AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમશે? મુંબઈ ઈન્ડિયન્સ કોચનું હીટમેનની ભૂમિકાને લઈ મોટું નિવેદન

IPL 2026 સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હેડ કોચ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માની ટીમમાં ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી છે. સાથે જ રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમાડવાની અટકળો અંગે પણ કોચે સ્પષ્ટતા કરી છે.

Breaking News: રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમશે? મુંબઈ ઈન્ડિયન્સ કોચનું હીટમેનની ભૂમિકાને લઈ મોટું નિવેદન
suryakumar yadavImage Credit source: PTI/X
| Updated on: Mar 18, 2026 | 8:52 PM
Share

IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે અને તમામ ટીમો તૈયારીઓમાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સ પણ નવા સિઝન માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. ટીમનો પહેલો મુકાબલો 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

રોહિત શર્માની ભૂમિકા અંગે ખુલાસો

IPL 2026માં સૌથી વધુ ચર્ચા રોહિત શર્માની ભૂમિકા અંગે ખૂબ ચાલી રહી હતી. ગયા સિઝનમાં ઈજાઓને કારણે તેને ઘણીવાર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડવામા આવ્યો હતો જે અંગે પ્રશ્નો પણ ઉભા થયા હતા. હવે કોચના નિવેદનથી આ સ્પષ્ટ થઈ ગયું છે.

રોહિતનું ફોર્મ અને ફિટનેસ જોરદાર છે

હેડ કોચ મહેલા જયવર્ધનેએ જણાવ્યું કે રોહિત હાલમાં સારી ફિટનેસમાં છે અને નેટ્સમાં ઉત્તમ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. ટીમ મેનેજમેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય તેને શક્ય તેટલો વધુ સમય મેદાન પર રાખવાનો છે, કારણ કે તેનો અનુભવ ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ઈમ્પેક્ટ પ્લેયરની પસંદગી અંગે શું કહ્યું?

જયવર્ધનેએ આગળ કહ્યું કે ટીમમાં ઘણા ઓલરાઉન્ડર ખેલાડીઓ છે, જેના કારણે ઈમ્પેક્ટ પ્લેયર પસંદગી વખતે સંતુલન જાળવવું જરૂરી બને છે. હાલમાં ટીમમાં માત્ર બે ખેલાડીઓ એવા છે જે નિયમિત બોલિંગ નથી કરતા—રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ.

સૂર્યા-રોહિત મેચ વિનર ખેલાડીઓ

સૂર્યકુમાર યાદવના ફોર્મ અંગે પણ ચર્ચા થઈ હતી. છેલ્લા એક વર્ષમાં તેના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, છતાં કોચે તેના પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે જણાવ્યું કે સૂર્યા એક મેચ વિનર ખેલાડી છે અને મુશ્કેલ સમયમાં ટીમ માટે યોગદાન આપી શકે છે.

સતત સારું પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ

અંતમાં, જયવર્ધનેએ જણાવ્યું કે સતત સારું પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે અને ટીમના તમામ ખેલાડીઓ તે દિશામાં કામ કરી રહ્યા છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બંને અનુભવી ખેલાડીઓ છે, અને IPL 2026માં તેઓ મુંબઈ ઈન્ડિયન્સને મજબૂત પ્રદર્શન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે નવા કેપ્ટનની કરી જાહેરાત, જાણો અભિષેક-ઈશાન કિશનમાંથી કોને મળી ટીમની કપ્તાની

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">