), સૈન્ય સુરક્ષા તથા પોલીસ દળો હવે લડવા માંગતા નથી અને અમારી પાસેથી છૂટકારો (માફી) મેળવવા માંગે છે. અત્યારે તેમને આ તક મળી શકે છે પરંતુ પછીથી તેમને માત્ર મૃત્યુ જ મળશે. આશા છે કે, IRGC અને પોલીસ શાંતિ સાથે ઈરાની દેશભક્તો સાથે જોડાઈ જાય અને દેશને તેનું ગૌરવ અપાવવા માટે એક યુનિટ તરીકે સાથે મળીને કામ કરશે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ.’

લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ચાલશે કાર્યવાહી

ટ્રમ્પે અંતમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ‘ભારે અને સચોટ બોમ્બમારો આખું અઠવાડિયું અથવા મધ્ય-પૂર્વ અને વાસ્તવમાં સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવાના અમારા હેતુને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી, જરૂર જણાય ત્યાં સુધી અટક્યા વિના ચાલુ રહેશે.’

Breaking News: દુનિયા ધ્રૂજી ઉઠી! ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ઓઈલ ટેન્કર પર હુમલો, 4 લોહીલુહાણ – જુઓ Video

મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
g clip-path="url(#clip0_868_265)">