AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાંચકુવા સિંધી માર્કેટમાં વિકરાળ આગની ચપેટમાં 30 દુકાન, 100 ફાયરકર્મીઓ મેદાનમાં

અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં આજે લાગેલી ભીષણ આગે ભારે વિનાશ નોતર્યો છે. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, માર્કેટની 30થી વધુ દુકાન તેની ઝપેટમાં આવી ગઈ છે, જેના કારણે વેપારીઓમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News: પાંચકુવા સિંધી માર્કેટમાં વિકરાળ આગની ચપેટમાં 30 દુકાન, 100 ફાયરકર્મીઓ મેદાનમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 3:32 PM
Share

અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા જાણીતા સિંધી માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જોતજોતામાં 30થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની 21 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 100 જેટલા ફાયરકર્મીઓ સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરીમાં વ્યસ્ત છે.

આગ એટલી વિકરાળ છે કે, ચીફ ફાયર ઓફિસર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સીધું માર્ગદર્શન આપી રહ્યા છે. હાલમાં પ્રાથમિક રીતે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ હોઈ શકે તેવી આશંકા વચ્ચે તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે.

આ પહેલા પણ લાગી ચૂકી છે ‘આગ’

નોંધનીય છે કે, આ પહેલા ભરૂચના પાનોલી GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ હતી.

વધુમાં, રાજકોટના કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સિનેમાના સ્ક્રીન પાસે આવેલા દરવાજા અને બારીના ભાગે આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે તે સમયે કોઈ શો ચાલુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી પરંતુ સાવચેતીના ભાગરૂપે કોસ્મોપ્લેક્સના આજના તમામ શો રદ કરી દેવામાં આવ્યા છે.

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">