Breaking News : અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
શાળા,કોર્ટ , વિધાનસભામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી સામન્ય બની હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદની 4 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શાળાઓ પર બૉમ્બ સ્ક્વોડ અને ડૉગ સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી તપાસ કરી રહી છે.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજકાલ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવાર-નવાર મેઈલ દ્વારા કોર્ટથી લઈ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય છે. છેલ્લા થોડા મહિનાથી આ ધમકીઓ ખુબ વધી ગઈ છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ હવે અમદાવાદની કેટલીક શાળોઓને બોમ્બથી ઉડાવી ધેવાની ધમકી મળી છે.
શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં આવેલી કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી મળી છે. શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીની જાણ કરી હતી.શાળાઓ પર બૉમ્બ સ્ક્વોડ અને ડૉગ સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી તપાસ કરી રહી છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ધમકી મોકલનાર વ્યક્તિને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યમાં સુરક્ષાને લઈને વધુ ચિંતા ઉભી થઈ છે.
બોર્ડની પરિક્ષાના છેલ્લા દિવસે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારે મોટા ભાગે આ શાળાઓ સીબીએસસીની છે.શાળાઓમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ હાજર છે.જે તત્વોઆ ધમકી આપી રહ્યા છે. તો તત્વો પોલીસની પકડથી દુર છે. આ પહેલા અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 5 માર્ચના રોજ વડોદરા જિલ્લા અને કચ્છ ભૂજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતા સમગ્ર જીલ્લામાં અરાજકતા ફેલાઈ હતી.9 માર્ચના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ મેઈલ મારફતે મળી હતી.
