સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ જશે 5જી સર્વિસ! સ્પેક્ટ્રમ હરાજીમાં તમામ કંપનીઓએ લગાવ્યું જોર

|

Jul 27, 2022 | 6:03 PM

આ કાર્યમાં દેશની ચાર ટોચની કંપનીઓ રિલાયન્સ જિયો, સુનિલ ભારતી મિત્તલની એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને વોડાફોન આઈડિયા ભાગ લઈ રહી છે. હરાજીના બીજા દિવસે સવારે 10 વાગ્યે બિડિંગ પ્રક્રિયા શરૂ થઈ હતી.

સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ જશે 5જી સર્વિસ! સ્પેક્ટ્રમ હરાજીમાં તમામ કંપનીઓએ લગાવ્યું જોર
File Image

Follow us on

સપ્ટેમ્બર મહિનામાં દેશમાં 5G સેવા (5g Service) શરૂ થશે તે લગભગ નક્કી છે. સ્પેક્ટ્રમની હરાજીનું (5G Spectrum) કામ સોમવારે શરૂ થયું હતું અને એક દિવસમાં 4 રાઉન્ડ બિડિંગ કરવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી હરાજીનો પાંચમો રાઉન્ડ મંગળવારે ચાલી રહ્યો છે. આ બે દિવસની કામગીરી જોઈએ તો હરાજીની પ્રક્રિયા અપેક્ષા કરતા સારી રીતે ચાલી રહી છે. તમામ કંપનીઓ સ્પેક્ટ્રમ ખરીદવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. સરકારને અગાઉ 80,000 કરોડથી 1,00,000 કરોડની કમાણી થવાની અપેક્ષા હતી. પરંતુ ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમની ખરીદી માટે રૂ. 1.45 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

આ કાર્યમાં દેશની ચાર ટોચની કંપનીઓ રિલાયન્સ જિયો, સુનિલ ભારતી મિત્તલની એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને વોડાફોન આઈડિયા ભાગ લઈ રહી છે. હરાજીના બીજા દિવસે સવારે 10 વાગ્યે બિડિંગ પ્રક્રિયા શરૂ થઈ હતી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બિડિંગની પ્રક્રિયા સાંજે 6 વાગ્યાના નિર્ધારિત સમય પહેલા પૂર્ણ થઈ જશે. આ હરાજીમાં રૂ. 4.3 લાખ કરોડની કુલ 72 ગીગાહર્ટ્ઝ માટે બિડ રજૂ કરવામાં આવી રહી છે. 5G સ્પેક્ટ્રમ માટે પણ આ પ્રથમ હરાજી છે.

2015નો રેકોર્ડ તૂટી જશે

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ દિવસે સ્પેક્ટ્રમ હરાજીને મળેલા મોટા પ્રતિસાદ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે તે અપેક્ષાઓ કરતાં વધી ગયું છે અને 2015ના રેકોર્ડને તોડી નાખે તેવી શક્યતા છે. તે સમયે સરકારને સ્પેક્ટ્રમના વેચાણથી 1.09 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ટેલિકોમ વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર આ વખતે 700 મેગાહર્ટ્ઝ બેન્ડ માટે પણ બિડ કરવામાં આવી છે, જેના માટે 2016 અને 2021ની અગાઉની હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. ‘પીટીઆઈ’ને મળેલી માહિતી અનુસાર હરાજીના પહેલા દિવસે આ સ્પેક્ટ્રમ બેન્ડ માટે 39,270 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સેવા સપ્ટેમ્બરમાં થશે શરૂ

અલ્ટ્રા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા 5G સ્પેક્ટ્રમમાં ઉપલબ્ધ થશે, જે 4G કરતાં 10 ગણી વધારે હશે. કનેક્ટિવિટીમાં કોઈ વિક્ષેપ નહીં આવે અને રિયલ ટાઈમમાં બહુવિધ ઉપકરણો પર ડેટા શેરિંગ પૂર્ણ થશે. 5Gથી સેકન્ડોમાં મોબાઈલ પર વધારે લાંબા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વીડિયો અથવા મૂવી ડાઉનલોડ કરી શકાય છે. નેટવર્કની ભીડ હોય તેવા વિસ્તારોમાં પણ ઈન્ટરનેટની સમાન સ્પીડ ઉપલબ્ધ થશે. 5Gથી ઈ-હેલ્થ અને એડવાન્સ મોબાઈલ ક્લાઉડ ગેમિંગને ઘણી મદદ મળશે. અત્યાર સુધીની તૈયારીઓ અનુસાર સરકાર નિયત સમયમાં સ્પેક્ટ્રમ ફાળવશે અને સપ્ટેમ્બર મહિનામાં 5G સેવાનો રોલઆઉટ થવાની અપેક્ષા છે.

Next Article