ગુજરાતમાં વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થવાની આશંકા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી આ પ્રતિક્રિયા
આ પૂર્વે 11 વખત પેપર ફુટ્યા છે. તેમજ કાર્યવાહી કરવાની સરકાર માત્ર વાતો જ કરે છે. જયારે 12 12 2021 પેપર હતું તેની બાદ આજે પેપર લેવામાં આવ્યું છે. તેમ છતાં પેપર ફરી ફૂટ્યું છે. વિધાર્થીઓ સાથે મજાક કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં(Gujarat) આજે લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું(Van Rakshak Exam) પેપર ફૂટ્યાની (Paper leak) આશંકા છે. જેમાં ઊંઝાના ઉનાવામાં વન વિભાગની પેપર વાયરલ થયાની આશંકા છે.ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાંથી પરીક્ષા આપવા ઉમેદવારોએ પ્રશ્નો વાયરલ કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે જ્યારે પેપર શરૂ હતું ત્યારે પેપરના સવાલના જવાબ લાગતા વળગતા પહોંચાડવામાં આવતા હતા. તેમજ જે સરકારની તદ્દન નિષ્ફળતા છતી કરે છે. આ પૂર્વે 11 વખત પેપર ફુટ્યા છે. તેમજ કાર્યવાહી કરવાની સરકાર માત્ર વાતો જ કરે છે. જયારે 12 12 2021 પેપર હતું તેની બાદ આજે પેપર લેવામાં આવ્યું છે. તેમ છતાં પેપર ફરી ફૂટ્યું છે. વિધાર્થીઓ સાથે મજાક કરવામાં આવી રહી છે. જેમાં મીરાદાતરની સ્કૂલનું લેટર પેડ વાયરલ થયું છે. આ વર્ષ 2018ની પરીક્ષા અત્યારે લેવામાં આવી રહી છે. તેમાં પણ પેપર ફૂટી ગયું છે.
પારદર્શિતા નામનો શબ્દ સરકારે હટાવી દીધો
2018ની પરીક્ષા બિન સચિવાયલનું પેપર ફૂટ્યું તલાટીનું પેપર ફૂટ્યું. મુખ્ય આરોપી બહાર છે. તેમજ પારદર્શિતા નામનો શબ્દ સરકારે હટાવી દીધો છે. જો કે જ્યારે વિદ્યાર્થીઓ હોબાળો મચાવવામાં આવે છે ત્યારે વાતને સ્વીકારવામાં આવે છે.જ્યારે આ ઉપરાંત પેપર ફૂટવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત છે. તેમજ હવે તો હદ થઇ સરકાર જો યોગ્ય રીતે પરીક્ષા પણ ન લઇ શકતી હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જો સરકારથી નિષ્પક્ષપણે આયોજન ના થતું હોય તો અમારા જેવા યુવાનો આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા તૈયાર છીએ. ભાજપ માટે હવે કોઈ સારા શબ્દો બચ્યા નથી.
આ પણ વાંચો : Vadodara: સયાજી હોસ્પિટલમાં શ્રમિક પરિવારની મહિલાના ઓછા વજનવાળા બાળકની 62 દિવસ સુધી સારવાર કરી નવું જીવન આપ્યું
આ પણ વાંચો : સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા