Forex Reserve : દેશની તિજોરીમાં 1 મહિનામાં 1500 કરોડ ડોલરનું ગાબડું, હવે સરકારી ખજાનામાં કેટલું ધન છે?

|

Mar 04, 2023 | 7:30 AM

Forex Reserve : 24 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટીને 560.942 બિલિયન ડોલર થઈ ગયું છે. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો.

Forex Reserve : દેશની તિજોરીમાં 1 મહિનામાં 1500 કરોડ ડોલરનું ગાબડું, હવે સરકારી ખજાનામાં કેટલું ધન છે?

Follow us on

Forex Reserve : ભારતીય રિઝર્વ બેંક – RBI એ વિદેશી મુદ્રા ભંડારને લઈને ડેટા જાહેર કર્યો છે, જે મુજબ સતત ચોથા સપ્તાહે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટીને 560.942 બિલિયન ડોલર થઈ ગયું છે. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો.જોકે હાલમાં  તે સતત ઘટાડાનો સામનો કરી રહ્યું છે.

ચાર સપ્તાહમાં 1500 કરોડ ડોલરનો ઘટાડો

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 24 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટીને 560.94 બિલિયન ડોલર પર આવી ગયું છે. જ્યારે તેના અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 561.27 બિલિયન ડોલર રહ્યું હતું.  10 ફેબ્રુઆરીના રોજ પૂરા થતા સપ્તાહમાં તે 566.94 બિલિયન ડોલર અને 3 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરા થતા સપ્તાહમાં 575.27 બિલિયન ડોલર હતું. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 15 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 10 ફેબ્રુઆરીએ વિદેશી મુદ્રા ભંડારમાં 8.31 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જે 11 મહિનામાં સૌથી મોટો ઘટાડો હતો.

આરબીઆઈના જણાવ્યા અનુસાર આ જ સમયગાળામાં વિદેશી ચલણની સંપત્તિ 166 મિલિયન ડોલર ઘટીને 495.906 બિલિયન ડોલર થઈ છે. ગોલ્ડ રિઝર્વમાં 66 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ગોલ્ડ રિઝર્વ ઘટીને 41.751 બિલિયન ડોલર થઈ ગયું છે જ્યારે SDR 80 મિલિયન ડોલર ઘટીને 18.187 બિલિયન ડોલર થઈ ગયું છે. IMF પાસે જમા કરાયેલ અનામતમાં 12 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 5.098 બિલિયન ડોલર પર આવી ગયું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ડોલર સામે રૂપિયો મજબૂત થયો

ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલર ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું હતું. યુક્રેન પર રશિયાના હુમલા પછી ફુગાવા અને વિદેશી રોકાણકારોના વેચાણને કારણે અને  વ્યાજ દરોમાં વધારો થવાને કારણે વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત રૂપિયામાં નબળાઈ આવી ત્યારે આરબીઆઈએ રૂપિયાને પકડી રાખવા માટે તેના અનામતમાંથી ડોલર વેચવા પડ્યા હતા. શુક્રવારે રૂપિયો એક ડૉલરના મુકાબલે 64 પૈસા મજબૂત થયો હતો અને 81.96 ના સ્તર પર બંધ થયો હતો.

Published On - 7:30 am, Sat, 4 March 23

Next Article