Petrol-Diesel Price Today : બે મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 32 વાર વધારો થયો , જાણો આજે તમારા શહેરમાં ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ઇંધણ

|

Jun 30, 2021 | 9:00 AM

સરકારી તેલ કંપનીઓએ આજે આમ આદમીને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ ઉપર આજે બ્રેક લાગી છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

Petrol-Diesel Price Today : બે મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં  32 વાર વધારો થયો , જાણો આજે તમારા શહેરમાં ક્યા ભાવે વેચાઈ રહ્યું છે ઇંધણ
Symbolic Image

Follow us on

Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ આજે આમ આદમીને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ ઉપર આજે બ્રેક લાગી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી રાહત મળી છે જેના કારણે આજે બળતણના દરમાં વધારો થયો નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દોધ મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. આ સિવાય દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટના ભાવ 0.68 ટકા વધીને 75.12 ડોલર પ્રતિ બેરલ રહ્યા છે જ્યારે WTI ક્રૂડની કિંમત 0.69 ટકા વધીને 73.48 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ બે મહિનામાં 32 વાર વધ્યા
5 રાજ્યોમાં ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત 4 મેથી વધી રહી છે. આ સમયગાળા દરમિયાન અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 32 વખત વધારો થયો છે. આ વધારા સાથે હવે દેશના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 8.41 રૂપિયા અને ડીઝલના ભાવમાં 8.45 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે
4 મેથી સતત વધારા પછ, અત્યાર સુધી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જેમાં મુંબઇ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાંસવારા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કાકીનાડા, ચિકમગલુર, શિવમોગા, પટણા અને લેહનો સમાવેશ થાય છે.

 

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 98.81 89.18
Kolkata 98.64 92.03
Mumbai 104.9 96.72
Chennai 99.82 93.74
Ganganagar 109.97 102.35
Ahmedabad 95.66 96.03
Rajkot 95.43 95.81
Surat 95.98 96.37
Vadodara 95.63 95.99
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
Next Article