AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત કટ ડાયમંડને GI ટેગ મળ્યો, હીરા ઉદ્યોગને વૈશ્વિક ઓળખ અને આર્થિક વેગ, જુઓ Video

સુરતના હીરા ઉદ્યોગને સત્તાવાર રીતે GI ટેગ મળ્યો છે, જેનાથી હવે સુરતમાં તૈયાર થયેલા હીરા સુરત કટ ડાયમંડ તરીકે વૈશ્વિક સ્તરે ઓળખાશે. આ ટેગ આંતરરાષ્ટ્રીય બજારમાં વિશેષ કાયદાકીય સુરક્ષા અને કુશળ કારીગરોને વૈશ્વિક માન્યતા પ્રદાન કરશે.

સુરત કટ ડાયમંડને GI ટેગ મળ્યો, હીરા ઉદ્યોગને વૈશ્વિક ઓળખ અને આર્થિક વેગ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 9:57 PM
Share

ગુજરાતના સુરત શહેરના કટ ડાયમંડ્સને ભૌગોલિક સંકેત (GI) પ્રમાણપત્ર મળવું રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત છે. શહેર સ્થિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)ની પહેલના પરિણામે સુરતના હીરા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત ઓળખ મળી રહી છે.

ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ હેઠળના પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના કંટ્રોલર જનરલ ડૉ. ઉન્નત પંડિતે બે દિવસીય IP યાત્રા કાર્યક્રમ અંતર્ગત EDII કેમ્પસ ખાતે યોજાયેલી GI પ્રાદેશિક બેઠક દરમિયાન આ પ્રમાણપત્ર સોંપ્યું હતું.

આ પ્રસંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુંટ તથા અન્ય સભ્યોએ આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સુરતનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે અને આ સિદ્ધિ એ યોગદાનને વધુ મજબૂત બનાવે છે.

અંદાજે ભારતના લગભગ 90 ટકા પોલિશ્ડ હીરા સુરતમાં તૈયાર થાય છે. આથી, GI પ્રમાણપત્ર સુરતની કટ ડાયમંડ કારીગરીને સત્તાવાર માન્યતા આપે છે અને તેની ગુણવત્તા તથા પરંપરાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે.

EDII દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતના પાંચ મહત્વપૂર્ણ હસ્તકલા ઉત્પાદનોને GI ટેગ મેળવવામાં સહાય કરવામાં આવી છે, જ્યારે 15 અન્ય ઉત્પાદનો માટેની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ઉપરાંત, સંસ્થા દ્વારા સ્થાપિત GI સુવિધા કેન્દ્ર કારીગરોને બજાર સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

આ પ્રસંગે ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે ભારત વિવિધ ક્ષેત્રોમાં વર્ષોથી વિકસેલા અનુભવ અને પરંપરાગત જ્ઞાનનો સમૃદ્ધ વારસો ધરાવે છે. આ જ્ઞાન અને કૌશલ્યને જાળવી રાખવું અને યોગ્ય પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. GI ટેગ દ્વારા ઉત્પાદકો અને કારીગરોના સામાજિક તથા આર્થિક વિકાસને વેગ મળે છે અને તેમને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત થાય છે.

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">